૧૪.૨૬

ભૂવિદ્યાઓથી ભૂસ્વરૂપ

ભૂસંનતિ (geosyncline)

ભૂસંનતિ (geosyncline) : ઘણી લંબાઈ, પહોળાઈ, ઊંડાઈ ધરાવતું વિશાળ પરિમાણવાળું દરિયાઈ થાળું, પૃથ્વીના પોપડાનો એવો ભાગ જે લાખો વર્ષોને આવરી લેતા લાંબા ભૂસ્તરીય કાળગાળા સુધી અવતલન પામતો જતો હોય તેમાં આજુબાજુના ખંડીય વિસ્તારોમાંથી ઘસારાજન્ય શિલાચૂર્ણનો જથ્થો કણજમાવટ પામતો જતો હોય તથા જમાવટના બોજથી વધારે ને વધારે દબતો જતો હોય. ક્રમશ:…

વધુ વાંચો >

ભૂસ્તર અને ખનિજ નિર્દેશાલય

ભૂસ્તર અને ખનિજ નિર્દેશાલય (Directorate of Geology and Mining) : ગાંધીનગર, ગુજરાત રાજ્ય : ખનિજ-વહીવટ, ખનિજ-સંશોધન અને ખનિજ-પૃથક્કરણનાં કાર્યો કરતું ગુજરાત રાજ્યનું એક ખાતું. તેની વડી કચેરી ગુજરાત રાજ્યના પાટનગર, ગાંધીનગર ખાતે આવેલી છે. થોડાંક વર્ષ અગાઉ તેનું આ ઉપર દર્શાવેલું નામ બદલીને ‘કમિશનરેટ ઑવ્ જિયૉલોજી ઍન્ડ માઇનિંગ’ રાખવામાં આવેલું…

વધુ વાંચો >

ભૂસ્તરશાસ્ત્ર (Geology)

ભૂસ્તરશાસ્ત્ર (Geology) : ભૂ એટલે પૃથ્વી અને સ્તર એટલે પડ; અર્થાત્ પૃથ્વીનાં પડોની સમજ આપતું તથા વર્ણન કરતું વિજ્ઞાન. આ વિજ્ઞાન માટેના અંગ્રેજી શબ્દ ‘Geology’ની વ્યુત્પત્તિ(geo = earth, logos = science) પણ આ પ્રમાણેની જ છે. મૂળ સ્વિટ્ઝર્લૅન્ડના વૈજ્ઞાનિક પણ ઇંગ્લૅન્ડની રાણી શાર્લોટના સલાહકાર તરીકે વિંડસરમાં રહેતા જીન એન્દ્રે દ…

વધુ વાંચો >

ભૂસ્તરશાસ્ત્રીય પર્યાવરણ

ભૂસ્તરશાસ્ત્રીય પર્યાવરણ : ભૂસ્તરશાસ્ત્ર અને તેની અમુક શાખાઓનો પર્યાવરણ સાથે સંબંધ. પર્યાવરણ, ભૂસ્તરશાસ્ત્ર સાથે સંકળાયેલી ભૂવિજ્ઞાનની નીચે મુજબની શાખાઓ સાથે, તેમાંથી ઉદભવતી અસરોના સંદર્ભમાં, ગાઢ રીતે સંકળાયેલું છે : પર્યાવરણીય ભૂસ્તરશાસ્ત્ર : 1. પરિસ્થિતિ–સંતુલન માળખું : પૃથ્વીના પટ પર જોવા મળતી વનસ્પતિ વરસાદ લાવવામાં, ભેજ જાળવી રાખવામાં, જમીન-ધોવાણ અટકાવવામાં તથા…

વધુ વાંચો >

ભૂસ્તરીય ઉષ્ણતામાપકો

ભૂસ્તરીય ઉષ્ણતામાપકો (geologic thermometers) : વિવિધ ભૂસ્તરીય પ્રક્રિયાઓનાં તાપમાન માપવા કે અંદાજ મેળવવા અપનાવાતી પદ્ધતિઓ. જે તાપમાને ખનિજો તેમજ સાથે રહેલાં અન્ય દ્રવ્યો કે નિક્ષેપો તૈયાર થતાં હોય, તે તાપમાનની માહિતી ઉપલબ્ધ કરાવી આપતી પદ્ધતિ આ નામથી ઓળખાય છે. આવાં ખનિજો તેમની ઉત્પત્તિના અર્થઘટન માટે તેમજ તેમના વર્ગીકરણ માટે ઘણાં…

વધુ વાંચો >

ભૂસ્તરીય કાળ (Geological Time)

ભૂસ્તરીય કાળ (Geological Time) : પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને આજપર્યંતના ભૂસ્તરોનો પોતપોતાનો કાળ. કાળને શબ્દના સ્વરૂપમાં બાંધવાનું અશક્ય છે. તેને કોઈ આદિ કે અંત હોતો નથી. પૃથ્વી પરના કોઈ પણ સ્તર(પડ કે આવરણ)નો કાળ ન્યૂનતમથી મહત્તમ હોઈ શકે. ભૂસ્તરીય કાળને કોઈ પણ ખડકના વયનિર્ધારણથી માંડીને પૃથ્વીના વય સુધી લઈ જઈ શકાય.…

