ખંડ ૮
જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય
જૈવિક એકમો
જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…
વધુ વાંચો >જૈવિક ક્રિયાઓનું સુગ્રથન
જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…
વધુ વાંચો >જૈવિક ખવાણ
જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…
વધુ વાંચો >જૈવિક નિયંત્રણ
જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…
વધુ વાંચો >જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક કંપની
જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક બૅંક
જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…
વધુ વાંચો >જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)
જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…
વધુ વાંચો >જૉકી
જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…
વધુ વાંચો >જોગ ધોધ
જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…
વધુ વાંચો >ડિંગલનો ઉપસાગર
ડિંગલનો ઉપસાગર : આયર્લૅન્ડ દેશના કેરી પરગણામાં આવેલો ઉપસાગર. દેશના નૈર્ઋત્યના દરિયાકાંઠે આશરે 52° ઉ. અક્ષાંશવૃત્ત અને 10° પ. રેખાંશવૃત્ત પર આવેલો છે. આયર્લૅન્ડનો આ પહાડી સમુદ્રતટ ભૂતકાળમાં હિમનદીઓના લાંબા સમયના ભારે ધોવાણથી અત્યંત ખાંચાખૂંચીવાળો બનેલો છે અને ઍટલાન્ટિક મહાસાગરના એક ભાગ રૂપે એક ખાંચામાં તેની રચના થઈ છે. ઉપસાગરની…
વધુ વાંચો >ડિંડિગુલ
ડિંડિગુલ : દક્ષિણ ભારતના તમિળનાડુ રાજ્યનું શહેર. તે મદુરાઈ જિલ્લામાં આશરે 10° 11´ ઉ. અક્ષાંશવૃત્ત અને 77° 58´ પૂ. રેખાંશવૃત્ત પર આવેલું છે. ‘ટિન્ટુકલ’ શબ્દ પરથી તેનું નામ ઊતરી આવેલું છે. એનો અર્થ ‘ઉઘાડી કે ખુલ્લી ટેકરી’ થાય છે. આ ટેકરી પર વિજયનગર સામ્રાજ્યના સમયગાળા (1336–1565)માં કિલ્લો બંધાયેલો જેનો ઉપયોગ…
વધુ વાંચો >ડિંભ
ડિંભ (larva) : જીવનચક્ર (life cycle) દરમિયાન અમુક પ્રાણીઓમાં ઉદભવતી એક પ્રકારની અપક્વ અવસ્થા (immature stage). આવાં પ્રાણીઓ સીધી રીતે ઈંડાંમાંથી પક્વાવસ્થા પ્રાપ્ત કરવાને બદલે એક કે વધુ અપક્વ અવસ્થામાંથી પસાર થતાં હોય છે. વિવિધ અવસ્થાઓમાંથી પસાર થતાં પ્રાણીઓના આ પ્રક્રમને રૂપાંતરણ (metamorphosis) કહે છે. રૂપાંતરણ દરમિયાન ડિમ્ભાવસ્થા ઉપરાંત કેટલાંક…
વધુ વાંચો >ડી-એન-એ
ડી-એન-એ (DNA) : આનુવંશિક લાક્ષણિકતા સાથે સંકળાયેલ માહિતીનું વહન કરનાર એક જૈવરાસાયણિક પદાર્થ. સસીમકેંદ્રી (eukaryotic) કોષોમાં આવેલા કેંદ્રમાં તે રંગસૂત્રના અગત્યના ઘટક તરીકે આવેલું છે. વધારામાં તે કણાભસૂત્ર (mitochondrion) અને હરિતકણ (chloroplast) જેવી અંગિકાઓમાં પણ જોવા મળે છે. પૅરામિશિયમ અને ગુલબાસ (four o´clock plant) જેવા સજીવોમાં તેનો સમાવેશ કોષાંતર્ગત (cytoplasmic)…
