ખંડ ૧૯

લેઇસ વિંગ બગથી વાંસદા

લેઇસ વિંગ બગ

લેઇસ વિંગ બગ : રીંગણ, કેળ, તુલસી વગેરેમાં નુકસાન કરતી જીવાત. વૈજ્ઞાનિક નામ Urentius hystricellus છે. તેનો સમાવેશ Hemiptera શ્રેણીના Tingidae કુળમાં થયેલ છે. આ બગ 2.4 મિમી. લંબાઈ અને 0.9 મિમી. પહોળાઈ ધરાવે છે. તે કાળાશ પડતા બદામી રંગના હોય છે. માદા સહેજ ટૂંકી અને સહેજ પહોળી હોય છે.…

વધુ વાંચો >

લેઉઆ, રાઘવજી થોભણભાઈ

લેઉઆ, રાઘવજી થોભણભાઈ (જ. 1 ઑગસ્ટ 1909, અમરેલી, ગુજરાત; અ. 2 માર્ચ, 1983) : નિષ્ઠાવાન રાજકારણી અને ગુજરાત વિધાનસભાના પૂર્વઅધ્યક્ષ. ગરીબ શ્રમજીવી વણકર પરિવારમાં જન્મેલા રાઘવજીભાઈને બાળપણથી અસ્પૃદૃશ્યતાનો અનુભવ થયો, પરંતુ વડોદરા રાજ્યની ફરજિયાત શિક્ષણની નીતિને કારણે શિક્ષણ મેળવી શક્યા. તેજસ્વી વિદ્યાર્થી તરીકે પહેલા નંબરે તેઓ પાસ થતા. શાળાજીવનમાં અસ્પૃદૃશ્યતાના…

વધુ વાંચો >

લેઑકોઑન (શિલ્પ) (Laocoon)

લેઑકોઑન (શિલ્પ) (Laocoon): પ્રાચીન ગ્રીક આરસ-શિલ્પ. તે કૉર્ટિલ દેલ બેલવેડર, વૅટિકનમાં આવેલું છે. તેમાં એપૉલોના ટ્રોજન પાદરી લેઑકોઑન તથા તેમના 2 પુત્રો પર સર્પોના આક્રમણનો વિષય કંડારાયો છે. લેઑકોઑનના અવસાનને ટ્રોજનો તેમના શહેર માટેની એક અપશુકનરૂપ ઘટના જ નહિ, પણ દેવી એથીનાએ ફરમાવેલી એક પ્રકારની સજા પણ માનતા હતા; કેમ…

વધુ વાંચો >

લેઓપાર્દી, જાકોમો

લેઓપાર્દી, જાકોમો (જ. 29 જૂન 1798, રીકાનાતી, પેપલ સ્ટેટ્સ, ઇટાલી; અ. 14 જૂન 1837, નેપલ્સ) : ઇટાલિયન કવિ, તત્વજ્ઞાની અને સાક્ષર. પોતાના વિદ્વત્તાપૂર્ણ ચિંતનશીલ ગ્રંથો અને ઉત્તમ ઊર્મિકાવ્યો થકી તેઓ ઓગણીસમી સદીના એક મૂર્ધન્ય સાહિત્યકારની પ્રતિષ્ઠા પામ્યા છે. ઉંમરના પ્રમાણમાં ઘણા સમજણા અને પીઢ, પરંતુ જન્મજાત ખોડખાંપણ ધરાવતા લેઓપાર્દીનો જન્મ…

વધુ વાંચો >

લેક ડિસ્ટ્રિક્ટ

લેક ડિસ્ટ્રિક્ટ : વાયવ્ય ઇંગ્લૅન્ડના કુમ્બ્રિયા પરગણામાં આવેલો સરોવરો અને પર્વતોથી બનેલો રળિયામણો પ્રદેશ. ભૌગોલિક સ્થાન : તે 54° 30´ ઉ. અ. અને 3° 10´ પ. રે.ની આજુબાજુનો આશરે 1,800 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 48 કિમી. અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 40 કિમી. જેટલી છે.…

વધુ વાંચો >

લૅકોલિથ (Laccolith)

