ખંડ ૮

જૈવિક એકમોથી તેલ ઉદ્યોગ-ખાદ્ય

જૉર્ડન

જૉર્ડન : અરબી દ્વીપકલ્પના વાયવ્ય કિનારા પર હાશેમી વંશના રાજ્યકર્તાઓની હકૂમત હેઠળનો અરબ દેશ. ભૌગોલિક સ્થાન  31° ઉ. અ. અને 36° પૂ. રે.. મહંમદ પયગંબરના દાદા હાશેમના વંશના નામ પરથી તે હાશેમી રાજ્ય તરીકે ઓળખાય છે. મધ્યપૂર્વ વિસ્તારમાં વચ્ચોવચ આવેલો આ દેશ જૉર્ડન નદીના પૂર્વ તથા પશ્ચિમ કિનારા પર વસેલો…

વધુ વાંચો >

જોર્વે

જોર્વે : મહારાષ્ટ્રમાં અહમદનગર જિલ્લામાં સંગમનેરથી 8 કિમી. દૂર પ્રવરા નદીના કાંઠે આવેલું તામ્રપાષાણ-યુગના અવશેષોવાળું સ્થળ. તે અનુહડપ્પીય સંસ્કૃતિના અંકોડા મેળવવા માટે ઉપયોગી છે. અગિયારમી સદીના કેટલાક શિલાલેખોમાં તેનું ‘જઉર’ ગામ એવું નામ મળે છે. 1950-51માં ખોદકામ કરતાં તાંબાના કાટખૂણાઓ, ચોરસ ચપટી કુહાડી, ગોળ પથ્થરોને ફોડીને બનાવેલાં નાનાં સેંકડો હથિયારો,…

વધુ વાંચો >

જૉલિયો-ક્યૂરી આઇરીન

જૉલિયો-ક્યૂરી આઇરીન (જ. 12 સપ્ટેમ્બર 1887, પૅરિસ; અ. 17 માર્ચ 1956, પૅરિસ) : ફ્રેંચ ન્યૂક્લિયર ભૌતિકશાસ્ત્રી તથા કૃત્રિમ રેડિયો-ઍક્ટિવિટીની શોધ માટે પોતાના પતિ ફ્રેડરિક જૉલિયોની સાથે સંયુક્તપણે 1935ના ભૌતિકશાસ્ત્રનાં નોબેલ પુરસ્કાર-વિજેતા. તેમનાં માતાપિતા પણ નોબેલ પુરસ્કારવિજેતા હતાં. ઔપચારિક શાળાકીય શિક્ષણ બહુ ઓછા પ્રમાણમાં લીધું; પરંતુ ઘેર બેઠાં મેળવેલું અવિધિસરનું શિક્ષણ…

વધુ વાંચો >

જૉલિયો-ક્યૂરી ફ્રેડરિક

જૉલિયો-ક્યૂરી ફ્રેડરિક (જ. 19 માર્ચ 1900, પૅરિસ, ફ્રાન્સ; અ. 14 ઑગસ્ટ 1958, પૅરિસ, ફ્રાન્સ) : ફ્રેંચ ભૌતિક રસાયણવિદ. જેમને 1935માં પત્ની આઇરીન ક્યૂરી સાથે, સંયુક્ત રીતે, નવાં કૃત્રિમ રેડિયોઍક્ટિવ તત્વોની શોધ માટે ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર અર્પણ થયો હતો. અભ્યાસ કરતાં, ફ્રેડરિક ખેલકૂદમાં આગળ હતા. કૌટુંબિક સંજોગોને કારણે, વિના-શુલ્ક શિક્ષણ માટે…

વધુ વાંચો >

જૉલી તુલા

જૉલી તુલા : ઘન અને પ્રવાહી પદાર્થનું વિશિષ્ટ ઘનત્વ (સાપેક્ષ ઘનતા) શોધવાની કાલગ્રસ્ત રચના. જર્મન ભૌતિકશાસ્ત્રી ફિલિપ ફૉન જૉલીએ શોધેલી આ તુલામાં એક છેડે બાંધેલી પાતળી, લાંબી અને પેચદાર સ્પ્રિંગ હોય છે. સ્પ્રિંગના નીચેના છેડે વજન પલ્લું (weight pan) હોય છે અને તેની નીચે નમૂનો મૂકવા માટે પાતળા તારની બનેલી…

વધુ વાંચો >

જોશ મલીહાબાદી

જોશ મલીહાબાદી (જ. 5 ડિસેમ્બર, 1894, મલીહાબાદ; અ. 22 ફેબ્રુઆરી, 1982, ઇસ્લામાબાદ, પાકિસ્તાન) : ક્રાંતિકારી ઉર્દૂ કવિ. તેમનું મૂળનામ શબ્બીરહુસેનખાન હતું. સમૃદ્ધ જમીનદાર આફ્રિકી પઠાણ પરિવારમાં તેમનો જન્મ થયો હતો. તેમના પિતા અને પિતામહ પણ કવિ હતા. તેમણે અલીગઢની એમ.એ.ઓ. કૉલેજ અને આગ્રાની સેંટ પિટર્સ કૉલેજમાં અભ્યાસ કરીને સિનિયર કેમ્બ્રિજની…

