૧૮.૧૦

રેલવે-રસીદથી રૈવતક

રેશમ-ઉદ્યોગ

રેશમ-ઉદ્યોગ : રેશમના રેસાઓમાંથી કાપડનું ઉત્પાદન કરતો વ્યવસાય. રેશમ એક મજબૂત ચળકતો રેસો છે. તેના આકર્ષક દેખાવને લીધે તેને ‘રેસાની રાણી’ કહેવામાં આવે છે. કુદરતી રેસાઓમાં એ રેસો કેટલાક પ્રકારના પોલાદના તાર કરતાં પણ વધુ મજબૂત હોય છે. તેની વધુ પડતી સ્થિતિસ્થાપકતા તેને તનન (stretching) પછી મૂળ સ્થિતિમાં પરત લાવે…

વધુ વાંચો >

રેશમના કીડા (silk worms)

રેશમના કીડા (silk worms) : રેશમના નિર્માણ માટે જાણીતી Bombyx mori ફૂદાની ઇયળ. તે રૂપાંતરણથી કોશેટા (pupa) બનાવતા રેશમના તાંતણા નિર્માણ કરી પોતાના શરીરની ફરતું રેશમનું કવચ (cocoon) બનાવે છે. રેશમનો તાર અત્યંત મજબૂત અને ચળકતો તાર છે. તેનો ઉપયોગ રેશમનાં કપડાં, ગાલીચા અને પડદા જેવી વસ્તુઓ બનાવવામાં થાય છે.…

વધુ વાંચો >

રેસર્પિન (reserpine)

રેસર્પિન (reserpine) : ભારતમાં થતી રાવોલ્ફિયા સર્પેન્ટિના (બેન્થ, Benth) નામની વનસ્પતિના મૂળમાંથી મળતો આલ્કેલૉઇડ તથા લોહીનું દબાણ ઘટાડવા માટે એક જમાનામાં વ્યાપક પ્રમાણમાં વપરાતી મુખમાર્ગી દવા. હાલ વધુ સુરક્ષિત ઔષધોની ઉપલબ્ધિને કારણે તેનો વપરાશ નહિવત્ થઈ ગયો છે; પરંતુ તેનું સૌથી મહત્વનું પાસું તે ઘણી સસ્તી દવા છે તે છે.…

વધુ વાંચો >

રેસા અને રેસાવાળા પાકો

રેસા અને રેસાવાળા પાકો રેસાઓ : કોઈ પણ પદાર્થના પહોળાઈની તુલનામાં અત્યંત લાંબા વાળ જેવા તંતુઓ. વનસ્પતિશાસ્ત્રની દૃષ્ટિએ તે જાડી દીવાલો અને અણીદાર છેડાઓ ધરાવતો વિશિષ્ટ પ્રકારનો લાંબો કોષ છે. વ્યાપારિક દૃષ્ટિએ તે વિવિધ લંબાઈ ધરાવતો (મિમી.ના ભાગથી શરૂ કરી બે કે તેથી વધારે મીટર)ના એક અથવા સેંકડો કોષો વડે…

વધુ વાંચો >

રેસા પ્રકાશિકી (fiber optics)

રેસા પ્રકાશિકી (fiber optics) : ટેલિવિઝન અને રેડિયો-સંકેતો લઈ જતા પ્લાસ્ટિક કે કાચના કેબલ અથવા પ્રકાશના નિર્દેશક કે પ્રતિબિંબો મોકલનાર એક જ કે સંખ્યાબંધ પ્લાસ્ટિક કે કાચના રેસાવાળું પ્રકાશીય તંત્ર. યોગ્ય પ્રકારના પારદર્શક પદાર્થના પાતળા રેસા પ્રકાશ-કિરણનું તેમની અંદર એવી રીતે વહન કરવાની ક્ષમતા ધરાવે છે કે જે દરમિયાન (આદર્શ…

વધુ વાંચો >

રેસિયા ઘાટ (Resia Pass)

