૧૫.૦૬
મધુબનીથી મધ્યયુગ (ઇતિહાસ)
મધુબની
મધુબની : બિહાર રાજ્યના ઉત્તર ભાગમાં નેપાળની સરહદે આવેલો જિલ્લો તથા તે જ નામ ધરાવતું જિલ્લામથક. ભૌગોલિક સ્થાન : તે આશરે 26° 22´ ઉ. અ. અને 86° 05´ પૂ. રે.ની આજુબાજુનો 3,501 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે નેપાળનો પહાડી પ્રદેશ (જે જિલ્લાની દક્ષિણ સરહદ સુધી વિસ્તરે છે.),…
વધુ વાંચો >મધુબની ચિત્રકલા
મધુબની ચિત્રકલા : બિહારના મુઝફ્ફરપુર, દરભંગા, પૂર્ણિયા અને મધુબની જિલ્લાઓની મહિલાઓની લોક-ચિત્રકલા. આ વિસ્તારની બ્રાહ્મણ અને કાયસ્થ જાતિની સ્ત્રીઓ પરંપરાગત રીતે આ કલાનું સર્જન કરતી આવી છે. ઘરની ભીંતો, માટલાં, સૂપડાં અને મંદિરોના બાહ્ય ભાગ પર આ કલા આવિષ્કાર પામતી રહી છે. ઉત્સવ કે લગ્ન પ્રસંગે તેનું આલેખન કરવામાં આવે…
વધુ વાંચો >મધુબાલા
મધુબાલા (જ. 14 ફેબ્રુઆરી 1933, દિલ્હી; અ. 23 ફેબ્રુઆરી 1969, મુંબઈ) : ભારતીય સિનેજગતનાં ખ્યાતનામ અભિનેત્રી. ભારતીય રજતપટનાં વિનસ ગણાતાં આ અભિનેત્રીના સૌંદર્યની તોલે આજ સુધી કોઈ અભિનેત્રી આવી શકી નથી એવું મનાય છે. મૂળ નામ : મુમતાઝજહાંબેગમ દેહલવી. પિતા : અતાઉલ્લાખાન. અત્યંત ગરીબ પઠાણ પરિવારમાં જન્મ. 11 ભાઈ-બહેનોમાં તેમનું…
વધુ વાંચો >મધુમતી
મધુમતી (1958) : પરભવનાં પ્રેમીઓની પ્રણયકથા નિરૂપતું ગીતસંગીતથી ભરપૂર સફળ ચલચિત્ર. ‘દો બિઘા જમીન’ અને ‘દેવદાસ’ જેવાં ગંભીર ચિત્રોનું દિગ્દર્શન કરનાર બિમલ રૉયે પુનર્જન્મને કેન્દ્રમાં રાખીને બનાવેલા આ ચિત્રને કારણે ટીકાનો ભોગ બનવું પડ્યું. પણ આ પ્રકારના કથાવસ્તુવાળાં ચિત્રોમાં શિરમોર ગણાતું ‘મધુમતી’ તેનાં કર્ણપ્રિય ગીતો, મુખ્ય કલાકારોના પ્રભાવી અભિનય તથા…
વધુ વાંચો >મધુમાલતી
મધુમાલતી : દ્વિદળી વર્ગમાં આવેલા કૉમ્બ્રિટૅસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Quisqualis indica Linn. syn. Q. densiflora Wall. ex Mig. (હિં. રંગૂન કી બેલ; ગુ. મધુમાલતી, બારમાસી વેલ, ઝૂમખા વેલ, લાલ ચમેલી; તે. રંગોની મલ્લે; ત. ઇરંગૂનમલ્લી; અં. રંગૂન ક્રીપર) છે. તે મોટી કાષ્ઠમય ક્ષુપિલ વેલ છે અને ઉષ્ણકટિબંધીય…
