ખંડ ૧૬
માળોથી મ્હારાં સોનેટ
માળો (Nest)
માળો (Nest) : હંગામી ધોરણે રહેવા, ઈંડાંને સુરક્ષિત જગ્યાએ મૂકવા અને બચ્ચાંની દેખભાળ કરવા મોટાભાગે પક્ષીઓ વડે બંધાતાં આશ્રયસ્થાનો. જીવનું અસ્તિત્વ ટકાવવાની સહજવૃત્તિ પ્રત્યેક પ્રાણીમાં હોય છે; દાખલા તરીકે, અંડપ્રસવી પક્ષીઓ માળો બાંધવા માટે જાણીતાં છે. માળાને લીધે તેમનાં વિમોચન કરેલાં ઈંડાંને પૂરતું રક્ષણ મળે છે અને તેમના સેવન માટે…
વધુ વાંચો >માંકડ (bed-bug)
માંકડ (bed-bug) : માનવ ઉપરાંત અન્ય પ્રાણીઓના શરીરમાંથી લોહી ચૂસી જીવન પસાર કરનાર એક બાહ્ય પરોપજીવી નિશાચરી કીટક. કીટક તરીકે તેનું વર્ગીકરણ અર્ધપક્ષ (hemiptera) શ્રેણીના સિમિલિડે કુળમાં થાય છે. ભારત સહિત ઉષ્ણ કટિબંધ પ્રદેશમાં વસતા માંકડનાં શાસ્ત્રીય નામો Cimex rotundus અને Cimex hemipterus છે. યુરોપ જેવા સમશીતોષ્ણ પ્રદેશમાં વસતા માંકડને…
વધુ વાંચો >માંકડ, ડોલરરાય રંગીલદાસ
માંકડ, ડોલરરાય રંગીલદાસ (જ. 23 જાન્યુઆરી 1902, જંગી, વાગડ, જિ. કચ્છ; અ. 29 ઑગસ્ટ 1970, અલિયાબાડા) : ગુજરાતીના વિવેચક, સંશોધક, કવિ અને કેળવણીકાર. ગંગાજળા વિદ્યાપીઠના સ્થાપક. 1920માં મૅટ્રિક. 1924માં કરાંચીમાં સંસ્કૃત-ગુજરાતી વિષયો સાથે બી. એ.. 1927માં એમ. એ.. 1923થી ’27 કરાંચીમાં ભારત સરસ્વતી મંદિરમાં શિક્ષક અને આચાર્ય. 1927થી ’47 ડી.…
વધુ વાંચો >માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ
માંકડ, મોહમ્મદભાઈ વલીભાઈ (જ. 13 ફેબ્રુઆરી 1928, પાળિયાદ, જિ. ભાવનગર; અ. 5 નવેમ્બર 2022, ગાંધીનગર) : ગુજરાતી નવલકથાકાર, વાર્તાકાર, નિબંધકાર, અનુવાદક, બાલસાહિત્યકાર અને કટારલેખક. અભ્યાસ ઇન્ટર સાયન્સ સુધીનો. આરંભે બોટાદની હાઈસ્કૂલમાં દસેક વર્ષ શિક્ષક તરીકે કાર્ય. તે પછી માત્ર લેખનકાર્યનો જ વ્યવસાય તરીકે સ્વીકાર. દરમિયાન સુરેન્દ્રનગરમાં નિવાસ. ગુજરાત સાહિત્ય અકાદમી,…
વધુ વાંચો >માંકડ, વિનુ
માંકડ, વિનુ (જ. 12 એપ્રિલ 1917, જામનગર; અ. 21 ઑગસ્ટ 1978, મુંબઈ) : ભારતના ઉત્કૃષ્ટ ઑલરાઉન્ડર અને પોતાના જમાનામાં વિશ્વના અગ્રિમ ઑલરાઉન્ડરોમાંનો એક. ‘વિનુ’ માંકડનું સાચું નામ મૂળવંતરાય હિંમતરાય માંકડ હતું; પરંતુ શાળામાં તેઓ ‘વિનુ’ના નામે જાણીતા હતા અને પછીથી આંતરરાષ્ટ્રીય ક્રિકેટવિશ્વમાં ‘વિનુ માંકડ’ના નામે જ વિખ્યાત બન્યા હતા. તેમની…
