ખંડ ૮
જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય
જૈવિક એકમો
જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…
વધુ વાંચો >જૈવિક ક્રિયાઓનું સુગ્રથન
જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…
વધુ વાંચો >જૈવિક ખવાણ
જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…
વધુ વાંચો >જૈવિક નિયંત્રણ
જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…
વધુ વાંચો >જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક કંપની
જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક બૅંક
જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…
વધુ વાંચો >જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)
જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…
વધુ વાંચો >જૉકી
જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…
વધુ વાંચો >જોગ ધોધ
જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…
વધુ વાંચો >ટીવાણા, મનજિત
ટીવાણા, મનજિત (જ. 1947, પતિયાળા, પંજાબ) : પંજાબનાં જાણીતાં કવયિત્રી. તેમને તેમના કાવ્યસંગ્રહ ‘ઊણીંદા વર્તમાન’ માટે 1990નો સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો છે. તેમણે અંગ્રેજી અને માનસશાસ્ત્ર સાથે અનુસ્નાતક ઉપાધિ મેળવી છે. તેમણે 1973માં અભિનય અને દિગ્દર્શનમાં ડિપ્લોમા કર્યો હતો. સર્જનાત્મક લેખનની પ્રક્રિયાના વિષય પર મહત્વપૂર્ણ મહાનિબંધ લખીને 1984માં મનોવિજ્ઞાનમાં…
વધુ વાંચો >ટી-વૃષભ તારકવૃંદ
ટી-વૃષભ તારકવૃંદ (T Tauri stars) : તારાઓના વિકાસક્રમની આરંભિક અવસ્થામાં રહેલા અને જેમાં સંકોચન(contraction)ની પ્રક્રિયા હજુ ચાલુ છે એવા અનિયમિત રૂપવિકાર દાખવતા અત્યંત યુવાન વર્ગના તારા. ‘ટી-વૃષભ તારકવૃંદ’ પ્રકારના આ તારકોનું નામ આ તારક વર્ગની વિશિષ્ટતા ધરાવતા સૌથી પ્રથમ વૃષભ તારા-મંડળમાં મળી આવેલા ‘ટી’ નામના તારા પરથી આપવામાં આવેલું છે.…
વધુ વાંચો >ટી. સી. એ. ચક્ર
ટી. સી. એ. ચક્ર : જુઓ, ‘ચયાપચય’
વધુ વાંચો >ટીંટોઈ
ટીંટોઈ : અરવલ્લી જિલ્લામાં મોડાસાની ઉત્તરે શામળાજીના રસ્તે ઈશાન ખૂણા પર આવેલું મહત્વનું પ્રાચીન સ્થાન. ભૌગોલિક સ્થાન : 23° 26´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.. થોડાં વર્ષો પહેલાં ખોદકામ દરમિયાન ત્યાં મંદિરના અવશેષો – મહાવીરસ્વામીની મૂર્તિ વગેરે – મળી આવ્યા હતા, જે મોડાસા કૉલેજ મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે.…
વધુ વાંચો >ટીંડોરીના રોગો
ટીંડોરીના રોગો : વેલાવાળી શાકભાજી વર્ગની એક વનસ્પતિ ટીંડોરીને થતા રોગો. તેમાં ભૂકી છારો, પાનનાં સરકોસ્પોરાનાં ટપકાં અને અલટરનેરિયાનાં ટપકાંનો રોગ થાય છે. ભૂકી છારો : આ રોગ સ્ફિરોથિકા ફ્યુલીજિનિયા અને ઇરિસાયફી સિકોરેસિયેરમ નામની ફૂગ દ્વારા થાય છે. તે પાન પર આક્રમણ કરી શરૂઆતમાં પાન પર પીળાં ધાબાં કરે છે…
વધુ વાંચો >ટીંડોરીની ફૂદી
ટીંડોરીની ફૂદી : ઇયળ-અવસ્થા દરમિયાન ટીંડોરી, પરવળ, કારેલાં, કાકડી, દૂધી અને બીજાં કુકરબીટેસી કુળના વેલાવાળાં શાકભાજીના પાકમાં નુકસાન કરતી ફૂદી. Diaphenia indica એવું શાસ્ત્રીય નામ ધરાવતી આ ફૂદીનો સમાવેશ શ્રેણી રોમપક્ષ (Lepidoptera)ના pyrellididae કુળમાં કરવામાં આવે છે. આ ફૂદીની પાંખો દૂધિયા સફેદ રંગની અને પાંખોની કિનારી આછા તપખીરિયા રંગની હોય…
વધુ વાંચો >ટીંબરવા
ટીંબરવા : વડોદરા જિલ્લાનું પ્રાગૈતિહાસિક અવશેષો ધરાવતું ગામ. તે તાલુકામથક સિનોરથી 15 કિમી. દૂર આવેલું છે. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના પુરાતતત્વ-વિભાગે આ ગામ નજીકના સ્થળનું ઉત્ખનન કરેલ છે. આ સ્થળેથી ઈ. સ. પૂ. 500 આસપાસના સમયના ઉત્તર ભારતની ગંગાની ખીણના પંજાબથી બંગાળ અને ઉત્તર મહારાષ્ટ્ર સુધીના વિસ્તારમાંથી કાળાં કે પોલાદ…
વધુ વાંચો >ટુ કિલ અ મૉકિંગ બર્ડ
ટુ કિલ અ મૉકિંગ બર્ડ (1962) : હૉલિવૂડનાં નોંધપાત્ર ચલચિત્રોમાંનું એક. કલાકારો : ગ્રેગરી પેક, મેરી બેડહન, ફિલિપ ઑલ્ફર્ડ, બ્રોક પીટર્સ. અવધિ : 129 મિનિટ. હાર્પર લીની નવલકથા પરથી હૉર્ટન ફૂટે તેની પટકથા લખી હતી. તેને દિગ્દર્શક રૉબર્ટ મલિગને આકર્ષક રૂપેરી દેહ આપ્યો. કથાનક : અલાબામાના એક ધારાશાસ્ત્રીને માથે મા…
વધુ વાંચો >ટુચકો
ટુચકો : ર્દષ્ટાંત તરીકે આપવામાં આવતી ટૂંકામાં ટૂંકી વાર્તા. એમાં કોઈ પણ એક જ પ્રસંગ નિરૂપાતો હોય છે. ‘પંચતંત્ર’, ‘હિતોપદેશ’, ‘ઇસપનીતિની વાતો’, ‘ભોજ અને કાલિદાસ’, ‘બીરબલ અને અકબર’ કે ‘લવો અને બાદશાહ’ જેવા સાદા કે રમૂજી ટુચકા ખૂબ જાણીતા છે. ટુચકાના બીજ તરીકે માત્ર મુદ્દા આપવામાં આવે છે. ર્દષ્ટાંત :…
વધુ વાંચો >ટુડુ, જમુના
ટુડુ, જમુના (જ. 19 ડિસેમ્બર 1980 રાયરંગપુર, મયુરભંજ, ઓડિશા) : લેડી ટારઝન તરીકે જાણીતા પર્યાવરણીય કાર્યકર્તા. પિતા બગરાઈ મુર્મુ અને માતા બોબીશ્રી મુર્મુ. જીવનસાથી માનસિંહ ટુડુ. 1998માં લગ્ન પછી જમુનાએ એક દિવસ જોયું કે ગામ પાસેના જંગલમાં જંગલ માફિયાઓ આડેધડ વૃક્ષો કાપી રહ્યા હતા. જંગલની હાલત જોઈને જમુનાએ વૃક્ષોને બચાવવાનું નક્કી…
વધુ વાંચો >