વધુ વાંચો >મધુમેહ, મૂત્રપિંડજન્ય
મધુમેહ, મૂત્રપિંડજન્ય (renal glycosuria) : મધુપ્રમેહના રોગની ગેરહાજરીમાં પેશાબમાં ગ્લુકોઝ જવો તે. મૂત્રપિંડ દ્વારા થતા ગ્લુકોઝના ઉત્સર્ગની ઉંબરસીમા (threshold value) નીચી હોય ત્યારે પેશાબમાં તે વહી જાય છે. આ વિકાર યુવાનોમાં જોવા મળે છે અને દેહસૂત્રી (અલિંગસૂત્રી) પ્રચ્છન્ન (autosomal recessive) પ્રકારના વારસાથી તે ઊતરી આવતો હોય છે. તેને મધુપ્રમેહ સાથે…
વધુ વાંચો >મધુરકો
મધુરકો : ખાંડ (સૂક્રોઝ) કરતાં વધુ ગળપણવાળા કુદરતી અથવા સંશ્લેષિત પદાર્થો. મધુરકોના મુખ્યત્વે બે વિભાગ છે : (અ) પોષક (nutritive) મધુરકો તથા (બ) બિનપોષણક્ષમ (non-nutritive) મધુરકો. પોષક મધુરકોમાં શેરડીની ખાંડ, ફળોની શર્કરાઓ, મધ વગેરેનો સમાવેશ થાય છે. બિનપોષણક્ષમ મધુરકોનું ગળપણ ખાંડના મુકાબલે ઘણું વધુ હોવા છતાં તેનું કૅલરી-મૂલ્ય નહિવત્ હોય…
વધુ વાંચો >મધુ રાય
મધુ રાય (જ. 19 જુલાઈ 1942, જામખંભાળિયા, સૌરાષ્ટ્ર) : ગુજરાતી સાહિત્યના એક ઉત્તમ અને વિશિષ્ટ વાર્તાકાર, નવલકથાકાર અને નાટ્યકાર. સુરેશ જોષી પછીના ગુજરાતી કથા-સાહિત્ય અને નાટ્યસાહિત્યમાં સર્જકતાની ઊંચી માત્રા, પ્રયોગોની સફળતા અને ગદ્યની બહુપાર્શ્વિકતા દાખવનાર કોઈ એક સર્જકનું નામ બોલો તો એમ કોઈ કહે તો કોઈ પણ સહૃદય ગુજરાતીને હોઠે…
વધુ વાંચો >મધુરાંતકમ રાજારામ
મધુરાંતકમ રાજારામ (જ. 1930, મોગરાલા, જિ. ચિત્તૂર, આંધ્રપ્રદેશ; અ. 1 એપ્રિલ 1999) : તેલુગુ ભાષાના વાર્તાકાર. તેમને ‘મધુરાંતકમ રાજારામ કથલુ’ નામક વાર્તાસંગ્રહ માટે 1993ના વર્ષનો ભારતીય સાહિત્ય અકાદમીનો ઍવૉર્ડ મળ્યો હતો. તે છેલ્લાં 40 વર્ષથી યથાર્થવાદી કવિતાના અડીખમ ઉપાસક બની રહ્યા હતા; આજે પણ તે તેલુગુ વાચકવર્ગમાં આદરપાત્ર સ્થાન ધરાવે…
વધુ વાંચો >મધુસૂદનદાસ
મધુસૂદનદાસ : રામાનુજ સંપ્રદાયના વૈષ્ણવ કવિ. મૂળ ઇટાવા(જિ. ઇટાવા)ના નિવાસી માથુર ચોબે મધુસૂદનદાસના ‘રામાશ્વમેધ’ નામે એક માત્ર રચના ઉપલબ્ધ થઈ છે જેનાથી એમની ભારે ખ્યાતિ થઈ છે. કોઈ ગોવિંદદાસ નામની વ્યક્તિની પ્રેરણાથી તેમણે ઈ. સ. 1782માં આ ગ્રંથની રચના કરી હતી. આ ગ્રંથ પદ્મપુરાણના પાતાલખંડમાં વર્ણિત રામાશ્વમેઘના કથાનક પર આધારિત…