વધુ વાંચો >

જોશી, અનંત મનોહર

જોશી, અનંત મનોહર (જ. 8 માર્ચ 1881, કિનહાઈ અ. 12 સપ્ટેમ્બર 1967) : ઉત્તર હિંદુસ્તાની સંગીતના ગ્વાલિયર ઘરાનાના ગાયક. સંગીતનું શરૂઆતનું શિક્ષણ પિતા પાસેથી લીધું; પરંતુ નાની ઉંમરે પિતાનું અવસાન થતાં મિરજના વિખ્યાત સંગીતકાર બાળકૃષ્ણબુવા ઇચલકરંજીકર પાસે 6 વર્ષ સુધી ઘનિષ્ઠ તાલીમ લીધી. સાંગલીના ગણપતિ-દેવસ્થાનમાં રાજગાયક તરીકે તેમણે સેવા આપી,…

વધુ વાંચો >

જોશી, અનિલ રમાનાથ

જોશી, અનિલ રમાનાથ (જ. 28 જુલાઈ 1940, ગોંડલ) : ગુજરાતી કવિ, નિબંધકાર, કટારલેખક. પ્રાથમિક તથા માધ્યમિક શિક્ષણ ગોંડલ અને મોરબીમાં લીધું. અમદાવાદની એચ. કે. આર્ટ્સ કૉલેજમાંથી 1964માં ગુજરાતી તથા સંસ્કૃત વિષયો સાથે બી.એ. થયા. 1962થી 1969 દરમિયાન હિંમતનગર અને અમરેલીમાં શિક્ષક રહેલા. પછી મુંબઈમાં ‘કૉમર્સ’ના તંત્રી વાડીલાલ ડગલીના અંગત સહાયક…

વધુ વાંચો >

જોશી, અરવિંદ

જોશી, અરવિંદ (જ. 29 ઑક્ટોબર 1942) : નવી ગુજરાતી વ્યાવસાયિક રંગભૂમિના અભિનેતા. રંગમંચ, ટીવી અને ચલચિત્રજગત સાથે છેલ્લાં 35 વર્ષથી સંકળાયેલા છે. 1961માં આઈએનટી દ્વારા નિર્મિત ‘કૌમાર અસંભવમ્’ નાટકમાં પ્રવીણ જોશીના નિર્દેશન હેઠળ ભૂમિકા ભજવી, વ્યાવસાયિક નટ તરીકે પદાર્પણ કર્યું. તે પછીનાં વર્ષોમાં એ સંસ્થાનાં ‘મીનપિયાસી’, ‘અલિકબાબુ’, ‘કોઈનો લાડકવાયો’, ‘મને…

વધુ વાંચો >

જોશી ઇલાચંદ્ર

જોશી ઇલાચંદ્ર (જ. 13 ડિસેમ્બર, 1902, અલમૌડા; અ. 1982)  : હિન્દી કથાસાહિત્યમાં પ્રેમચંદ યુગ પછીના નવલકથા ક્ષેત્રે તેજસ્વી લેખક. તેમનો જન્મ મધ્યમ વર્ગના બ્રાહ્મણપરિવારમાં થયો હતો. તેમણે હાઈસ્કૂલ સુધી વિધિસર શિક્ષણ મેળવ્યું; પરંતુ સ્વપ્રયત્ને તેઓ હિંદી, સંસ્કૃત, બંગાળી, ઉર્દૂ, અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષાઓમાં પ્રવીણ બન્યા; એટલું જ નહીં, પણ તે…

વધુ વાંચો >

જૈવિક એકમો

Jan 1, 1997

જૈવિક એકમો (Biochemical units of the organisms) બધા સજીવોનું શરીર પાણી અને ખનિજતત્વો ઉપરાંત વિવિધ પ્રકારનાં કાર્બનિક રસાયણોનું બનેલું હોય છે. કાર્બનિક રસાયણોને કાર્બોદિતો (carbohydrates), લિપિડો, પ્રોટીનો અને ન્યૂક્લિઇક ઍસિડો – એ 4 મુખ્ય સમૂહોમાં વહેંચવામાં આવે છે. વિટામિન તરીકે ઓળખાતા કાર્બનિક પદાર્થોને પ્રાણીસૃષ્ટિના સભ્યો ઉત્પન્ન કરી શકતા નથી. તેથી…

વધુ વાંચો >

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન

Jan 1, 1997

જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ,…

વધુ વાંચો >

જૈવિક ખવાણ

Jan 1, 1997

જૈવિક ખવાણ (biological weathering) : પ્રાણીઓ કે વનસ્પતિ દ્વારા થતું ખવાણ. સસલાં, ઉંદર, ઘો, નોળિયા, સાપ, અળસિયાં જેવાં પ્રાણીઓ સલામતી કે રક્ષણાત્મક હેતુઓ માટે જમીનો કે નરમ ખડકોને ખોદીને, ખોતરીને તેમનાં દર બનાવે છે. આ રીતે થતી વિભંજનક્રિયામાં દરના મુખ પાસે નરમ, છૂટો ખોદાયેલો દ્રવ્યજથ્થો નાના ઢગલા સ્વરૂપે એકઠો થતો…