રેસિયા ઘાટ (Resia Pass) : ઇટાલી-ઑસ્ટ્રિયાની સીમાની દક્ષિણે આશરે 1.6 કિમી. અંતરે તથા સ્વિસ ફ્રન્ટિયરની તદ્દન નજીક પૂર્વ તરફ આવેલો ઘાટ. આ ઘાટ ઑસ્ટ્રિયાના ઇન-રિવર ખીણપ્રદેશને ઇટાલીના એડિજ રિવર ખીણપ્રદેશ ‘વાલ વેનોસ્ટા’થી અલગ પાડે છે. આ ઉપરાંત આ ઘાટ એડ્રિયાટિક સમુદ્ર અને કાળા સમુદ્રના જળવિભાજકો તથા ર્હીટિયન આલ્પ્સ અને ઓઝતાલ…

વધુ વાંચો >

રેસીડેસી (Resedaceae)

રેસીડેસી (Resedaceae) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા પેરાઇટેલ્સ ગોત્રનું એક કુળ. આ કુળમાં 6 પ્રજાતિઓ અને લગભગ 70 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તે પૈકી 60 જેટલી જાતિઓ પ્રથમત: ભૂમધ્યસમુદ્રીય પ્રજાતિ Resedaની છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં Reseda pruinosa, R. aucheri, oligomeris glaucescens અને ochradenus baccatus થાય છે. તેની જાતિઓ યુરોપ,…

વધુ વાંચો >

રૅસીન, ઝ્યાં (બાપ્તિસ્મા વિધિ)

રૅસીન, ઝ્યાં (બાપ્તિસ્મા વિધિ) : 22 ડિસેમ્બર 1639, લા ફર્તે-મિલૉન, ફ્રાન્સ; અ. 21 એપ્રિલ 1699, પૅરિસ) : ફ્રેન્ચ નાટ્યકાર. ‘બ્રિટાનિક્સ’ (1669), ‘બૅરૅનિસ’ (1670), ‘બજાઝેત’ (1672) અને ‘ફૅદ્રે’ (1677) જેવી મહાન શિષ્ટ કરુણાંતિકાઓના સર્જક. એક વર્ષની ઉંમરે માતાનું અવસાન અને ત્રણ વર્ષના માંડ હતા ત્યારે પિતાનું મૃત્યુ. પિતા સ્થાનિક કરવેરાના કાર્યાલયમાં…

વધુ વાંચો >

રેસીફ (Recife)

રેસીફ (Recife) : બ્રાઝિલના ઈશાન ભાગમાં આવેલા પર્નામ્બુકો રાજ્યનું પાટનગર. ભૌગોલિક સ્થાન : 8° 58´ દ. અ. અને 34° 55´ પ. રે.. તે ઍટલૅન્ટિક મહાસાગરના પશ્ચિમ કિનારે કૅપબારિબે અને બેબીરિબે નદીઓના નદીનાળ મુખસંગમ પર આવેલું છે. આ શહેરનો કેટલોક ભાગ બ્રાઝિલની મુખ્ય ભૂમિ પર અને કેટલોક ભાગ ટાપુ પર આવેલો…

વધુ વાંચો >

રેસ્ટરેશન કૉમેડી

રેસ્ટરેશન કૉમેડી : અંગ્રેજી નાટ્યસાહિત્યનો એક હાસ્યરસિક નાટ્યપ્રકાર. 1660માં ઇંગ્લૅન્ડની રાજગાદીએ ચાર્લ્સ બીજાનું પુન:રાજ્યારોહણ થયું ત્યારથી માંડીને અઢારમી સદીના પૂર્વાર્ધમાં ‘સેન્ટિમેન્ટલ કૉમેડી’ના આગમન સુધી તેનો પ્રસાર રહ્યો. તે ‘આર્ટિફિશિયલ કૉમેડી’ અથવા ‘કૉમેડી ઑવ્ મૅનર્સ’ તરીકે પણ ઓળખાય છે. રાજવી સત્તાના ઉદય સાથે લંડનનાં નાટ્યગૃહો ફરીથી ધમધમતાં થવા માંડ્યાં અને નાટ્યભજવણી…