વધુ વાંચો >મધુસૂદનદાસજી મહારાજ
મધુસૂદનદાસજી મહારાજ (જ. 1902, દુર્ગાડિહ, જિ. શાહબાદ, બંગાળ; અ. 29 ઑગસ્ટ 1994) : ધ્યાનયોગી સંત. પૂર્વાશ્રમનું નામ કાશીનાથ. માતા સંપત્તિદેવી અને પિતા શ્રીરામદહિનજીનું આઠમું સંતાન. અગિયાર વર્ષની ઉંમરે કાશીનાથે ગૃહત્યાગ કર્યો. તેઓ પગપાળા કાશી પહોંચ્યા; પરંતુ ત્યાં એક સાધુ દ્વારા તેઓ ઓળખાઈ જતાં ફરી પાછા પોતાને ઘેર પાછું ફરવું પડ્યું.…
વધુ વાંચો >મધુસૂદન સરસ્વતી
મધુસૂદન સરસ્વતી (સોળમી સદી) : સંસ્કૃત ભાષાના કવિ, આલંકારિક, શાસ્ત્રગ્રંથોના લેખક શાંકર-વેદાંતી સંન્યાસી. તેઓ વિષ્ણુના પરમ ભક્ત હતા. બંગાળના ફરીદપુર જિલ્લામાં આવેલા કોટાલીપાડા નામના ગામના વતની હતા. બંગાળની કનોજિયા ગૌડ બ્રાહ્મણ જ્ઞાતિમાં જન્મેલા અને કાશ્યપ ગોત્રના હતા. તેમના પિતાનું નામ પ્રમોદન પુરંદર અને ભાઈનું નામ યાદવાનંદ હતું. તેમના ભત્રીજાનું નામ…
વધુ વાંચો >મધ્ય અમેરિકા
મધ્ય અમેરિકા : જુઓ અમેરિકા
વધુ વાંચો >મધ્ય આફ્રિકી પ્રજાસત્તાક
મધ્ય આફ્રિકી પ્રજાસત્તાક : આફ્રિકા ખંડની મધ્યમાં આવેલો સ્વતંત્ર દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 2° 00´થી 10° 00´ ઉ. અ. અને 14° 00´થી 25° 00´ પૂ. રે. વચ્ચેનો 6,22,436 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. આ દેશ બધી બાજુએ ભૂમિપ્રદેશોથી ઘેરાયેલો છે. તેની ઉત્તરે ચાડ, પૂર્વે સુદાન, દક્ષિણે ઝાયર…
વધુ વાંચો >મધ્ય એશિયાની કળા
મધ્ય એશિયાની કળા (સ્થાપત્ય, શિલ્પ અને ચિત્રકળા) આજના તુર્કમેનિસ્તાન, ઉઝબેકિસ્તાન, કિર્ગિઝસ્તાન, તાજિકિસ્તાન, દક્ષિણ કઝાખિસ્તાન, હિંદુકુશ પર્વતમાળાની ઉત્તરનું અફઘાનિસ્તાન તથા ચીની તુર્કમેનિસ્તાન (ચીનનો હાલમાં ઝિન્જ્યાન્ગ ઉઈગુર નામે ઓળખાતો પ્રાંત) વિસ્તારોમાં પથરાયેલ મધ્ય એશિયાની કળાઓ પ્રાચીન કાળથી આ પ્રદેશ વિવિધ કળાશૈલીઓનું મિલનસ્થળ રહ્યો છે. પશ્ચિમની ગ્રીક અને રોમન, નૈર્ઋત્યની અરબી અને ઈરાની…