વધુ વાંચો >માંકડ, હરિલાલ રંગીલદાસ
માંકડ, હરિલાલ રંગીલદાસ (જ. 29 જુલાઈ 1897, વાંકાનેર, સૌરાષ્ટ્ર; અ. 27 જુલાઈ 1955, અલિયાબાડા, જિ. જામનગર) : ગુજરાતના પુરાતત્વવિદ અને વહાણવટાના અભ્યાસી તથા આજીવન શિક્ષક. જામસાહેબના પ્રામાણિક, સંસ્કારી અને સાહસિક કારભારી કુટુંબમાં જન્મ. પિતા રંગીલદાસ રેવાશંકર માંકડ. માતા ઉમિયાગૌરી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ, જાણીતા સાક્ષર-સંશોધક ડોલરરાય માંકડ તથા ગાલીચાકામના નિષ્ણાત…
વધુ વાંચો >માંકડું (Macaque)
માંકડું (Macaque) : કદમાં મોટાં અને મજબૂત શરીરવાળાં લાલ મુખધારી વાંદરાંની એક જાત. કેટલીક જાતનાં માંકડાંનું વજન 15 કિલોગ્રામ કરતાં વધારે હોઈ શકે છે. માંકડાના વાળ તપખીરિયા કે રાખોડી રંગના, જ્યારે મોઢું અને નિતંબ (rump) રંગે લાલ હોય છે. આવાં લક્ષણોને લીધે તેમને અન્ય વાંદરાંથી સહેલાઈથી જુદાં પાડી શકાય છે.…
વધુ વાંચો >માંગરોળ
માંગરોળ : ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક અને મત્સ્ય-ઉદ્યોગ માટે જાણીતું લઘુ બંદર. ભૌગોલિક સ્થાન : તે 21° 07´ ઉ. અ. અને 70 07´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 566 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે માણાવદર, પૂર્વે કેશોદ અને માળિયા તાલુકાઓ, દક્ષિણે…
વધુ વાંચો >માંગરોળ – મોટા મિયાં
માંગરોળ – મોટા મિયાં : સૂરત જિલ્લાનો તાલુકો તથા તે જ નામ ધરાવતું તાલુકામથક. ભૌગોલિક સ્થાન : તે 21° 25´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.ની આજુબાજુનો વિસ્તાર આવરી લે છે. મોટા મિયાંની દરગાહના કારણે આ તાલુકાનું ઉપર પ્રમાણેનું નામ પડેલું છે. તેનો કુલ વિસ્તાર 78,367 હેક્ટર છે. તાલુકામાં…
વધુ વાંચો >માંડણ
માંડણ : જુઓ પ્રબોધ બત્રીશી
વધુ વાંચો >મુકુંદદાસ
મુકુંદદાસ (જ. 1648, સૂરત; અ. 1718, ઉદયપુર, રાજસ્થાન) : પ્રણામી પંથના સંત કવિ. પિતાનું નામ રાઘવદાસ અને માતાનું નામ કુંવરબાઈ. વૈષ્ણવ શ્રેષ્ઠી પરિવારમાં જન્મ થયો હોવા છતાં બાળપણથી જ વિરક્તવૃત્તિ ધરાવતા મુકુંદદાસે સ્થાનિક પાઠશાળામાં સંસ્કૃતનો ઊંડો અભ્યાસ કર્યો. તેઓ વેદો, ઉપનિષદો, પુરાણો અને દર્શનશાસ્ત્રોનો ગહન અભ્યાસ કરી સૂરતના વિદ્વાનોમાં પંકાયા.…