વધુ વાંચો >

રેલવે-રસીદ

Jan 10, 2004

રેલવે-રસીદ : હેરફેર માટે માલ સ્વીકાર્યા બાદ રેલવે દ્વારા તેની અપાતી પહોંચ. વાહનવ્યવહારની સંસ્થાઓ અન્યનો માલ સ્વીકારીને સૂચના પ્રમાણેના સ્થળે તે પહોંચાડતી હોય છે. સામાન્ય સંજોગોમાં વેચનાર માલ મોકલતો હોય છે અને ખરીદનાર તે મેળવતો હોય છે. કેટલીક વાર વેચનાર વતી આડતિયા, દલાલો અને મારફતિયા પણ માલ રવાના કરતા હોય…

વધુ વાંચો >

રૅલે, જૉન વિલિયમ સ્ટ્રટ (લૉર્ડ)

Jan 10, 2004

રૅલે, જૉન વિલિયમ સ્ટ્રટ (લૉર્ડ) (જ. 12 નવેમ્બર 1842, લૅંગફર્ડ ગ્રોવ, ઇસેક્સ, ઇંગ્લૅન્ડ; અ. 30 જૂન 1919, ટર્લિંગ પ્લેસ, ઇસેક્સ) : ઘણા મહત્વના વાયુઓની ઘનતાના સંશોધન અને આના અનુસંધાનમાં આર્ગન વાયુની શોધ બદલ 1904ના ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર ખ્યાતનામ ભૌતિકવિજ્ઞાની. તેમણે કેમ્બ્રિજની ટ્રિનિટી કૉલેજમાં શિક્ષણ લીધું હતું. જેમ્સ મૅક્સવેલ પછી…

વધુ વાંચો >

રૅલે પ્રકીર્ણન (Rayleigh scattering)

Jan 10, 2004

રૅલે પ્રકીર્ણન (Rayleigh scattering) : જેમની ત્રિજ્યા, પ્રકાશની તરંગલંબાઈ સાથે સરખાવી શકાય તેવા ગોળાકાર કણો વડે પ્રકાશનું પ્રકીર્ણન. વાયુ અને પ્રવાહીઓમાં λ તરંગલંબાઈના સૂક્ષ્મ વિસ્થાપન (shift) સાથે અસ્થિતિસ્થાપક (inelastic) પ્રકીર્ણનની બે જુદી પ્રક્રિયાઓ થાય છે. પ્રથમ દાબ-તરંગોને લીધે બ્રિલ્વાં (Brillouin) પ્રકીર્ણન, અને બીજું, અવ્યવસ્થા (entropy) અથવા તાપમાનની વધઘટમાંથી પેદા થતું પ્રકીર્ણન,…

વધુ વાંચો >

રૅલે, વૉલ્ટર

Jan 10, 2004

રૅલે, વૉલ્ટર (જ. 1554 ? હેઝબાર્ટન, ડેવનશાયર, ઇંગ્લૅન્ડ; અ. 29 ઑક્ટોબર 1618, લંડન) : અમેરિકામાં વસાહત સ્થાપનાર અંગ્રેજ સાહસવીર અને લેખક. તેણે ઑક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો હતો, પરંતુ સ્નાતક થતાં પહેલાં અભ્યાસ છોડીને ફ્રાન્સમાં ધાર્મિક વિરોધીઓની મદદ માટે સ્વયંસેવક તરીકે જોડાયા. ત્યાંથી 1578માં પાછા ફર્યા અને 1580માં આયર્લૅન્ડમાં લશ્કરના કૅપ્ટન…

વધુ વાંચો >

રૅલે, વૉલ્ટર ઍલેક્ઝાન્ડર (સર)

