ખંડ ૮
જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય
જૈવિક એકમો
જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…
વધુ વાંચો >જૈવિક ક્રિયાઓનું સુગ્રથન
જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…
વધુ વાંચો >જૈવિક ખવાણ
જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…
વધુ વાંચો >જૈવિક નિયંત્રણ
જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…
વધુ વાંચો >જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક કંપની
જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક બૅંક
જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…
વધુ વાંચો >જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)
જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…
વધુ વાંચો >જૉકી
જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…
વધુ વાંચો >જોગ ધોધ
જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…
વધુ વાંચો >તિરાને
તિરાને : યુરોપના અગ્નિખૂણામાં આવેલ આલ્બેનિયા પ્રજાસત્તાક દેશની રાજધાની. એડ્રીઆટિક સમુદ્રથી પૂર્વમાં 32 કિમી. દૂર કિનારાના મેદાનમાં તે પથરાયેલ છે. મૂળ તે ફળદ્રૂપ મેદાનની દક્ષિણે ચૂનાના ખડકોની હારમાળાની તળેટીમાંનો જંગલવિસ્તાર હતો. વસ્તી આશરે 6,21,000 (2020) છે. ઓટોમન સેનાપતિ બર્કીન્ઝાદેશ સુલેમાન પાશાએ 1600માં તેની સ્થાપના કરી હતી. 1946માં રશિયાની અસર હેઠળ…
વધુ વાંચો >તિરિવારુર
તિરિવારુર : તમિળનાડુ રાજ્યના તાંજાવુર જિલ્લામાં આવેલું શૈવ સંપ્રદાયનું તીર્થક્ષેત્ર. તે તાંજાવુરની પૂર્વે આશરે 35 કિમી.ના અંતરે 8°.30´ ઉ. અ. અને 79°.55´ પૂ. રે. પર છે. તેની ઉત્તરમાં પુદુચેરી (પૉન્ડિચેરી), પશ્ચિમમાં તાંજાવુર તથા દક્ષિણમાં નાગપટ્ટનમ્ નગરો આવેલાં છે. ત્યાંનું શિવપાર્વતીનું મંદિર ખૂબ જાણીતું છે. ત્યાં શિવ ત્યાગરાજ તથા પાર્વતી નીલોત્પલાંબિકા…
વધુ વાંચો >તિરુઅરુપ્પા
તિરુઅરુપ્પા (ઓગણીસમી શતાબ્દી) : તમિળ કવિ રામલિંગસ્વામીએ રચેલાં ભક્તિપ્રધાન પદોનો સંગ્રહ. રામલિંગસ્વામી તમિળનાડુના લોકપ્રિય શૈવમાર્ગી સંત હતા. શિવ અને સુબ્રહ્મણ્યસ્વામી (કાર્તિક) પ્રત્યે પારાવાર ભક્તિ હોવા છતાં, અન્ય સંપ્રદાયો પ્રત્યે તેમને ખૂબ આદર હતો. તેમણે લોકોમાં બધા ધર્મો અને સંપ્રદાયો તરફ સમભાવ કેળવી અને એ ભાવના પર આધારિત ‘સમરસ શુદ્ધ સન્માર્ગમ્’…
વધુ વાંચો >તિરુક્કુરળ
તિરુક્કુરળ (ઈ. સ.ની પહેલી સદી) : પ્રાચીન તમિળ સાહિત્યનો શ્રેષ્ઠ ગણાતો ગ્રંથ. એમ મનાય છે કે એની રચના ઈસુની પ્રથમ શતાબ્દીમાં થઈ હશે પણ એની પ્રશસ્તિ બીજી સદીથી થવા લાગી. એના રચયિતા મહાન મનીષી તિરુવળુવર હતા. ‘તિરુક્કુરળ’ શબ્દમાં ‘તિરુ’ શ્રીના જેવો આદરસૂચક શબ્દ છે અને ‘કુરળ’ દોઢ પંક્તિના તમિળ છંદનું…