વધુ વાંચો >મધ્યકાલીન દખ્ખણની ચિત્રકલા
મધ્યકાલીન દખ્ખણની ચિત્રકલા : દખ્ખણી જૂથની બિજાપુર, અહમદનગર અને ગોવળકોંડાના ત્રણ મુખ્ય રાજદરબારોમાં પાંગરેલી ચિત્રશૈલીઓ. દખ્ખણી શૈલીઓ મુઘલ ચિત્રકલાની સમકાલીન હતી. એમાં રૂઢ સ્વરૂપો ખરેખર વિજયનગર અને પૂર્વવર્તી શૈલીઓમાંથી અને સંભવતઃ બહમની દરબારનાં ચિત્રોમાંથી રૂપાંતરિત થઈ આવેલાં હોવાનું આ પ્રકારની ‘નુજૂમ-ઉલ્-ઉલૂમ’ની સચિત્ર હસ્તપ્રત પરથી જણાય છે. આમ છતાં સંખ્યાબંધ ચિત્રો…
વધુ વાંચો >મધ્ય જીવયુગ
મધ્ય જીવયુગ (Mesozoic Era) : ભૂસ્તરીય ઇતિહાસના મુખ્ય યુગો પૈકીનો એક. ભૂસ્તરીય કાળ દરમિયાન થયેલી જીવનસ્વરૂપોની ઉત્ક્રાંતિના સંદર્ભમાં ‘મધ્ય જીવયુગ’ શબ્દનું અર્થઘટન કરતાં કહી શકાય કે પ્રથમ જીવયુગ (palaeozoic era) અને તૃતીય જીવયુગનાં જીવનસ્વરૂપોની વચગાળાની કક્ષાનું જીવન આ યુગ દરમિયાન અસ્તિત્વ ધરાવતું હોવાથી આ નામ સાર્થક બની રહે છે. પ્રથમ…
વધુ વાંચો >મધ્યદેશ (વેદમાં)
મધ્યદેશ (વેદમાં) : પ્રાચીન સમયમાં હિમાલયથી વિંધ્યાચલ સુધીનો આર્યાવર્તના પરિપ્રેક્ષ્યમાં અવસ્થિત પ્રદેશ. પ્રાચીન કાળનો મધ્યદેશ એ વર્તમાન કાળના મધ્યપ્રદેશથી સાવ વિભિન્ન છે. પ્રાચીન મધ્યદેશ હિમાલયથી વિંધ્યાચલ સુધી સીમિત આર્યાવર્તના પરિપ્રેક્ષ્યમાં અવસ્થિત હતો, જ્યારે વર્તમાન મધ્યપ્રદેશ કાશ્મીરથી છેક કન્યાકુમારી સુધી વિસ્તૃત સમસ્ત ભારતદેશનો સંદર્ભ ધરાવે છે. વર્તમાન મધ્યપ્રદેશમાં નર્મદા નદીની ઉત્તરે…
વધુ વાંચો >મધ્યપાષાણયુગ
મધ્યપાષાણયુગ (Mesolithic Age) : પ્રાગ્-ઐતિહાસિક માનવસંસ્કૃતિના વિકાસની કક્ષા અને કાળગાળો. પાષાણયુગ અંતર્ગત પુરાપાષાણયુગની પછીનો અને નવપાષાણયુગ પહેલાંનો કાળ. પ્રાગ્-ઐતિહાસિક માનવજીવન અને તેના વિકાસના સંદર્ભમાં તેને પ્લાયસ્ટોસીન કાલખંડ પછીનો સમય ગણવામાં આવે છે. આ સમય દરમિયાન પાષાણ-ટુકડાઓમાંથી ઝીણવટભરી રીતે તત્કાલીન માનવોએ તૈયાર કરેલાં અને ઉપયોગમાં લીધેલાં સાધનો-ઓજારોનો સમાવેશ થાય છે. શિકાર…
વધુ વાંચો >મધ્યપૂર્વ એશિયા
મધ્યપૂર્વ એશિયા : જુઓ પશ્ચિમ એશિયા
વધુ વાંચો >