૧૪.૨૪
ભૂતબલિથી ભૂમિતિ
ભૂતબલિ
ભૂતબલિ : હિંદુ ધર્મશાસ્ત્ર અનુસાર હિંસાના પાપમાંથી છૂટવા નિત્ય કરવાના પાંચ મહાયજ્ઞોમાંનો એક વિધિ. દ્વિજમાત્ર માટે દરરોજ ષટ્કર્મ કરવાં આવશ્યક હોવાનું વિધાન ધર્મશાસ્ત્રમાં કરવામાં આવ્યું છે. स्नानं सन्ध्या जपो होमः स्वाध्यायः पितृतर्पणम् । वैश्वदेवातिथेयश्च षट्कर्माणि दिने दिने ।। આ છ કર્મોમાં વૈશ્વદેવ અને અતિથિસત્કાર દ્વારા વ્યક્તિનો વૈશ્વિક સંબંધ બાંધવામાં આવ્યો…
વધુ વાંચો >ભૂતલરચના
ભૂતલરચના (physiography) : કોઈ એક વિસ્તારની પૃથ્વીની ભૌતિક ભૂગોળ. તે પૃથ્વીના પોપડાની રચના અને વર્તણૂક દર્શાવે છે. તેને સ્થળાકૃતિ (topography) પણ કહે છે. જુદા જુદા પ્રદેશોની પૃથ્વીની સપાટી એકસરખી હોતી નથી અને તે કેટલીક અનિયમિતતાઓ દર્શાવે છે. આવાં સ્થળાકૃતિક પરિબળો ભૌગોલિક પ્રદેશની આબોહવામાં વિભિન્નતાઓ પેદા કરી તેના વનસ્પતિસમૂહ પર અસર…
વધુ વાંચો >ભૂતાપીય અને સમુદ્રતાપીય ઊર્જા
ભૂતાપીય અને સમુદ્રતાપીય ઊર્જા (geothermal & ocean-thermal energy) : પૃથ્વીના ગર્ભમાં અતિ ઊંચા તાપમાનને લીધે સંગ્રહાયેલી ઉષ્મા-ઊર્જા અને સમુદ્રમાં સૂર્યનાં કિરણો પડવાથી સંગ્રહાતી ઉષ્મા-ઊર્જા. ભૂતાપીય ઊર્જા ક્યાંક ક્યાંક કુદરતી રીતે બહાર આવે છે તેમજ તેને ઇજનેરી પ્રયત્નો દ્વારા બહાર લાવીને માનવીના ઉપયોગોમાં લાવી શકાય છે. સમુદ્રતાપીય ઊર્જા પણ ઇજનેરી પ્રયત્નો…
વધુ વાંચો >ભૂતાપીય ઊર્જા
ભૂતાપીય ઊર્જા (geothermal energy) : પૃથ્વીના ઊંડાણમાં રહેલી ઉષ્માશક્તિ. પૃથ્વીના ઊંડાણમાં ઉષ્માશક્તિનો મોટો ભંડાર છે. પૃથ્વીના અંદરના ભાગેથી જેમ ઉપર આવીએ તેમ ઉષ્માશક્તિનું પ્રસરણ (diffusion) થાય છે અને તેનો ફેલાવો થતાં તાપમાન ઘટે છે. તેમ છતાં ઊંડાણે કેન્દ્રમાં તાપમાન વધુ અને મહદ્અંશે એકસરખું રહે છે. આ કારણસર ભૂસ્તરીય ઊર્જા એ…
વધુ વાંચો >ભૂતામ્બિલિકા
ભૂતામ્બિલિકા : જુઓ ઘૂમલી
વધુ વાંચો >ભૂતિયું ફૂદું
ભૂતિયું ફૂદું : તલના પાકને ઉપદ્રવકારક ફૂદાની જાતનો એક કીટક. તે ઍચેરૉન્ટિયા સ્ટિક્સ (Acherontia styx West)ના વૈજ્ઞાનિક નામે ઓળખાય છે. તેનો સમાવેશ રોમપક્ષ (Lepidoptera) શ્રેણીના સ્ફિન્જિડી (Sphingidae) કુળમાં થાય છે. આ ફૂદું મોટું, બિહામણું અને કાળાશપડતા રંગનું હોવાથી તે ભૂતિયા ફૂદા તરીકે ઓળખાય છે. પુખ્ત કીટક કાળાશપડતા રાખોડી રંગનો અને…
વધુ વાંચો >ભૂદાન
ભૂદાન : ગાંધીવાદી માર્ગે, ખેતી હેઠળની જમીનની ન્યાયસંગત પુનર્વહેંચણી કરવા માટેનું વિનોબાજી-પ્રેરિત આંદોલન. આઝાદી પછીના ગાળામાં તેલંગણ(આંધ્રપ્રદેશ)ના સામ્યવાદીઓએ મોટા જમીનદારોની જમીન બળજબરીથી આંચકી ગરીબ ખેડૂતોમાં વહેંચવાની પ્રવૃત્તિ આદરી હતી. તે વેળા શિવરામપલ્લીના સર્વોદય સંમેલનમાંથી પદયાત્રા કરતાં પાછા ફરતાં વિનોબા ભાવે 15મી એપ્રિલ 1951(રામનવમી)ના દિવસે સામ્યવાદી નેતાઓને જેલમાં જઈને મળ્યા અને…
