ખંડ ૮
જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય
જૈવિક એકમો
જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…
વધુ વાંચો >જૈવિક ક્રિયાઓનું સુગ્રથન
જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…
વધુ વાંચો >જૈવિક ખવાણ
જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…
વધુ વાંચો >જૈવિક નિયંત્રણ
જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…
વધુ વાંચો >જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક કંપની
જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક બૅંક
જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…
વધુ વાંચો >જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)
જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…
વધુ વાંચો >જૉકી
જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…
વધુ વાંચો >જોગ ધોધ
જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…
વધુ વાંચો >તામ્રપર્ણી
તામ્રપર્ણી : શ્રીલંકાનું પ્રાચીન નગર અને પ્રદેશ. શ્રીલંકાના दीपवंस તથા महावंसમાં નિરૂપિત અનુશ્રુતિ અનુસાર સિંહપુરના રાજા સિંહબાહુએ દેશવટો દીધેલો રાજપુત્ર વિજય વહાણમાં સાથીદારો સાથે, ભગવાન બુદ્ધ પરિનિર્વાણ પામ્યા તે દિવસે, લંકાદ્વીપમાં (શ્રીલંકામાં) તામ્રપર્ણા પ્રદેશમાં ઊતર્યો, ત્યાં તેણે તામ્રપર્ણા નામે નગર વસાવ્યું. સિંહલી વસાહત સ્થાપીને પોતાનો રાજવંશ પ્રવર્તાવ્યો. કહે છે કે…
વધુ વાંચો >તામ્રલિપ્તિ
તામ્રલિપ્તિ : પૂર્વ ભારતમાં ગંગા નદીના મુખ પાસે આવેલું પ્રાચીન અગ્રગણ્ય વાણિજ્યિક કેન્દ્ર તથા દરિયાઈ બંદર. હાલ એ પશ્ચિમ બંગાળના મિદનાપુર જિલ્લામાં રૂપનારાયણ નદીના પશ્ચિમ તટ પર આવેલ તામલુક નામે ગામ રૂપે જળવાઈ રહ્યું છે; પરંતુ સમય જતાં દરિયો ત્યાંથી દક્ષિણે દૂર ખસી ગયો છે. નગરના નામ પરથી તેની આસપાસનું…
વધુ વાંચો >તામ્હણે, નરેન્દ્ર શંકર
તામ્હણે, નરેન્દ્ર શંકર (જ. 4 ઑગસ્ટ 1931, મુંબઈ; અ. 19 માર્ચ 2002, મુંબઈ) : ભારતના ટેસ્ટ વિકેટકીપર અને બૅટ્સમૅન. મૂળ નામ નારાયણ, પરંતુ ક્રિકેટના વર્તુળમાં નરેન્દ્ર નામ પ્રચલિત બન્યું. એક પણ રણજી ટ્રૉફી મૅચ ખેલ્યા સિવાય ટેસ્ટ મૅચ ખેલવાની ભારતીય ક્રિકેટમાં સર્વપ્રથમ સિદ્ધિ ધરાવતા નરેન્દ્ર તામ્હણેએ એમના ક્રિકેટ-જીવનની શરૂઆત ગોલંદાજ …
વધુ વાંચો >તાયુમાનવર
