ખંડ ૮
જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય
જોશી, ઉમાશંકર જેઠાલાલ
જોશી, ઉમાશંકર જેઠાલાલ (‘વાસુકિ’, ‘શ્રવણ’) (જ. 21 જુલાઈ 1911, બામણા, ઈડર; અ. 19 ડિસેમ્બર 1988, મુંબઈ) : અગ્રગણ્ય ગુર્જર-ભારતીય કવિ. સમર્થ એકાંકીકાર તથા વાર્તાકાર, નિબંધકાર અને વિવેચક. ઉત્કૃષ્ટ ગુજરાતી ગદ્યકાર. મૂળ લુસડિયાના પણ બામણા ગામ(ઉત્તર ગુજરાત)માં આવી રહેલા જેઠાલાલ કમળજી જોશી ‘ડુંગરાવાળા’ તથા નવલબહેન ભાઈશંકર ઠાકરનાં 9 સંતાનો (7 ભાઈઓ…
વધુ વાંચો >જોશી, એસ. ડી.
જોશી, એસ. ડી. (જ. 15 ઑગસ્ટ 1926, રત્નાગિરિ) : સંસ્કૃતના વિદ્વાન. પૂરું નામ શિવરામ દત્તાત્રેય જોશી. પંડિતો પાસે વ્યાકરણનો અભ્યાસ કરી, પુણે યુનિવર્સિટીમાંથી બી.એ. (1955) થઈ હાર્વર્ડ યુનિવર્સિટીમાં એ.એમ. (= એમ.એ.) કરી (1957) ત્યાં જ પ્રો. ઇંગાલ્સના માર્ગદર્શનમાં પીએચ.ડી.ની પદવી મેળવી (1960). 1964માં પુણે યુનિવર્સિટીના સેન્ટર ઑવ્ ઍડવાન્સ્ડ સ્ટડી ઇન…
વધુ વાંચો >જોશી, કલ્યાણરાય
જોશી, કલ્યાણરાય (જ. 12 જુલાઈ 1885; અ. 19 જુલાઈ 1976) : વિજ્ઞાનવિષયક તથા ચરિત્રગ્રંથોના લેખક અને ઓખામંડળની સંસ્કૃતિના અભ્યાસી. પિતા નથુભાઈ ઓધવજી અને માતા દિવાળીબહેન. પ્રાથમિક શિક્ષણ બેટ દ્વારકામાં લીધેલું. માધ્યમિક શિક્ષણ દ્વારકા અને મુંબઈમાં. 1904માં મૅટ્રિકની પરીક્ષામાં વિજ્ઞાનમાં ઉલ્લેખનીય ગુણ સાથે ઉત્તીર્ણ થયા અને ઉત્તમરામ સ્મારક શિષ્યવૃત્તિ મેળવી. એલ્ફિન્સ્ટન…
વધુ વાંચો >જોશી, ગજાનનરાવ
જોશી, ગજાનનરાવ (જ. 30 જાન્યુઆરી 1911, મુંબઈ; અ. 28 જૂન 1987, મુંબઈ) : ઉત્તર હિંદુસ્તાની સંગીતના ગાયક તથા વાયોલિનવાદક. ગાયન અને વાદન બંને ક્ષેત્રમાં સરખું પ્રભુત્વ પ્રાપ્ત કરનાર વિચક્ષણ કલાકાર છે. જન્મ પ્રતિષ્ઠિત સંગીત પરિવારમાં. તેમના પિતા અનંત મનોહર જોશી એ સમયના લોકપ્રિય ગાયક હતા. સંગીતની પ્રારંભિક તાલીમ 4 વર્ષ…
વધુ વાંચો >જોશી, જગદીશ
જોશી, જગદીશ (જ. 9 ઑક્ટોબર 1932, મુંબઈ; અ. 21 સપ્ટેમ્બર 1978) : મુખ્યત્વે કવિ. અનુવાદો અને સંપાદનો પણ કર્યાં. જન્મ, ઉછેર, ભણતર અને વ્યવસાય બધું મુંબઈમાં. ગુજરાતી-સંસ્કૃત વિષયો સાથે સેન્ટ ઝેવિયર્સ કૉલેજ મુંબઈમાંથી 1953માં બી.એ. થયા. 1955માં શિક્ષણશાસ્ત્રમાં એમ.ડી.ની ઉપાધિ સ્ટૅનફર્ડ યુનિવર્સિટી, અમેરિકામાંથી મેળવી. મુંબઈની બજારગેટ હાઈસ્કૂલમાં 1957થી મરણપર્યંત આચાર્ય…
વધુ વાંચો >જોશી, દમયંતી
જોશી, દમયંતી (જ. 5 સપ્ટેમ્બર 1930, મુંબઈ અ. 19 સપ્ટેમ્બર 2004) : કથકલી તથા ભરતનાટ્યમના નૃત્યાંગના. માતા વત્સલા અને પિતા રામચંદ્ર ડી. જોશીનું એકમાત્ર સંતાન. સાધારણ સ્થિતિના મરાઠી કુટુંબમાં જન્મ છતાં બાળપણથી જ નૃત્ય વિશે અભિરુચિ હતી. આથી માત્ર 4 વર્ષની ઉંમરમાં લેડી લીલા સોખીનું ધ્યાન આકર્ષિત કર્યું. તેમણે દમયંતીની…