લૅકોલિથ (Laccolith) : એક પ્રકારનું સંવાદી અંતર્ભેદક. તે ક્ષૈતિજ કે તદ્દન આછા નમનવાળી સ્તરશ્રેણીમાં સ્તરોને સમાંતર ગોઠવાયેલું હોય છે. આ પ્રકારનું અંતર્ભેદન નીચે તૈયાર થયેલા મૅગ્માસંચયમાંથી અત્યંત બળપૂર્વક ઘૂસી જઈને બિલાડીના ટોપની જેમ કે છત્રી આકારમાં ઊંચકાઈને ગોળ સ્વરૂપ ધારણ કરતું હોય છે. સાથે સાથે ઉપરના સ્તરોને પણ બળપૂર્વક ઊંચકીને,…

વધુ વાંચો >

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis)

લૅક્ટિક અતિઅમ્લતાવિકાર (lactic acidosis) : લૅક્ટિક ઍસિડનું લોહીમાં પ્રમાણ વધવાથી થતો શારીરિક વિકાર. લૅક્ટિક ઍસિડને દુગ્ધામ્લ કહે છે. તેથી આ વિકારને અતિદુગ્ધામ્લવિકાર પણ કહેવાય. તેમાં મુખ્ય વિકારો રૂપે શરીરમાં તીવ્ર અમ્લતાવિકાર (acidosis), લોહીનું ઘટેલું pH મૂલ્ય (7.3 કે ઓછું), રુધિરરસમાં બાયકાર્બોનેટનું ઘટેલું પ્રમાણ (15 મિ. ઈ. ક્વિ./લિ.થી ઓછું), વધતો જતો…

વધુ વાંચો >

લૅક્ટિક ઍસિડ

લૅક્ટિક ઍસિડ : કાર્બોક્સિલિક ઍસિડ તરીકે ઓળખાતા વર્ગનું એક કાર્બનિક સંયોજન. તે α-હાઇડ્રૉક્સિપ્રૉપિયોનિક ઍસિડ અથવા 2-હાઇડ્રૉક્સિપ્રૉપેનૉઇક ઍસિડ તરીકે પણ ઓળખાય છે. સૂત્ર : CH3CHOHCOOH. તે કેટલાક છોડવાઓના રસમાં, પ્રાણીઓના લોહી તથા સ્નાયુઓમાં જોવા મળે છે. દહીં, ચીઝ, છાશ (butter milk) જેવી આથવણ દ્વારા બનતી ખાદ્ય ચીજોમાં તે મુખ્ય એસિડિક ઘટક…

વધુ વાંચો >

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance)

લૅક્ટોઝ-અસહ્યતા (lactose intolerance) : દૂધમાંની શર્કરાને પચાવી શકવાની અક્ષમતાને કારણે ઉદભવતો વિકાર. દૂધમાંની શર્કરાને દુગ્ધશર્કરા (lactose) કહે છે. તે ખાંડ કરતાં 84 % ઓછી ગળી હોય છે. તે સફેદ ભૂકા જેવી હોય છે અને ઠંડા પાણીમાં સરળતાથી ઓગળતી નથી. ગાય અને ભેંસના દૂધમાં તે 4.5 % પ્રમાણમાં હોય છે. કેટલાંક…

વધુ વાંચો >

લૅક્ટોબૅસિલસ (Lactobacillus)

લૅક્ટોબૅસિલસ (Lactobacillus) : દૂધને દહીંમાં ફેરવવામાં અત્યંત ઉપયોગી એવા જીવાણુ(bacteria)ની કેટલીક જાતો. આ જાતોમાં મુખ્યત્વે L. Casci, L. acidophilus અને L. bulgaricus જેવી જાતોનો સમાવેશ થાય છે. આ જીવાણુઓ ગ્રામધની (gram positive) પ્રકારના અને દંડ (rod) આકારના હોય છે. તેમના સંવર્ધન(culture)ને દૂધમાં ઉમેરતાં સામાન્ય પર્યાવરણિક તાપમાને દૂધમાંથી દહીં બને છે.…

વધુ વાંચો >

વર્મિક્યુલાઇટ

Jan 18, 2005

વર્મિક્યુલાઇટ : જલયુક્ત અબરખ. મોન્ટમોરિલોનાઇટ અને ક્લોરાઇટ જેવાં ખનિજોને સમકક્ષ અને ઘનિષ્ઠપણે સંબંધ ધરાવતાં પડગૂંથિત ખનિજો માટે અપાયેલું સામૂહિક નામ. રાસા. બંધારણ : જલયુક્ત લોહ-મૅગ્નેશિયમ-ઍલ્યુમિનિયમ સિલિકેટ. સામાન્ય રાસાયણિક સૂત્ર (Mg, Fe, Al)3 (Al, Si)4O10(OH)2 . 4H2O મુજબ મુકાય છે. મૃદ-દ્રવ્યોનું આ મૃદ-ખનિજ ઘટક ગણાય છે. તે મોન્ટમોરિલોનાઇટને સમકક્ષ હોઈ વિસ્તરણ…