વધુ વાંચો >

જૈવિક નિયંત્રણ

Jan 1, 1997

જૈવિક નિયંત્રણ : નાશક જીવો(pests)ના નિયંત્રણ માટે સજીવોના ઉપયોગને જૈવિક નિયંત્રણ કહે છે. નાશક જીવોના પર્યાવરણમાં કુદરતી દુશ્મન પરોપજીવી, પરભક્ષી (predator) કે રોગકારક સૂક્ષ્મ સજીવોને દાખલ કરવામાં આવે છે અથવા જો તેઓ હાજર હોય તો તેમના ગુણનને પ્રોત્સાહિત કરવામાં આવે છે; જેથી નાશક જીવોની સંખ્યામાં વધારે અસરકારક ઘટાડો થઈ શકે.…

વધુ વાંચો >

જૈવિક યુદ્ધ

Jan 1, 1997

જૈવિક યુદ્ધ (biological warfare) : સૂક્ષ્મ જીવાણુઓ અથવા તેમની વિષાળુ પેદાશોનો માનવીને મારવા કે તેને અપંગ બનાવવા અથવા તેનાં પાળેલાં પ્રાણીઓ કે પાકને નુકસાન કરવા માટે લશ્કરી ઉપયોગ. કોઈ પણ લડાઈનો અંતિમ હેતુ દુશ્મનનું લડાયક મનોબળ ખતમ કરવાનો હોય છે. પરમાણ્વીય (nuclear), જૈવિક (biological) અથવા રાસાયણિક (chemical) યુદ્ધ એટલે NBC…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક કંપની

Jan 1, 1997

જૉઇન્ટ સ્ટૉક કંપની : કંપની ધારા 1956ની કલમ 566 અનુસાર કંપની કે જેની પાસે કાયમી ભરપાઈ થયેલી મૂડી હોય અથવા જેની મૂડી નિશ્ચિત શૅરોમાં વહેંચાયેલી હોય, અથવા જેનું સ્ટૉકમાં રૂપાંતર કરી શકાય તેવી મૂડી ધરાવતી હોય અને શૅર કે સ્ટૉક ધરાવનાર વ્યક્તિ જ કંપનીનો સભ્ય બની શકે એવો સિદ્ધાંત જે…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક બૅંક

Jan 1, 1997

જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…

વધુ વાંચો >

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ)

Jan 1, 1997

જૉઇસ, જેમ્સ (ઑગસ્ટિન અલોઇસિયસ) (જ. 2 ફેબ્રુ. 1882, ડબ્લિન; અ. 13 જાન્યુઆરી 1941) : આયરિશ નવલકથાકાર, ટૂંકી વાર્તાના લેખક અને કવિ. જેઝૂઇટ શાળાઓમાં અભ્યાસ કરી, 1902માં યુનિવર્સિટી કૉલેજ, ડબ્લિનમાંથી સ્નાતક થયા. આરંભથી જ તેમને વિવિધ ભાષાઓમાં રસ રહ્યો. તેમના વિકાસ પર મુખ્યત્વે હાઉપ્ટમાન, ડાન્ટે, જી. મુઅર અને ખ્યાતનામ આયરિશ કવિ…

વધુ વાંચો >

જૉકી

Jan 1, 1997

જૉકી : ધંધાદારી ઘોડેસવાર. રમતોમાં તેમજ યુદ્ધોમાં ઘોડાના ઉપયોગનો ઇતિહાસ ખૂબ જ પ્રાચીન છે. યુદ્ધ તેમજ રમતમાં જેટલું ઘોડાનું તેટલું જ ઘોડેસવારનું મહત્વ છે, કારણ કે બંનેના સંપૂર્ણ તાલમેળથી જ યુદ્ધ અથવા રમતમાં જીત મેળવી શકાય છે. જૉકી એટલે કે ઘોડેસવાર જેટલો સાહસી, ચપળ અને સશક્ત હોય, તેટલા પ્રમાણમાં તે…

વધુ વાંચો >

જોગ ધોધ

Jan 1, 1997

જોગ ધોધ : કર્ણાટક રાજ્યના જોગ ગામની નજીક (શરાવતી નદી) આવેલો જગવિખ્યાત ધોધ. ભૌગોલિક સ્થાન : 14° 15´ ઉ. અ. 4° 45´ પૂ. રે.. શરાવતી નદીના કાંઠા પરના ગેરસપ્પા ગામથી 19 કિમી.ને પર અંતરે તથા જોગ ગામથી 2.5 કિમી.ને અંતરે તેનું સ્થળ પર્યટનસ્થળ તરીકે વિકસેલું છે. ધોધના સ્થળે નદીનો પટ…

વધુ વાંચો >