૨૪.૧3

સ્નાયુતંત્ર (પ્રાણીશાસ્ત્ર)થી સ્પેકલ ઇન્ટરફેરોમેટ્રી (speckle interferometry)

સ્પુટનિક ઉપગ્રહ-શ્રેણી

સ્પુટનિક ઉપગ્રહ-શ્રેણી : સોવિયેત સંઘ દ્વારા પ્રક્ષેપિત કરવામાં આવેલા ઉપગ્રહોની શ્રેણી.     સ્પુટનિક –1 સ્પુટનિક–1 : 4 ઑક્ટોબર 1957ના રોજ દુનિયાનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ સ્પુટનિક પ્રક્ષેપિત કરવામાં આવેલો. તેનો અર્થ રશિયન ભાષામાં ‘સહયાત્રી’ – Fellow Traveller થાય છે. સ્પુટનિક–1 ઉપગ્રહની ભ્રમણકક્ષા લંબ-વર્તુળાકાર હતી. તેમાં પૃથ્વીથી તેનું ન્યૂનતમ અંતર 229 કિમી.…

વધુ વાંચો >

સ્પેકલ ઇન્ટરફેરોમેટ્રી (speckle interferometry)

સ્પેકલ ઇન્ટરફેરોમેટ્રી (speckle interferometry) : પ્રકાશની સંવાદિતા (coherance) પર આધાર રાખતી ટપકાંવાળી (speckled), વિશિષ્ટ સંયોગોમાં પ્રકાશના વ્યતિકરણ(inter-ference)ને કારણે સર્જાતી ઘટના. તેમાં એક વિશિષ્ટ દાણાદાર ભાત ઉત્પન્ન થતી જણાય છે. આ ભાત(pattern)ને સ્પેકલ ભાત (speckled pattern) કહેવાય છે અને તેનો ઉપયોગ કરતી પદ્ધતિને સ્પેકલ ઇન્ટરફેરોમેટ્રી નામ આપવામાં આવ્યું છે. આ ઘટનાનો…

વધુ વાંચો >

સ્નાયુતંત્ર (પ્રાણીશાસ્ત્ર) :

Jan 13, 2009

સ્નાયુતંત્ર (પ્રાણીશાસ્ત્ર) : પ્રાણીશરીરમાં વિવિધ સ્નાયુ-ઘટકો વચ્ચે સંકોચન-વિકોચન અને હલનચલન કરાવતું આયોજિત તંત્ર. સંકોચનશીલતા એ સ્નાયુતંતુકોષની એક વિશિષ્ટ ખાસિયત છે. સ્નાયુઓના એકમો તરીકે સ્નાયુતંતુઓ આવેલા હોય છે. તે આકુંચન ગતિવિધિ વડે એકદિશાકીય (unidirectional) સંકોચન (shortening) માટે અનુકૂલન પામેલા હોય છે. આ વિશિષ્ટ ગુણધર્મને કારણે સ્નાયુતંતુઓ લાંબા-ટૂંકા થઈ શકે છે અને…

વધુ વાંચો >

સ્નાયુદુ:ક્ષણતા :

Jan 13, 2009

સ્નાયુદુ:ક્ષણતા : જુઓ સ્નાયુતંત્ર (આયુર્વિજ્ઞાન).

વધુ વાંચો >

સ્નાયુનિર્બળતા મહત્તમ (myasthemia gravis)

Jan 13, 2009

સ્નાયુનિર્બળતા, મહત્તમ (myasthemia gravis) : સ્નાયુઓની વધઘટ પામતી નબળાઈ અને થાક ઉત્પન્ન કરતો ચેતા-સ્નાયુ-સંગમનો વિકાર. તેને ‘મહત્તમ સ્નાયુદૌર્બલ્ય’ તરીકે પણ વર્ણવ્યો છે. તે પોતાના જ પ્રતિરક્ષાતંત્ર (immune system) દ્વારા પોતાના જ કોષ સામે થતી પ્રક્રિયાના વિકારથી ઉદભવે છે. આમ તે એક પ્રકારનો સ્વકોષઘ્ની વિકાર (autoimmune disorder) છે. ચેતાતંતુ (nerve fibre)…

વધુ વાંચો >

સ્નાયુવિકારો

Jan 13, 2009

સ્નાયુવિકારો : જુઓ સ્નાયુતંત્ર (આયુર્વિજ્ઞાન).