વધુ વાંચો >જોશી, પુરણચંદ્ર
જોશી, પુરણચંદ્ર (જ. 14 ફેબ્રુઆરી 1907, અલ્મોડા અ. 9 નવેમ્બર 1960 દિલ્હી) : સુપ્રસિદ્ધ સામ્યવાદી નેતા, ભારતીય સામ્યવાદી પક્ષના પ્રથમ મહામંત્રી, અગ્રણી પત્રકાર તથા સંગઠક. તેમનો જન્મ ઉત્તર પ્રદેશના અલ્મોડા નગરમાં શ્રીમંત જમીનદાર પરિવારમાં થયેલો. તેમના પિતા હરનંદન જોશી સરકારી શાળામાં શિક્ષક હતા અને પછીથી તે એક જિલ્લા શાળાના હેડમાસ્તર…
વધુ વાંચો >જોશી, પ્રબોધ
જોશી, પ્રબોધ (જ. 1926; અ. 1991) : એકાંકીકાર અને નાટ્યકાર. અમદાવાદમાં ‘રંગમંડળ’ તથા ગુજરાત કૉલેજની નાટ્યરજૂઆતોમાં પ્રકાશ આયોજન અને સન્નિવેશની રચના કરી નાટ્યક્ષેત્રે પ્રવેશ કર્યો. નાનાલાલના ‘જયા–જયંત’ અને મુનશીના ‘છીએ તે જ ઠીક’ની રજૂઆત સાથે તે સંકળાયેલા હતા. 1953માં મુંબઈ ઇન્ટર-કૉલેજિયેટ એકાંકી સ્પર્ધામાં ‘માફ કરજો, આ નાટક નહિ થાય’ લખ્યું…
વધુ વાંચો >જોશી, પ્રવીણ
જોશી, પ્રવીણ (જ. 1 જાન્યુઆરી 1936, પાટણ; અ. 19 જાન્યુઆરી 1979, મુંબઈ) : સાઠ અને સિત્તેરના દાયકામાં આગવી અભિનયશૈલી તથા કુશળ દિગ્દર્શનકલા દાખવનાર નાટ્યકલાકાર. મુંબઈની મૉડર્ન સ્કૂલમાં અભ્યાસ કરતાં કરતાં નાટ્ય તરફ અભિરુચિ કેળવવા માંડી અને કવિ પ્રહલાદ પારેખના પ્રોત્સાહનથી નાટ્યની કેડીએ પગરણ માંડ્યાં. બાળકો માટે ‘આકાશવાણી’ પરથી પ્રસારિત થતા…
વધુ વાંચો >જોશી, ભીમસેન
જોશી, ભીમસેન (જ. 4 ફેબ્રુઆરી 1922, ગદગ, કર્ણાટક; અ. 24 જાન્યુઆરી 2011 પુણે મહારાષ્ટ્ર) : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતના કલાકાર. પિતા શિક્ષક હતા. બાળપણથી જ અત્યંત જિદ્દી પ્રકૃતિ. જે કંઈ ઇચ્છતા તે પ્રાપ્ત કરીને જ રહેતા. આ ગુણ સંગીતસાધનામાં ખૂબ મદદરૂપ નીવડ્યો. પિતાજી સુંદર કીર્તન કરતા હતા. તેથી ગળથૂથીમાં જ…
વધુ વાંચો >જૈવિક એકમો
જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…
વધુ વાંચો >જૈવિક ક્રિયાઓનું સુગ્રથન
જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…
વધુ વાંચો >જૈવિક ખવાણ
જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…
વધુ વાંચો >જૈવિક નિયંત્રણ
જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…
વધુ વાંચો >જૈવિક યુદ્ધ
જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક કંપની
જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…
વધુ વાંચો >જૉઇન્ટ સ્ટૉક બૅંક
જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…
વધુ વાંચો >જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)
જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…
વધુ વાંચો >જૉકી
જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…
વધુ વાંચો >જોગ ધોધ
જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…
વધુ વાંચો >