૧૬.૧૫
મૃદા(માટી)નું સ્થિરીકરણથી મૅકાર્થીવાદ
મૃદા(માટી)નું સ્થિરીકરણ
મૃદા(માટી)નું સ્થિરીકરણ (soil stabilisation) : જુદી જુદી પદ્ધતિઓ અજમાવીને માટી(મૃદા)ની ગુણવત્તા સુધારીને માટીની ઇજનેરી ઉપયોગ માટે ગુણવત્તા સુધારવાની રીત. સ્થળ પ્રમાણે માટીને પોતાની ખાસિયતો અને ગુણવત્તા હોય છે. માટીનું સામર્થ્ય તેના સ્થિરીકરણ પર નિર્ભર છે. બાંધકામનો ખર્ચ ઘટાડવા તથા આયુષ્ય વધારવા ગુણવત્તાયુક્ત માટી બનાવવી પડે છે. માટી બે પ્રકારની હોય…
વધુ વાંચો >મૃદુ પાણી
મૃદુ પાણી (soft water) : કૅલ્શિયમ, મૅગ્નેશિયમ અથવા લોહ જેવી ધાતુઓ વિનાનું અને સાબુ સાથે સરળતાથી ફીણ ઉત્પન્ન કરતું પાણી. આવી ધાતુઓના ક્ષારો ધરાવતું પાણી – કઠિન પાણી (hard water) – સાબુ સાથે ફીણ ઉત્પન્ન કરવાને બદલે બગરી (skum) ઉત્પન્ન કરે છે અને તેથી સાબુનો વ્યય થાય છે. બૉઇલરમાં આવું…
વધુ વાંચો >મૃદુપેશી (મૃદૂતક) (Parenchyma)
મૃદુપેશી (મૃદૂતક) (Parenchyma) : વનસ્પતિનાં લગભગ બધાં જ અંગોમાં જોવા મળતી અત્યંત સામાન્ય પ્રકારની સરળ સ્થાયી પેશી. તે આધારોતક પેશીતંત્ર(ground tissue system)ની મુખ્ય પ્રતિનિધિ છે અને પ્રકાંડના બાહ્યક (cortex) અને મજ્જા(pith)માં મૂળના બાહ્યકમાં, પર્ણદંડની આધારોતક પેશીમાં, પર્ણની મધ્યપર્ણ (mesophyll) પેશીમાં અને જલવાહક (xylem) કે અન્નવાહક (phaloem) પેશીમાં કોષોના સમૂહ તરીકે…
વધુ વાંચો >મૃદુપેશીસરણ, મસ્તિષ્કી
મૃદુપેશીસરણ, મસ્તિષ્કી (cerebral hermiation) : મગજના કોઈ ભાગનું ખોપરીમાં કે ખોપરીની બહાર સરકવું તે. ખોપરી (કર્પર, cranium) એક હાડકાંની બનેલી બંધ દાબડી જેવી છે. તેમાં મોટા મગજ(ગુરુમસ્તિષ્ક, cerebrum)ના બે અર્ધગોલ (hemispheres), નાનું મગજ (લઘુમસ્તિષ્ક, cerebellum) તથા મસ્તિષ્ક-પ્રકાંડ (brain stem) આવેલાં છે. મોટા મગજ અને નાના મગજ વચ્ચે એક ર્દઢતાનિકા (duramater)…
વધુ વાંચો >મૃદુલા સારાભાઈ
મૃદુલા સારાભાઈ (જ. 6 મે 1911, અમદાવાદ; અ. 27 ઑક્ટોબર 1974, દિલ્હી) : સ્વાતંત્ર્ય-સેનાની, સામાજિક કાર્યકર અને તેજસ્વી મહિલા કાર્યકર. પિતા અંબાલાલ જાણીતા ઉદ્યોગપતિ હતા. માતાનું નામ સરલાદેવી. જેઓ ગાંધીવિચારસરણીથી રંગાયેલાં અને મજૂર મહાજનનાં અગ્રણી કાર્યકર હતાં. અંબાલાલ સારાભાઈ મુક્ત તથા પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા હોવાથી મૃદુલાના ઉછેર પર તેની સીધી…