વધુ વાંચો >મુક્ત અર્થતંત્રની નીતિ
મુક્ત અર્થતંત્રની નીતિ : અર્થતંત્રમાં સ્વયંચાલિત રીતે, રાજ્યતંત્રની દરમિયાનગીરી વિના ઉત્પાદન અથવા વહેંચણીની પ્રક્રિયા ચાલવા દેવા અંગેની આર્થિક નીતિ. આવી નીતિમાં મુક્ત સાહસને મૂડી પર માલિકી-હક ધરાવવાની તથા તેના રોકાણ દ્વારા નફાલક્ષી આર્થિક પ્રવૃત્તિઓ હાથ ધરવા માટેની સંપૂર્ણ મોકળાશ હોય છે. રાજ્ય-સંચાલિત અથવા રાજપ્રેરિત આર્થિક આયોજનની પદ્ધતિ કરતાં તે તદ્દન…
વધુ વાંચો >મુક્ત ઊર્જા
મુક્ત ઊર્જા (free energy) : પ્રણાલીના સ્વયંભૂ (spontaneous) રૂપાંતરણ(transfromation)માંથી પ્રાપ્ય મહત્તમ કાર્યની આગાહી કરવા માટેની યથાર્થ (exact) ઉષ્માગતિજ રાશિ. તે રૂપાંતરણ અથવા પ્રક્રિયાની સ્વયંસ્ફૂરિતતા (સ્વયંભૂતા) માટેનું અભિલક્ષણ (criterion) પૂરું પાડે છે અને પ્રક્રિયા કેટલી મહત્તમ માત્રા (extent) સુધી થશે અથવા કેટલી મહત્તમ નીપજ આપશે તેનું સૂચન કરે છે. રાસાયણિક સમતોલનની…
વધુ વાંચો >મુક્તક
મુક્તક : પ્રબંધ કાવ્યથી ભિન્ન લઘુકાવ્યનો એક પ્રકાર. સંસ્કૃત ‘मुक्त’ શબ્દ ઉપરથી ‘મુક્તક’ શબ્દ આવ્યો છે. મુક્તક એટલે એક સ્વતંત્ર કડી કે શ્લોકનું કાવ્ય. તેમાં કેટલાકના મતે એક જ છંદ હોવો જોઈએ. તેમાં ચમત્કારક્ષમતા—ધ્વન્યાત્મકતા અનિવાર્ય છે. તેમાં જે-તે ભાવ, વિચાર કે કલ્પના શક્ય હોય તો એક જ વાક્યમાં, ઘૂંટાઈને–લાઘવપૂર્વક સચોટતાથી—વેધકતાથી,…
વધુ વાંચો >મુક્તતાની માત્રા
મુક્તતાની માત્રા (degree of freedom) : યાંત્રિક પ્રણાલીના અવકાશી અવસ્થા(configuration)ના નિરૂપણ માટે આવશ્યક સ્વતંત્ર માર્ગ(રીત)ની સંખ્યા. બીજી રીતે, યાંત્રિક પ્રણાલીની મુક્તતાની માત્રાની સંખ્યા એટલે પ્રણાલીની શક્ય એવી સ્વતંત્ર ગતિઓની સંખ્યા (s). પૂર્ણ સંકેતિત (holonomic) પ્રણાલી માટે મુક્તતાની માત્રાની સંખ્યા પ્રણાલીના વ્યાપ્તીકૃત યામો(generalised co-ordinates)ની સંખ્યા(l) બરાબર થાય છે. એટલે કે s…
વધુ વાંચો >મુક્ત પતન