વધુ વાંચો >

વર્મિયર, ઇયાન

Jan 18, 2005

વર્મિયર, ઇયાન (જ. 31 ઑક્ટોબર 1632, ડેલ્ફટ, નેધરલૅન્ડ્ઝ; અ. ?, દફનવિધિ) : 15 ડિસેમ્બર 1675, ડેલ્ફટ, નેધરલૅન્ડ્ઝ) : મકાનોના અંતર્ગત ભાગનાં ઘરેલુ (domestic) ચિત્રો ચીતરવા માટે જાણીતો ડચ બરોક ચિત્રકાર. બારી વાટે ઓરડામાં અંદર આવતા પ્રકાશની ઓરડામાંની તેમજ ઓરડામાં રહેલી ચીજવસ્તુઓ, પડદા, અરીસા, રાચરચીલું, વ્યક્તિઓ, વસ્ત્રો, ગાલીચા, શેતરંજીઓ, ખાદ્યસામગ્રી, વાસણકૂસણ…

વધુ વાંચો >

વર્મોન્ટ

Jan 18, 2005

વર્મોન્ટ : ઈશાન યુ.એસ.ના ન્યૂ ઇંગ્લૅન્ડ વિભાગમાં આવેલું રાજ્ય. ભૌગોલિક સ્થાન : તે 44° 30´ ઉ. અ. અને 72° 30´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 24,900 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તે યુ.એસ.નાં નાના કદનાં રાજ્યો પૈકીનું એક છે. તેની ઉત્તરે કૅનેડા, પૂર્વમાં ન્યૂ હૅમ્પશાયર, દક્ષિણે મૅસેચૂસેટ્સ તથા પશ્ચિમે ન્યૂયૉર્કનાં…

વધુ વાંચો >

વર્યામ સિંઘ (ડૉ.)

Jan 18, 2005

વર્યામ સિંઘ (ડૉ.) (જ. 10 જૂન 1948, બાહુ (બંજાર), કુલ્લુ, હિમાચલ પ્રદેશ) : હિંદી કવિ તથા અનુવાદક. તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાંથી બી.એ. (ઑનર્સ); મૉસ્કો સ્ટેટ યુનિવર્સિટીમાંથી રશિયન ભાષાનો અભ્યાસક્રમ કર્યો તથા પીએચ.ડી.ની ડિગ્રી મેળવી. તેમણે જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીમાં સેન્ટર ઑવ્ રશિયન સ્ટડિઝના પ્રાધ્યાપક તરીકે સેવા આપી છે. તેમની માતૃભાષા પહાડી…

વધુ વાંચો >

વર્લેઇન, પૉલ (મેરી)

Jan 18, 2005

વર્લેઇન, પૉલ (મેરી) (જ. 30 માર્ચ 1844, મેત્ઝ, ફ્રાન્સ; અ. 8 જાન્યુઆરી 1896, પૅરિસ) : ફ્રેન્ચ ઊર્મિકવિ. લકૉન્ત દ લિસ્લેના નેતૃત્વવાળા ‘પાર્નેશિયન્સ’ જૂથના કવિઓમાં અગ્રણી અને પાછળથી પ્રતીકવાદી કવિઓમાં આગલી હરોળના કવિ તરીકે જાણીતા સ્ટીફન માલાર્મે અને ચાર્લ્સ બૉદલેરની સાથે તેમણે ‘ડિકેડન્ટ્સ’ કવિજૂથની સ્થાપના કરેલી. પિતા લશ્કરી અફસર હતા. પોતે…

વધુ વાંચો >

વર્લ્ડ ઇન્ટિલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી ઑર્ગેનિઝેશન (WIPO)