વધુ વાંચો >મૃદ્-ખનિજો
મૃદ્-ખનિજો (Clay-minerals) : માટીદ્રવ્યનાં બનેલાં ખનિજો. પૃથ્વી પર જોવા મળતું માટીદ્રવ્યનું મુખ્ય ઘટકબંધારણ મૃદ્-ખનિજોથી બનેલું હોય છે. તે અતિસૂક્ષ્મ સ્ફટિકમય કણ-સ્વરૂપે મળે છે. મૃદ્-ખનિજો આવશ્યકપણે જલયુક્ત ઍલ્યુમિનિયમ સિલિકેટ છે. અમુક મૃદ્-ખનિજોમાં આલ્કલી (કે આલ્કલાઇન)-મૃદ્ પણ મુખ્ય ઘટક તરીકે હોય છે. વળી, અમુક મૃદ્-ખનિજોમાં મૅગ્નેશિયમ કે લોહ કે બંને સંપૂર્ણપણે કે…
વધુ વાંચો >મૃદ્-ભાંડ
મૃદ્-ભાંડ : પુરાવશેષ તરીકે મહત્ત્વ ધરાવતાં માટીનાં વાસણો. તે અંત્યપાષાણયુગથી માંડીને હડપ્પીય તેમજ તામ્રપાષાણયુગીય આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓના ટિંબાઓમાંથી વિપુલ પ્રમાણમાં ઠીકરાં રૂપે કે ક્વચિત્ અખંડ રૂપે મળતાં રહ્યાં છે. સદીઓથી માટી નીચે દબાઈ રહેવા છતાં તે નાશ પામ્યાં નથી. આથી લિપિની ગેરહાજરીવાળી આદ્ય ઐતિહાસિક સંસ્કૃતિઓના અભ્યાસમાં તે પ્રથમદર્શી મહત્વના પુરાવા…
વધુ વાંચો >મેઇજી યુગ
મેઇજી યુગ : જાપાનમાં સમ્રાટ મુત્સુહિટોનો રાજ્યકાલ(1867–1912). મુત્સુહિટોનો જન્મ ક્યોટોમાં ઈ. સ. 1852માં થયો હતો. 1853માં અમેરિકન નૌકાદળના અધિકારી કૉમોડૉર મેથ્યુ પેરીએ પશ્ચિમના દેશો માટે જાપાનનાં દ્વાર ખોલ્યાં; એ પછી જાપાનમાં પશ્ચિમની અસર વધતી ગઈ હતી. ઈ. સ. 1867માં મુત્સુહિટો જાપાનનો સમ્રાટ બન્યો ત્યારે જાપાન એક નબળું અને અવ્યવસ્થિત રાજ્ય…
વધુ વાંચો >મેઇડન ઓવર
મેઇડન ઓવર : ક્રિકેટની મૅચમાં કોઈ ગોલંદાજ પોતાની છ કે આઠ દડાની ઓવરમાં બૅટ્સમૅનને એક પણ રન નોંધાવવાની તક ન આપે તે ઓવર, એક પણ વાઇડ, નો-બૉલ કે લેગ-બાયનો રન પણ ન આપે તેવી લાગલાગટ છ કે આઠ દડાની ઓવરને ‘મેઇડન ઓવર’ (કોરી ઓવર) કહેવામાં આવે છે. 1851માં ઑલ ઇંગ્લૅન્ડ…
વધુ વાંચો >મેઇડ્ઝ (1946)
મેઇડ્ઝ (1946) : ફ્રાન્સના નાટ્યકાર અને આત્મવૃત્તાંતકાર ઝાં જેને(1910–1986)નું મહત્વનું દીર્ઘ નાટક. બીજાં નાટકો તે ‘ડેથવૉચ’, ‘બાલ્કની’, ‘બ્લૅક્સ’ વગેરે. અખબારમાં છપાયેલા એક સમાચારને આધારે લખાયેલા આ નાટકમાં આવી કથા છે : ફૅન્સી શયનખંડમાં એક સુંદર સંસ્કારી સ્ત્રી(માદામ)ને એની નોકરાણી તૈયાર કરી રહી છે. માદામ એને ક્લેરના નામથી બોલાવે છે. માદામ…