મુક્ત પતન (ખગોળવિજ્ઞાન) : બાહ્ય બળની ગેરહાજરીમાં પદાર્થનું પતન. ભૌતિકવિજ્ઞાનમાં ‘મુક્ત પતન’ શબ્દ બે અલગ અલગ સંદર્ભમાં પ્રચલિત છે. એક તો આઇન્સ્ટાઇનના વિસ્તૃત સાપેક્ષવાદ(general relativity)ના સંદર્ભમાં અને બીજો તારાના સર્જનના પ્રાથમિક તબક્કામાં સર્જાતી એક ઘટનાની સમયાવધિના સંદર્ભમાં (free fall time scale). સાપેક્ષવાદના સંદર્ભમાં મુક્ત પતન : વિશિષ્ટ સાપેક્ષવાદ(special relativity)નો સિદ્ધાંત…
વધુ વાંચો >મુક્ત પતન (ભૌતિકવિજ્ઞાન)
મુક્ત પતન (ભૌતિકવિજ્ઞાન) : પૃથ્વીના માત્ર ગુરુત્વાકર્ષણબળની હાજરીમાં પદાર્થની પૃથ્વીના કેન્દ્ર તરફ પ્રવેગી ગતિ. અહીં પૃથ્વીના ગુરુત્વાકર્ષણબળ સિવાય બીજા કોઈ પ્રકારનું બળ લાગતું નથી. પૃથ્વીની સપાટી નજીક પદાર્થ મુક્ત પતન કરતો હોય તો તે પ્રત્યેક સેકન્ડે લગભગ 9.8 મીટર/સેકન્ડ વેગ પ્રાપ્ત કરે છે. એટલે કે આ પદાર્થમાં ઉત્પન્ન થયેલો પ્રવેગ…
વધુ વાંચો >મુક્ત મૂલક
મુક્ત મૂલક (Free Radical) : અયુગ્મી (એકલ) ઇલેક્ટ્રૉન ધરાવતા પરમાણુ અથવા અણુ કે સમૂહો. સહસંયોજક બંધનું સમાંગ વિખંડન થવાથી મૂલકો મળે છે. અયુગ્મી ઇલેક્ટ્રૉનને કારણે તે અતિક્રિયાશીલ હોય છે. સામાન્ય રીતે રસાયણવિદો આ વ્યાખ્યા માન્ય કરે છે; પરંતુ સ્પેક્ટ્રમિકીવિદો (spectroscopists) આનાથી થોડી શિથિલ વ્યાખ્યા કરે છે, જે મુજબ વાયુ-પ્રાવસ્થામાં રહેલા…
વધુ વાંચો >મુક્ત વિશ્લેષણનો નિયમ
મુક્ત વિશ્લેષણનો નિયમ : મેંડલનો આનુવંશિકતાનો બીજો નિયમ. વિવિધ વૈકલ્પિક જનીન-યુગ્મો(allelic-pairs)ના સંબંધોની સ્પષ્ટતા કરવા મેંડલે પીળાં અને ગોળ બીજ ધરાવતી વટાણાની જાતનું લીલાં અને ખરબચડાં બીજ ધરાવતી વટાણાની જાત સાથે સંકરણ કરાવ્યું. આમ વૈકલ્પિક જનીનો(alleles)નાં બે યુગ્મોને અનુલક્ષીને વિરોધાભાસી લક્ષણો ધરાવતી બે જાત વચ્ચેના સંકરણને દ્વિસંકરણ (dihybridization) કહે છે. વિરોધી…
વધુ વાંચો >મુક્ત વેપાર
મુક્ત વેપાર (free trade) : કોઈ પણ સ્વરૂપે સરકારની દરમિયાનગીરીથી મુક્ત આંતરરાષ્ટ્રીય વેપાર. સરકાર દેશમાં થતી આયાતોને ઘટાડવા માટે અનેક પગલાં ભરી શકે છે. આયાતો ઉપર જકાત નાખવામાં આવે તથા આયાત થતી ચીજોનો જથ્થો (ક્વૉટા) નક્કી કરવામાં આવે છે તે તેના સર્વસામાન્ય માર્ગો છે. તેની સાથે સરકાર વિવિધ વહીવટી પગલાં…
વધુ વાંચો >