૩.૨૧

ઍમેઝોનથી ઍરિસ્ટૉફનીઝ

ઍમેઝોન

ઍમેઝોન : દ. અમેરિકા ભૂમિખંડની બ્રાઝિલમાં આવેલી, સૌથી વિશેષ જળજથ્થો ધરાવતી નદી. આ નદી દ. અમેરિકા ભૂમિખંડની પશ્ચિમે આવેલી એન્ડિઝ ગિરિમાળામાંથી નીકળે છે અને ગિયાના અને બ્રાઝિલના ઉચ્ચપ્રદેશોની વચ્ચે વહીને આટલાન્ટિક મહાસાગરને મળે છે. તેની અનેક શાખા-પ્રશાખાઓ દ્વારા થયેલા ઘસારાથી આ બંને ઉચ્ચપ્રદેશો કોતરાઈ ગયા છે. તેમની વચ્ચે પૂર્વ તરફ…

વધુ વાંચો >

ઍમેઝોન સ્ટોન

ઍમેઝોન સ્ટોન : પોટાશ ફેલ્સ્પાર વર્ગની માઇક્રોક્લિન ખનિજનું લીલા રંગવાળું સ્ફટિક. તેને ઍમેઝોનાઇટ પણ કહેવામાં આવે છે. આ ખનિજનું રાસાયણિક બંધારણ KAlSi3O8 છે. આ ઉપરાંત તેના બંધારણમાં સીઝિયમ અને રુબિડિયમ જેવાં વિરલ તત્વો હોય છે જેને કારણે ખનિજનો રંગ લીલો હોય છે (જુઓ માઇક્રોક્લિન.) વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >

ઍમેથિસ્ટ

ઍમેથિસ્ટ : સિલિકાવર્ગની ખનિજ ક્વાર્ટ્ઝનો જાંબલી કે નીલજાંબલી રંગનો પ્રકાર : તેનો જાંબલી રંગ બંધારણમાં રહેલા SiO2 ઉપરાંત મૅંગેનીઝને કારણે હોવાનું માનવામાં આવે છે. ઍમેથિસ્ટ અર્ધકીમતી (semiprecious) ખનિજ તરીકે ઝવેરાતમાં વપરાય છે. (જુઓ ક્વાર્ટ્ઝ.) વ્રિજવિહારી દીનાનાથ દવે

વધુ વાંચો >

એમેનહોટેપ

એમેનહોટેપ (16મી સદી) : પ્રાચીન ઇજિપ્તમાં 18મા રાજવંશમાં થઈ ગયેલા ચાર રાજાઓ. પરાક્રમી યુદ્ધવીર એમેનહોટેપ પહેલો એ આમોસે(Ahmose)નો પુત્ર અને વારસ હતો. તેણે ઈ. પૂ. 1546થી 1526 સુધી રાજ્ય કર્યું. તેણે ઇજિપ્તના મધ્યરાજ્યની સરહદોથી પણ આગળ દક્ષિણ તરફ રાજ્યવિસ્તાર કર્યો. ઇજિપ્તની સમૃદ્ધિ વધી હતી. એમોન-રે રાજ્યદેવતા હતો, થીબ્સમાં પવિત્ર સ્મારકો…

વધુ વાંચો >

એમેરિગો, વેસપુસ્સી

એમેરિગો, વેસપુસ્સી (જ. 18 માર્ચ 1454, ફ્લૉરેન્સ, ઇટાલી; અ. 22 ફેબ્રુઆરી 1512, સેવિલ સ્પેન) : અમેરિકા શોધનાર ઇટાલિયન સાહસવીર. આ સાહસવીર 1478-80 દરમિયાન પૅરિસમાંના ફલોરેન્સના એલચીપદે રહેલા તેના કાકાના સેક્રેટરી તરીકે કામ કર્યા પછી સ્પેનના સેવિલ શહેરમાં મેદિચી નામની પ્રખ્યાત વેપારી પેઢીનો પ્રતિનિધિ રહ્યો હતો. કોલંબસે જે પ્રદેશ શોધ્યો હતો…

વધુ વાંચો >

એમેરેન્થસ, એલ

એમેરેન્થસ, એલ : જુઓ તાંદળજો અને રાજગરો.

વધુ વાંચો >

એમોનિયમ ક્લોરાઇડ

એમોનિયમ ક્લોરાઇડ : જુઓ એમોનિયા.

વધુ વાંચો >

એમોનિયમ નાઇટ્રેટ

એમોનિયમ નાઇટ્રેટ : જુઓ એમોનિયા.

વધુ વાંચો >

એમોનિયમ સલ્ફેટ

એમોનિયમ સલ્ફેટ : જુઓ એમોનિયા.

વધુ વાંચો >

એમોનિયા (NH3)

એમોનિયા (NH3) : નાઇટ્રોજન અને હાઇડ્રોજનનું બનેલું પાયાનું ઔદ્યોગિક રસાયણ. સંજ્ઞા NH3. ઇજિપ્તના એક પૌરાણિક દેવ એમોન (Amon) ઉપરથી આ નામ પડ્યું છે. મધ્યયુગમાં પાદરીઓ પ્રાણીનાં શિંગડાં તથા ખરી જેવા નાઇટ્રોજનયુક્ત કચરાનું નિસ્યંદન કરી આ વાયુ બનાવતા હતા. ગેબરે મૂત્ર અને મીઠાને ગરમ કરી એમોનિયમ ક્લોરાઇડ બનાવવાની રીત વર્ણવી છે.…

વધુ વાંચો >

ઍરિસ્ટોટેલેઝ

Jan 21, 1991

ઍરિસ્ટોટેલેઝ : ચંદ્રની સપાટી પરનું, 3,000 મીટર જેટલી ઊંચી દીવાલોથી આવૃત, 100 કિલોમિટરના વ્યાસવાળું, શીત સમુદ્રના દક્ષિણ ભાગે આવેલું એક અતિ રમણીય મેદાન; તેની તૂટેલી કરાડો સીડીઓ જેવું રૂપ દાખવે છે. છોટુભાઈ સુથાર

વધુ વાંચો >

ઍરિસ્ટૉફનીઝ

Jan 21, 1991

ઍરિસ્ટૉફનીઝ (ઈ. પૂ. 45૦-385) : ગ્રીક કૉમેડીના પ્રથમ સર્જક. એમનો જન્મ ઇજિપ્તમાં રહોડ્ઝને કાંઠે આવેલા લિન્ડોઝ કે કેમિરસમાં થયો હતો. એમની માતાનું નામ ઝેનોડ્રા અને પિતાનું નામ ફિલિપ્પસ. ટ્રૅજેડીની જેમ ગ્રીક કૉમેડીનો ઉદભવ પણ ડાયૉનિસસ સાથે સંકળાયેલા ધાર્મિક ઉત્સવ સાથે જોડાયેલો છે. ઍરિસ્ટૉફનીઝે જૂની કૉમેડી(old comedy)ના સ્વરૂપનું ઘડતર કર્યું. એમનો…

વધુ વાંચો >