વધુ વાંચો >મેઇન (Maine)
મેઇન (Maine) : યુ.એસ.ના ઈશાન કોણમાં આવેલા ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગનાં છ રાજ્યો પૈકીનું સૌથી મોટું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે આશરે 43°થી 47° 30´ ઉ. અ. અને 67°થી 71° પ. રે. વચ્ચેનો 91,646 ચોકિમી. (કિનારાની અંદરના 5,811 ચોકિમી. જળવિસ્તાર સહિત) જેટલો વિસ્તાર આવરી લે છે. આ રાજ્ય ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગના…
વધુ વાંચો >મૅક, અર્ન્સ્ટ
મૅક, અર્ન્સ્ટ (જ. 18 ફેબ્રુઆરી 1838, તૂરાસિન, મેરેવિયા, ચેકોસ્લોવેકિયા; અ. 19 ફેબ્રુઆરી 1916) : ઑસ્ટ્રિયાના ભૌતિકશાસ્ત્રી અને માનસશાસ્ત્રી. તેમણે વિયેના યુનિવર્સિટી(ઑસ્ટ્રિયા)માંથી સ્નાતક સુધીનું શિક્ષણ લીધું હતું. તેમણે વાયુઓ અને હવામાં અત્યંત ઝડપથી ગતિ કરતા પદાર્થોનો અભ્યાસ કર્યો. ક્રમશ: અભ્યાસ બાદ ધ્વનિના વેગના સંદર્ભમાં પદાર્થોના વેગ-માપન માટેની ચોક્કસ પદ્ધતિ વિકસાવી. આ…
વધુ વાંચો >મૅકઆઇવર, રૉબર્ટ મૉરિસન
મૅકઆઇવર, રૉબર્ટ મૉરિસન (જ. 17 એપ્રિલ 1882, સ્ટૉર્નોવે, સ્કૉટલૅન્ડ; અ. 15 જૂન 1970, ન્યૂયૉર્ક, અમેરિકા) : ખ્યાતનામ રાજ્યશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને શિક્ષણવિદ. તેમણે એડિનબરો યુનિવર્સિટીમાં અભ્યાસ કરી ડૉક્ટરેટની પદવી હાંસલ કરી અને એબર્ડિન યુનિવર્સિટીમાં અધ્યાપનકાર્યનો પ્રારંભ કર્યો. 1915માં તેઓ કૅનેડાના ટોરાન્ટો નગર ગયા અને ત્યાં પણ અધ્યાપનકાર્ય ચાલુ રાખ્યું. 1927થી કોલંબિયા…
વધુ વાંચો >મૅકઆર્થર, ડગ્લાસ જનરલ
મૅકઆર્થર, ડગ્લાસ જનરલ (જ. 26 જાન્યુઆરી 1880, લિટલ રૉક, અરકાન્સાસ, અમેરિકા; અ. 5 એપ્રિલ 1964, વૉશિંગ્ટન) : બાહોશ અમેરિકન સેનાપતિ. તેમની વિચક્ષણ અને કાબેલ વ્યૂહરચનાને કારણે બીજા વિશ્વયુદ્ધ(1939–45)માં પૅસિફિક વિસ્તારમાં જાપાનની વિરુદ્ધ લડી રહેલ મિત્ર રાષ્ટ્રોની સેનાઓને વિજય સાંપડ્યો હતો. બીજા વિશ્વયુદ્ધમાં મિત્ર રાષ્ટ્રોના લશ્કરને નેતૃત્વ પૂરું પાડનાર અગ્રિમ હરોળના…
વધુ વાંચો >મૅક આંક