Jan 18, 2005

વર્લ્ડ ઇન્ટિલેક્ચ્યુઅલ પ્રૉપર્ટી ઑર્ગેનિઝેશન (WIPO) : કૉપીરાઇટ સાહિત્ય, કલાકૃતિઓ અને વિવિધ ઔદ્યોગિક સંપત્તિને વૈશ્ર્વિક સ્તરે રક્ષણ પૂરું પાડતું સંગઠન. આ સંગઠન સાહિત્યિક તેમજ સંગીતકલા તથા છબીકલાવિષયક કૃતિઓ અને અન્ય કલાત્મક કાર્યો, શોધો તેમજ તે અંગેના નમૂનાઓ અંગે વિશિષ્ટ સગવડો પૂરી પાડે છે. ઔદ્યોગિક અને અન્ય શોધખોળો, ટ્રેડમાર્ક અને ડિઝાઇનને લગતી…

વધુ વાંચો >

વર્લ્ડ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ

Jan 18, 2005

વર્લ્ડ કૉન્ફેડરેશન ઑવ્ ફ્રી ટ્રેડ યુનિયન્સ : આંતરરાષ્ટ્રીય સ્તર પર મજૂરમંડળો વચ્ચે સહકાર સ્થાપવા માટે રચવામાં આવેલી મજૂરમંડળોની સંસ્થા. સ્થાપના 1949. તે પૂર્વે 1945માં આ જ હેતુને સિદ્ધ કરવા માટે આંતરરાષ્ટ્રીય સ્તરની મજૂરમંડળોની એક સંસ્થા સ્થાપવામાં આવી હતી, જેનું મૂળ નામ વર્લ્ડ ફેડરેશન ઑવ્ ટ્રેડ યુનિયન્સ (WFTU) રાખવામાં આવ્યું હતું.…

વધુ વાંચો >

વર્લ્ડ મીટિઅરોલૉજિકલ ઑર્ગેનિઝેશન (WMO)

Jan 18, 2005

વર્લ્ડ મીટિઅરોલૉજિકલ ઑર્ગેનિઝેશન (WMO) : વિશ્વનું મોસમ-વિજ્ઞાન સંગઠન. તેમાં 187 સભ્ય રાષ્ટ્રો છે. 1873માં સ્થપાયેલા આંતરરાષ્ટ્રીય મોસમવિજ્ઞાન સંગઠન(International Meteorological Organization  IMO)માંથી તેનો ઉદભવ થયો છે. 1950માં સ્થપાયેલ WMO, મોસમવિજ્ઞાન (હવામાન અને આબોહવા), સંક્રિયાત્મક જલવિજ્ઞાન અને આનુષંગિક ભૌગોલિક વિજ્ઞાન સાથે રાષ્ટ્રસંઘ(UN)ના વિશિષ્ટ ઘટક તરીકે બહાર આવ્યું છે. સ્થાપનાકાળથી WMOએ માનવસુખાકારી માટે…

વધુ વાંચો >

વર્લ્ડ વેધર વૉચ (World Weather Watch, WWW)

Jan 18, 2005

વર્લ્ડ વેધર વૉચ (World Weather Watch, WWW) : વિશ્વ મોસમવિજ્ઞાન સંગઠન(World Meteorological Organization, WMO)નો 1963માં શરૂ કરવામાં આવેલ એક ખાસ મહત્વનો કાર્યક્રમ. વિશ્વમાં મોસમવિજ્ઞાન સંબંધી પ્રવૃત્તિના સંકલન, માનકીકરણ (standardization) અને પ્રોત્સાહન માટે 1951માં WMOની કામગીરી શરૂ થઈ હતી, જે 1873માં સ્થાપિત આંતરરાષ્ટ્રીય મોસમવિજ્ઞાન સંગઠન(International Meteorological Organization)ની અનુગામી હતી. WWWના માધ્યમ…

વધુ વાંચો >

વર્ષા (Precipitation) (ક્રિયાપદ્ધતિ)

Jan 18, 2005

વર્ષા (Precipitation) (ક્રિયાપદ્ધતિ) : વરસાદ આવવાની પ્રક્રિયા. પૃથ્વી પરનું સમગ્ર જીવન મૂળભૂત રીતે જોતાં જળઆધારિત છે. પૃથ્વીની સપાટીનો લગભગ 70 % ભાગ જળઆચ્છાદિત છે. તેમ છતાં એક કિમી.ની ઊંડાઈ સુધીનું ભૂગર્ભીય જળ, મીઠા પાણીનાં સરોવરો, નદીઓ કે વહેણો તેમજ વાતાવરણીય ભેજ કુલ જળરાશિના માત્ર 0.3 % જેટલું જ પ્રમાણ ધરાવે…

વધુ વાંચો >