વધુ વાંચો >

સ્નાયુવીજાલેખન (electromyography EMG)

Jan 13, 2009

સ્નાયુવીજાલેખન (electromyography, EMG) : સ્નાયુમાં સ્થિરસ્થિતિ અને સંકોચન સમયે થતા વીજફેરફારોને નોંધીને નિદાન કરવું તે. તેમાં સ્નાયુનું સંકોચન કરાવતા વીજસંકેતની આલેખના રૂપમાં નોંધ અને ચકાસણીની ક્રિયા કરાય છે. તે માટે વપરાતા સાધનને સ્નાયુવીજાલેખક (electromyograph) કહે છે અને તેના આલેખને સ્નાયુવીજાલેખ (electromyogram) કહે છે. આ પદ્ધતિમાં સ્થિર-સ્થિતિ તથા સંકોચન સમયે સ્નાયુતંતુમાં…

વધુ વાંચો >

સ્નાયુશિથિલકો (muscle relaxants)

Jan 13, 2009

સ્નાયુશિથિલકો (muscle relaxants) : સ્નાયુઓના સતત-સંકોચન (spasm), પીડાકારક સ્નાયુસંકોચનો (muscle cramps), ચેતાપરાવર્તી ક્રિયાઓની અતિશયતા (hyperreflexia) વગેરે ઘટાડવા માટે વપરાતાં ઔષધો. તેના મુખ્ય 2 પ્રકારો છે – ચેતાસ્નાયુરોધકો (neuromuscular blockers) અને કેન્દ્રીય ચેતાતંત્ર પર સક્રિય એવા પ્રતિસતત-સંકોચન ઔષધો (spasmolytic drugs). પ્રથમ પ્રકારના ઔષધો ચેતાતંતુ (nerve fibre) અને સ્નાયુતંતુના સંગમ સ્થાને (neuromuscular…

વધુ વાંચો >

સ્નાયુસજ્જતા

Jan 13, 2009

સ્નાયુસજ્જતા : જુઓ સ્નાયુતંત્ર (આયુર્વિજ્ઞાન).

વધુ વાંચો >

સ્નાયુસંકોચન

Jan 13, 2009

સ્નાયુસંકોચન : જુઓ સ્નાયુતંત્ર (આયુર્વિજ્ઞાન).

વધુ વાંચો >

સ્નિગ્ધતા (viscosity)

Jan 13, 2009

સ્નિગ્ધતા (viscosity) : તરલની પોતાની ગતિને અથવા તેમાં થઈને ગતિ કરતા પદાર્થની ગતિને નડતરરૂપ અવરોધ. રેનોલ્ડ સંખ્યાથી ઓછું મૂલ્ય ધરાવતા પ્રવાહની સામે તરલ વડે દર્શાવાતો અવરોધ. જ્યારે કોઈ સ્થિર સમક્ષિતિજ સપાટી ઉપર પ્રવાહી ધીમેથી અને એકધારું વહે ત્યારે એટલે કે પ્રવાહ ધારારેખી (streamline) હોય ત્યારે સ્થિર સપાટીના સંપર્કમાં હોય તેવું…

વધુ વાંચો >

સ્નૂકર-1

Jan 13, 2009

સ્નૂકર-1 : પશ્ચિમમાં વિકસેલી દડાની એક રમત. તે બહુ ખર્ચાળ હોય છે. સ્નૂકરની રમત ખાનાવાળા બિલિયર્ડ્ઝ ટેબલ ઉપર રમાય છે. સ્નૂકરની રમતમાં કુલ 22 દડાઓનો ઉપયોગ કરાય છે. ભાગ લેનાર ખેલાડી દડાઓને ખાનામાં નાખીને ગુણ મેળવે છે. સ્નૂકરની રમત સિંગલ્સ, ડબલ્સ તેમજ ટીમો વચ્ચે પણ રમાય છે. ટેબલ : લંબાઈ…

વધુ વાંચો >