વધુ વાંચો >ભૂપરિવર્તન ભૂસ્તરશાસ્ત્ર
ભૂપરિવર્તન ભૂસ્તરશાસ્ત્ર (dynamical geology) : ભૂસ્તરશાસ્ત્રની શાખા. ભૂસ્તરીય પરિવર્તનોનાં કારણો અને પ્રક્રિયાઓ સાથે સંકળાયેલું વિજ્ઞાન. ભૂગતિવિજ્ઞાન અને ભૂસંચલનવિદ્યાનો સમાનાર્થી શબ્દ. આ શાખા હેઠળ ભૂપૃષ્ઠ-તકતી-સંચલન (plate tectonics), ખંડીય પ્રવહન (continental drift), મહાસાગરીય થાળાંની ઉત્ક્રાંતિ તેમજ વિકાસ, પર્વતનિર્માણક્રિયા, ભૂકંપ, જ્વાળામુખી સમતુલા (isostasy), ભૂસંનતિ (geosyncline), સમુદ્ર-સપાટીના ફેરફારો, દ્વીપચાપ (island arcs), ભૂચુંબકત્વ, સમુદ્રતળવિસ્તરણ (sea…
વધુ વાંચો >ભૂપાત
ભૂપાત (landslides, rockslides) : પહાડી ઢોળાવો પરથી ખડક- જથ્થાની એકાએક સરકી પડવાની ક્રિયા. ભૂપાત પૃથ્વીના પટ પર કોઈ પણ પ્રકારની આબોહવાવાળા કોઈ પણ પ્રદેશમાં થઈ શકે. ભૂપાત એ ભૂપૃષ્ઠરચનાત્મક અને ગતિવિષયાત્મક પ્રક્રિયા છે. કોઈ પણ પ્રકારનો ઘનિષ્ઠ કે છૂટો ખડકજથ્થો, ભૂમિજથ્થો, અવશિષ્ટ જમીનજથ્થો કે નિક્ષેપજથ્થો પહાડી ઢોળાવો (કોઈ પણ ભૂમિભાગ)…
વધુ વાંચો >ભૂપાલ, ગોપેન્દ્ર ત્રિપુરહર
ભૂપાલ, ગોપેન્દ્ર ત્રિપુરહર (ગોપેન્દ્ર તિપ્પ ભૂપાલ) (16મી સદી આશરે) : આચાર્ય વામન પરની ‘કામધેનુ’ નામની ટીકાના લેખક. તેમનાં બંને નામો તેઓ દક્ષિણ ભારતના રહેવાસી હશે એમ સૂચવે છે. દક્ષિણ ભારતના વિજયનગરના રાજ્યમાં શાલ્વ વંશનો અમલ થયેલો. તે શાલ્વ વંશના તેઓ રાજકુમાર અને પછી રાજા હતા. આચાર્ય વામને રચેલા અલંકારશાસ્ત્રના જાણીતા…
વધુ વાંચો >ભૂમિ
ભૂમિ : જુઓ મૃદા
વધુ વાંચો >ભૂમિકા
ભૂમિકા : એક અભિનેત્રીના જીવનમાં ડોકિયું કરાવતું હિંદી ચલચિત્ર. નિર્માણવર્ષ : 1976; અવધિ : 142 મિનિટ. રંગીન ચિત્ર, હિંદી ભાષામાં; નિર્માણ-સંસ્થા : બ્લેઝ ફિલ્મ એન્ટરપ્રાઇઝિઝ; દિગ્દર્શક-સહપટકથાલેખક : શ્યામ બેનેગલ; નિર્માતા : લલિત એમ. બિજલાની, ફ્રેની એમ. વરિયાવા; કથા : હંસા વાડકરની ‘સાંગત્યે એકા’ ઉપર આધારિત; સહપટકથાલેખક : ગિરીશ કર્નાડ; સંવાદ…
વધુ વાંચો >ભૂમિતિ (Geometry)
ભૂમિતિ (Geometry) ગણિતની એક શાખા, જેમાં ભૌમિતિક આકૃતિઓનાં આકાર, કદ અને સ્થિતિનો અભ્યાસ કરવામાં આવે છે. વળી આકાર, ખૂણા અને અંતર એકબીજા સાથે કેવી રીતે સંકળાયેલાં છે તેનો અભ્યાસ પણ કરવામાં આવે છે. geo એટલે ભૂ–પૃથ્વી અને metron એટલે માપન. આ બે શબ્દો પરથી આ શબ્દ બન્યો છે. geometryનો અર્થ…
વધુ વાંચો >