વધુ વાંચો >ડીઓક્લેશિયન થર્મે, રોમ
ડીઓક્લેશિયન થર્મે, રોમ : રોમન સ્થાપત્યશૈલીમાં લોકોપયોગી સ્થાપત્યનો એક પ્રકાર. થર્મે એટલે સ્નાનાગાર, જેમાં સ્નાન ઉપરાંત અનેક જુદી જુદી સગવડોનો સમાવેશ કરાતો. જેમ કે પુસ્તકાલય, સ્વાસ્થ્યને લગતી જુદી જુદી સગવડો, સભાઓ માટે પ્રાંગણ વગેરે. રોમમાં તેના ઉપલબ્ધ અવશેષો પરથી તે સ્થાપત્યનો ઉત્કૃષ્ટ નમૂનો ગણાયેલ છે. સત્તરમી સદીના સ્થપતિઓએ આનો અભ્યાસ…
વધુ વાંચો >ડીઓગો, લોપ્સ દ સિક્વેરા
ડીઓગો, લોપ્સ દ સિક્વેરા : ગોવાનો પોર્ટુગીઝ વાઇસરૉય – ગવર્નર (1518–1521). તેને લિસ્બનથી ખાસ આદેશ આપવામાં આવ્યો હતો કે તેણે દીવ પર કબજો જમાવી ત્યાં કિલ્લો બાંધવો, કારણ કે દીવ એડન-હોરમઝને ગોવા સુધી સાંકળનાર મહત્વનું સમૃદ્ધ વ્યાપારી કેન્દ્ર હતું. મલિક અયાઝના ગવર્નરપદ હેઠળ 1500થી દીવની સમૃદ્ધિમાં વધારો થયો હતો. મલિક…
વધુ વાંચો >ડીગ
ડીગ : રાજસ્થાનના ભરતપુર જિલ્લાનું વડું વહીવટી મથક તથા પ્રસિદ્ધ ઐતિહાસિક નગર. તે 27° 28´ ઉ. અ. તથા 77° 22´ પૂ. રે. પર આવેલું છે. તેનું પ્રાચીન નામ દીર્ઘ અથવા દીર્ઘપુર હતું. ‘સ્કંદપુરાણ’ તથા ‘ભાગવતમાહાત્મ્ય’ વગેરે ગ્રંથોમાં તેનો ઉલ્લેખ થયો છે. તે ભરતપુરથી 32 કિમી. ઉત્તરે તથા મથુરાથી 35.2 કિમી.…
વધુ વાંચો >ડીઝલ તેલ
ડીઝલ તેલ : ડીઝલ એન્જિન માટે બળતણ તરીકે વપરાતું દહનશીલ પ્રવાહી. સામાન્ય રીતે તે અપરિષ્કૃત તેલ(crude oil)માંથી પેટ્રોલમાં વપરાતા વધુ બાષ્પશીલ ઘટકો દૂર કર્યા બાદ મળતો ખનિજતેલનો અંશ (fraction) છે. પેટ્રોલ કરતાં ડીઝલ તેલ સસ્તું હોય છે, કારણ કે તેના શુદ્ધીકરણ માટે ઓછી પ્રક્રિયાઓ કરવી પડે છે અને તેનો જ્વલનાંક…
વધુ વાંચો >ડીઝલ, રૂડૉલ્ફ
ડીઝલ, રૂડૉલ્ફ (જ. 18 માર્ચ 1858, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1913 ઇંગ્લિશ ચૅનલ) : જર્મન એન્જિનિયર. તેમણે આંતરદહન એન્જિનની શોધ કરી અને તેમના નામ પરથી આંતરદહન એન્જિનનું નામ ડીઝલ એન્જિન પડ્યું છે. ડીઝલ રૂડૉલ્ફ એન્જિનિયર હોવા ઉપરાંત કલાપ્રેમી, ભાષાશાસ્ત્રી અને સમાજશાસ્ત્રી પણ હતા. તેમનાં માતાપિતા જર્મન હતાં. 1870 સુધીનો બાલ્યકાળ…
વધુ વાંચો >ડીડલેકેન્થસ
ડીડલેકેન્થસ : વનસ્પતિના દ્વિદળી વર્ગના એકેન્થેસી કુળની એક પ્રજાતિ. Daedalacanthus roseus T. Anders. syn. Eranthemum roseum R. Br. (હિ. गुलशाम ; મ. दसमूलि; તા. નીલમૂલી) લગભગ 1.8 મીટર ઊંચી ક્ષુપ જાતિ છે. તેનાં પર્ણો સાદાં એકાંતરિક લંબચોરસ ભાલાકાર (lanceolate) હોય છે. ઊબકા આવે તેવી તીવ્ર વાસ ધરાવતાં વાદળી કે ગુલાબી…
વધુ વાંચો >