મૅક આંક (Mach Number) : તરલ યાંત્રિકીમાં તાપમાન, દબાણ જેવા પ્રાચલો(parameters)ની સમાન સ્થિતિમાં તરલની મુક્તિધારાના વેગ (ν) અને ધ્વનિના વેગ(c)નો ગુણોત્તર. બીજી રીતે, મૅક આંક એટલે તરલના જડત્વ બળ અને દબનીયતા (compressibility) અથવા સ્થિતિસ્થાપક બળનો ગુણોત્તર. મૅક આંકનું મૂલ્ય 0.3 કરતાં વધે ત્યારે ઘણીખરી તરલ પ્રણાલીઓમાં દબનીયતાની અસર મહત્વની બને…
વધુ વાંચો >મૅકકિન્લી
મૅકકિન્લી : ઉત્તર અમેરિકા ખંડમાં દક્ષિણ-મધ્ય અલાસ્કાની અલાસ્કા હારમાળાના મધ્યભાગમાં આવેલું પર્વતશિખર. ભૌગોલિક સ્થાન : 63° 30´ ઉ. અ. અને 151° 00´ પ. રે. ઉત્તર ધ્રુવવૃત્ત તેની નજીક ઉત્તરમાંથી પસાર થાય છે. અલાસ્કા હારમાળાનું તે સર્વોચ્ચ શિખર છે. તેની ઊંચાઈ 6,194 મીટર જેટલી છે. અકરેજથી ઉત્તર-વાયવ્ય તરફ આ પર્વત તેના…
વધુ વાંચો >મૅકકૉનલ, કિમ
મૅકકૉનલ, કિમ (જ. 1946 ઓક્લહૉમા, યુ.એસ.) : આધુનિક અમેરિકન ચિત્રકાર. સૅન ડિયેગોમાં યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયામાં ચિત્રકલાનો અભ્યાસ કર્યો. અહીં તેમનો ઘનિષ્ઠ પરિચય કલાવિવેચક એમી ગોલ્ડિન તથા ચિત્રકાર મિરિયમ શૅપિરો સાથે થયો, જે તેમની કલાકારકિર્દી માટે નિર્ણાયક બની રહ્યો. પૌરસ્ત્ય ગાલીચા અને વસ્ત્રો પરની ભાતના ગોલ્ડિને કરેલાં બૌદ્ધિક અને આધ્યાત્મિક અર્થઘટનોથી…
વધુ વાંચો >મૅક, કૉની
મૅક, કૉની (જ. 22 ડિસેમ્બર 1862, ઈસ્ટ બ્રુકફીલ્ડ, મૅસેચૂસેટ્સ; અ. 8 ફેબ્રુઆરી 1956, ફિલાડેલ્ફિયા, પેન્સિલવેનિયા) : અમેરિકાના બેઝબૉલ ખેલાડી અને મૅનેજર. 1886થી 1916 દરમિયાન વિવિધ ટીમમાં તે ‘કૅચર’ તરીકે રમ્યા. 1894–96માં પિટ્સબર્ગ ખાતે મૅનેજર તરીકે કારકિર્દીનો આરંભ કર્યો. 1901માં તે ફિલાડેલ્ફિયા ગયા અને ત્યાં 50 વર્ષ રહ્યા. તેમને નામે ચઢેલા…
વધુ વાંચો >મૅકગિલ, રાલ્ફ (એમર્સન)
મૅકગિલ, રાલ્ફ (એમર્સન) (જ. 5 ફેબ્રુઆરી 1898, સૉડી નજીક, ટેનેસી, અમેરિકા; અ. 3 ફેબ્રુઆરી 1969, આટલાન્ટા, જ્યૉર્જિયા) : અમેરિકાના આંદોલનકારી પત્રકાર. આટલાન્ટાના ‘કૉન્સ્ટિટ્યૂશન’ અખબારમાંના તેમના તંત્રીલેખોનો દક્ષિણ અમેરિકાના સામાજિક પરિવર્તનમાં નિર્ણાયક ફાળો રહ્યો. ‘નૂતન દક્ષિણના અંતરાત્મા’ તરીકે તે ઓળખાયા. દક્ષિણનાં રાજ્યો વિશે ઉત્તર તથા પશ્ચિમ અમેરિકામાં યથાર્થ સમજૂતી પ્રગટાવવામાં તેમનું…
વધુ વાંચો >