Jan 10, 2004

રૅલે, વૉલ્ટર ઍલેક્ઝાન્ડર (સર) (જ. 5 સપ્ટેમ્બર 1861, લંડન; અ. 13 મે 1922, ઑક્સફર્ડ) : અંગ્રેજીના પ્રાધ્યાપક અને વિવેચક. સ્કૉટલૅન્ડના આ વિદ્વાન પોતાના સમયમાં ઑક્સફર્ડમાં ખૂબ જાણીતા એવા અંગ્રેજી સાહિત્યના વિવેચક હતા. લિવરપૂલ યુનિવર્સિટીના આધુનિક સાહિત્યના આસનાધિકારી (chair of modern literature) તરીકે 1889થી 1900 સુધી રહ્યા. ગ્લાસગો યુનિવર્સિટીમાં અંગ્રેજીના પ્રોફેસર…

વધુ વાંચો >

રેવંચી

Jan 10, 2004

રેવંચી : દ્વિદળી વર્ગમાં આવેલા પૉલિગોનેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Rheum emodi Wall. ex Meissn. (સં. હેમાવતી, પીતમૂલિકા, રેવન્દચીની, ક્ષીરિણી, કાંચનક્ષીરી; હિં. રેવંદચીની; બં. રેવનચીની; મ. રેવાચીની; ગુ. રેવંચી; અં. હિમાલયન રૂબાર્બ, ઇંડિયન રૂબાર્બ) છે. તે ચીનની મૂલનિવાસી વનસ્પતિ છે અને તુર્કસ્તાન, રશિયા, ભૂતાન, તિબેટ અને કાશ્મીરથી નેપાળ…

વધુ વાંચો >

રેવા

Jan 10, 2004

રેવા : મધ્યપ્રદેશનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. તે 24° 45´ ઉ. અ. અને 81° 30´ પૂ. રે.ની આજુબાજુનો 6,134 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની વાયવ્ય, ઉત્તર અને પૂર્વમાં ઉત્તર પ્રદેશ રાજ્યની સરહદ, દક્ષિણમાં સિધી જિલ્લો તથા પશ્ચિમમાં સતના જિલ્લો આવેલા છે. તેનો આકાર સમદ્વિબાજુ ત્રિકોણ…

વધુ વાંચો >

રેવા (નદી) (Rewa)

Jan 10, 2004

રેવા (નદી) (Rewa) : દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં આવેલા ફિજિયન ટાપુઓની ઘણી અગત્યની અને લાંબી નદી. ફિજી સમૂહના મુખ્ય ટાપુ વીતી લેવુના ઉત્તર-મધ્ય ભાગમાં આવેલા તોમાનીવીના ઢોળાવ પરથી તે નીકળે છે અને 145 કિમી.ના અંતર સુધી અગ્નિ દિશા તરફ વહે છે. ફિજીના પાટનગર સુવા નજીક આવેલા લૌથલના ઉપસાગરમાં તે ઠલવાય છે.…

વધુ વાંચો >

રેવારી

Jan 10, 2004

રેવારી : હરિયાણા રાજ્યનો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : 28° 11´ ઉ. અ. અને 76° 37´ પૂ. રે.. તે આજુબાજુનો 1,559 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની  ઉત્તરે રોહતક; ઈશાનમાં ગુરગાંવ; અગ્નિ, દક્ષિણ અને નૈર્ઋત્ય તરફ રાજસ્થાન; પશ્ચિમે મહેન્દ્રગઢ જિલ્લો તથા વાયવ્યમાં ભિવાની જિલ્લો…

વધુ વાંચો >

રૅવેના (Ravenna)

Jan 10, 2004

રૅવેના (Ravenna) : ઉત્તર ઇટાલીમાં ઍૅડ્રિયાટિક સમુદ્રના પૂર્વ કિનારા પર આવેલું શહેર. ભૌગોલિક સ્થાન : 44° 25´ ઉ. અ. અને 12° 12´ પૂ. રે.. તે તેનાં કલાભંડારો અને સ્થાપત્યો માટે ખ્યાતિ પામેલું છે. આ ઉપરાંત તે ખેતીની પેદાશો અને અન્ય ઉત્પાદકીય ચીજવસ્તુઓનું મથક પણ છે. અહીં આવેલી 10 કિમી. લાંબી…

વધુ વાંચો >