તાયુમાનવર : દસમી શતાબ્દીના તમિળ સંતકવિ. એમણે રહસ્યવાદી કાવ્યો રચ્યાં છે. તાયુમાનવર ભગવાન શિવનું નામ છે. શિવની કૃપાને લીધે પુત્રજન્મ થયો હોવાને કારણે શિવભક્ત માતાપિતાએ એમનું નામ તાયુમાનવર શિવ રાખ્યું હતું. બાળપણથી જ એમનામાં વૈરાગ્યની ભાવના હતી. તાયુમાનવરની ઇચ્છા ન હોવા છતાં માતાપિતાના અતિઆગ્રહને કારણે અને એમને નારાજ ન કરવા…
વધુ વાંચો >તારક-માપદંડ
તારક-માપદંડ (steller gauge) : તારાની તેજસ્વિતા લઘુગણકીય માપક્રમ (logarithmic scale) ઉપર નક્કી કરીને તારાના વર્ણપટની વિગતોને આધારે, દૂરના આકાશીય પદાર્થોનાં ચોક્કસ અંતર જાણવાની પદ્ધતિ. તારા અને તારાવિશ્વો(galaxy)નાં અંતર નક્કી કરવા માટે નીચેની મૂળભૂત પદ્ધતિઓનો ઉપયોગ કરવામાં આવે છે. (1) ત્રિકોણમિતીય વિસ્થાપનાભાસ (trigonometric parallax) : આ રાશિનું ભૂમિતીય રીતે સીધેસીધું માપન…
વધુ વાંચો >તારકવૃંદ
તારકવૃંદ (steller association) : નોંધપાત્ર વિસ્તારમાં છૂટાછવાયા આવેલ વ્યક્તિગત તારાઓનાં લક્ષણ તથા તેમની ગતિની જાણકારીને આધારે નિર્માણ થતું તારાઓનું જૂથ. આમ સમાન લક્ષણો અને સમાન ગતિવાળા તારાઓનું વૃંદ રચાય છે. સૌપ્રથમ 1920માં જોવા મળ્યું હતું કે યુવાન, ઉષ્ણ અને વાદળી તારાઓ એકસાથે જોવા મળે છે. આ તારાઓને (O) અને B…
વધુ વાંચો >તારકુન્ડે, વિઠ્ઠલ મહાદેવ
તારકુન્ડે, વિઠ્ઠલ મહાદેવ (જ. 3 જુલાઈ 1909, સાસવડ, મહારાષ્ટ્ર; અ. 23 માર્ચ 2004, દિલ્હી) : ભારતના એક સમર્થ ન્યાયમૂર્તિ અને કર્મઠ માનવવાદી બૌદ્ધિક. તેજસ્વી શૈક્ષણિક કારકિર્દી સાથે તેમણે લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં ઉચ્ચ અભ્યાસ કર્યો અને ત્યાં જ કાયદાનો અભ્યાસ કરી બૅરિસ્ટર થયા. સ્વદેશ પરત આવ્યા અને ઇન્ડિયન નૅશનલ કૉંગ્રેસમાં…
વધુ વાંચો >તારકો
તારકો (stars) : અવકાશમાં સ્વ-ગુરુત્વને લીધે જકડાઈ રહેલા વાયુના તાપોદ્દીપ્ત જંગી ગોળા. દૂર અને અતિદૂર આવેલા અબજો તારા હકીકતે મહાકાય પિંડ છે પણ પૃથ્વી ઉપરથી જોતાં પ્રકાશના માત્ર બિંદુ જેવડા દેખાય છે. દૂરબીન વડે પણ તે બિંદુવત્ લાગે છે. અવકાશમાં આશરે 200 પરાર્ધ (= 2 × 1020) તારક હોવાનો અંદાજ…
વધુ વાંચો >તારતમ્ય
તારતમ્ય : પ્રસિદ્ધ ગુજરાતી વિવેચક અનંતરાય મ. રાવળનો વિવેચનસંગ્રહ. પ્રકાશનવર્ષ 1971. આ સંગ્રહને દિલ્હીની કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1974નો પુરસ્કાર પણ મળ્યો છે. આ સંગ્રહમાં ત્રણ અભ્યાસલેખો, પ્રવેશકો અને અન્ય નાનામોટા લેખો પણ છે. ગુજરાતી સાહિત્ય પરિષદના વિવેચનવિભાગના પ્રમુખપદેથી અપાયેલું વ્યાખ્યાન ‘નિત્યનૂતન સારસ્વત યજ્ઞ’ પણ અહીં ગ્રંથસ્થ કરેલું છે. તેમાં સાહિત્યસ્વરૂપોનો…
વધુ વાંચો >