વધુ વાંચો >તિરુચિરાપલ્લી
તિરુચિરાપલ્લી : ભારતના તમિળનાડુ રાજ્યનો જિલ્લો અને જિલ્લામથક. ‘ત્રિચિનાપલ્લી’ નામથી પણ તે ઓળખાય છે. આશરે 4511 ચોકિમી. ક્ષેત્રફળ ધરાવતા આ જિલ્લાની ઉત્તરમાં પેરામ્બુર, ઈશાને આરિયાલુર, પશ્ચિમમાં કરુર; પૂર્વમાં થાન્જાવુર અને પુડુકોટ્ટાઈ અને દક્ષિણમાં મદુરાઈ જિલ્લાઓની સીમાઓ આવેલી છે. તેના લગભગ મધ્ય ભાગમાં થઈને કાવેરી નદી પશ્ચિમથી પૂર્વ દિશામાં વહે છે,…
વધુ વાંચો >તિરુનેલવેલી
તિરુનેલવેલી (તિનેવેલ્લી) : તમિળનાડુ રાજ્યનો જિલ્લો અને તે જ નામ ધરાવતું જિલ્લાનું વહીવટી મથક. જિલ્લાનો કુલ વિસ્તાર 6810 ચોકિમી. તથા વસ્તી 30,72,880 (2011) છે. તિરુનેલવેલી નગર 8.44 ઉ. અ. અને 77.42 પૂ. રે. પર આવેલું છે. તે તામ્રપર્ણી નદીના પશ્ચિમ કાંઠા પર પાલન કોટ્ટાઈક્વિલોન રેલમાર્ગ પર શેન કોટ્ટા ખીણની અગ્નિ…
વધુ વાંચો >તિરુપતિ
તિરુપતિ : દક્ષિણ ભારતનું વિશ્વવિખ્યાત યાત્રાધામ. આંધ્રપ્રદેશ રાજ્યના દક્ષિણ ભાગમાં ચિત્તુર જિલ્લામાં તે આવેલું છે. તિરુપતિનગરથી 18 કિમી. અને રેનીગુંટા સ્ટેશનથી 28 કિમી.ના અંતરે આવેલું છે. ભૌગોલિક સ્થાન : 13° 39´ ઉ. અ. અને 79° 25´ પૂ.રે.. તિરુમાલા પર્વતમાળા વચ્ચે સમુદ્રની સપાટીથી આશરે 854 મી. ઊંચાઈએ તિરુપતિ બાલાજીનું મંદિર આવેલું…
વધુ વાંચો >તિરુપતિ વેંકટકવલુ
તિરુપતિ વેંકટકવલુ : સંયુક્તપણે કાવ્યસર્જન કરવા માટે બે તેલુગુ કવિઓએ અપનાવેલું ઉપનામ. ચેળ્ળ પિળ્ળ વેંકટશાસ્ત્રી (1871–1919) તથા દિવાકલી તિરુપતિ વેંકટશાસ્ત્રી(1870–1950)એ સંયુક્ત રીતે ‘તિરુપતિ વેંકટકવલુ’ નામથી કાવ્યરચનાઓ કરેલી. સંયુક્ત નામથી કવિતા રચવાનો તેલુગુ સાહિત્યમાં આ અનન્ય પ્રસંગ હતો. એમની કવિતાથી તેલુગુ કાવ્યસાહિત્યમાં નવી ચેતના આવી. એ બંનેએ તે સમયના સુપ્રસિદ્ધ વિદ્વાન,…
વધુ વાંચો >તિરુમલ રામચંદ્ર
તિરુમલ રામચંદ્ર (જ. 1913, અનંતપુર, આંધ્રપ્રદેશ; અ. 1997) : તેલુગુ લેખક અને અનુવાદક. તેમને તેમની પુરસ્કૃત કૃતિ ‘હમ્પી નુંચી હડપ્પા દાકા’ માટે 2001ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમણે બી.એ.ની ડિગ્રી પ્રાપ્ત કર્યા બાદ ‘વિદ્વાન’, ‘હિંદી પ્રભાકર’ અને ‘આયુર્વેદ ભૂષણ’ની ડિગ્રીઓ પ્રાપ્ત કરી હતી. તેઓ તેલુગુ ઉપરાંત…
વધુ વાંચો >તિરુમલાયે
તિરુમલાયે (સત્તરમી શતાબ્દી) : મધ્યકાલીન કન્નડ કાવ્યસાહિત્યમાં વૈષ્ણવ યુગ શરૂ કરનાર કવિ. તિરુમલાયેએ વિષ્ણુ-ભક્તિનાં પદો રચ્યાં, જેમાં ભાવ અને નિરૂપણરીતિનું એટલું વૈવિધ્ય છે કે વૈષ્ણવ ન હોય તે પણ એમનાં પદોથી પ્રભાવિત બની જાય. એમણે રામ તેમજ કૃષ્ણ-ભક્તિનાં ગીતો રચ્યાં છે. તે ભાવવિભોર બનીને ગાતા. એ કાવ્યોથી જ એમણે કર્ણાટકમાં…
વધુ વાંચો >