વધુ વાંચો >

ભૂસ્તરીય કાળક્રમ

ભૂસ્તરીય કાળક્રમ (Geiological Time Scale) : પ્રત્યેક ભૂસ્તરીય કાળની વર્ષોમાં મુકાતી ગણતરી. આજથી અતીતમાં વીતી ગયેલાં કરોડો વર્ષોના ઘણા લાંબા ભૂસ્તરીય કાળગાળાની ઐતિહાસિક તવારીખ તૈયાર કરવાનું કાર્ય સરળ નથી, ગોઠવણીની વિચારણા માગી લે એવું છે. આ માટે અતીતને ફંફોસવો પડે, ક્રમશ: બનેલી ઘટનાઓને સંજોગો મુજબ ગોઠવવી પડે. પૃથ્વીના સમગ્ર ઇતિહાસકાળ…

વધુ વાંચો >

ભૂસ્તરીય કાળગણના

ભૂસ્તરીય કાળગણના (geochronology) : પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને આજ સુધીના ભૂસ્તરીય ઇતિહાસના સંદર્ભમાં જુદા જુદા કાળગાળે ઘટેલી ઘટનાઓની, ખડક સ્તરસમૂહો, સ્તરશ્રેણીઓ કે કોઈ પણ ખડક-એકમની વયગણતરીનો અભ્યાસ અથવા આ હેતુ માટે વિકસાવેલી વયનિર્ધારણ-પદ્ધતિ. કાળગણના બે રીતે થઈ શકે : નિરપેક્ષ કાળગણના (absolute chronology) અને  સાપેક્ષ કાળગણના (relative chronology). પ્રથમ પ્રકારમાં વર્ષોમાં…

વધુ વાંચો >

ભૂસ્તરીય કાળમાપન

ભૂસ્તરીય કાળમાપન (geochronometry) : U238, U235, Th232, Rb87, K40 અને C14 જેવા સમસ્થાનિકોના કિરણોત્સારી ક્ષય પર આધારિત પદ્ધતિઓનો ઉપયોગ કરીને પૃથ્વીના ખડકોના નિરપેક્ષ(absolute age)ના નિર્ધારણનો અભ્યાસ કરતી વિજ્ઞાનશાખા. આ પ્રકારની ક્ષયમાપન-પદ્ધતિઓ દ્વારા પૃથ્વી અને ઉલ્કાઓનાં વય, પૃથ્વીના જૂનામાં જૂના ઉપલબ્ધ ખડકોનાં વય, ભૂસ્તરીય કાળક્રમમાં ઘટેલી મહત્વની ઘટનાઓનાં વય અને અવધિ,…

વધુ વાંચો >

ભૂસ્તરીય નકશો

ભૂસ્તરીય નકશો : ખડકોનાં વિતરણ અને તેમાં રહેલાં વિવિધ રચનાત્મક લક્ષણોનાં સ્વરૂપ દર્શાવતો નકશો. નકશો એ સામાન્ય રીતે જોતાં તો પૃથ્વીની સપાટી પરનાં તમામ ત્રિપરિમાણીય ભૂમિસ્વરૂપોનાં ર્દશ્ય-લક્ષણોને આવરી લેતું, અમુક ચોક્કસ પ્રમાણમાપની મદદથી અને અમુક ચોક્કસ પ્રક્ષેપની મદદથી દ્વિપરિમાણીય કાગળની સપાટી પર દોરેલું રૂઢ આલેખન છે. ભૂમિસ્વરૂપોના ઊંચાણનીચાણનું યોગ્ય પદ્ધતિઓથી…

વધુ વાંચો >

ભૂવિદ્યાઓ

Jan 26, 2001

ભૂવિદ્યાઓ (Earth Sciences) : પૃથ્વી સાથે સંલગ્ન વિવિધ વિજ્ઞાનશાખાઓ. ઘનસ્વરૂપ પૃથ્વી (શિલાવરણ), પ્રવાહી સ્વરૂપ સમુદ્ર–મહાસાગરો (જલાવરણ) અને વાયુસ્વરૂપ વાતાવરણ સાથે સંકળાયેલાં વિજ્ઞાન. આ વિભાગોનાં ઇતિહાસ, રાસાયણિક બંધારણ, ભૌતિક લાક્ષણિકતાઓ અને વલણના અભ્યાસ સાથે સંબંધ ધરાવતી વિજ્ઞાનશાખાઓને ભૂવિદ્યાઓ કહે છે. ઉપર્યુક્ત ત્રણ વિભાગોની ઘન, પ્રવાહી અને વાયુ એ મુજબની ત્રણ સ્થિતિ…

વધુ વાંચો >

ભૂવીજપ્રવાહ

Jan 26, 2001

ભૂવીજપ્રવાહ (Telluric Current) : 1. પૃથ્વીની સપાટી પર અથવા અધ:સપાટી (ઓછી ઊંડાઈ)નાં નિમ્ન પડોમાં બહોળા પટ સ્વરૂપે વહેતો રહેતો કુદરતી વીજપ્રવાહ. પ્રતિકારક્ષમતા સર્વેક્ષણ (resistivity surveying) માટેનાં સાધનો દ્વારા આ પ્રવાહોની માપણી કરી શકાય છે. પોપડાના સમગ્ર પટમાં ફરી વળવાની ક્ષમતા તેઓ ધરાવતા હોય છે, પરંતુ તેમાં સામયિક અને આંતરે આંતરે…

વધુ વાંચો >

ભૂશિર

Jan 26, 2001

ભૂશિર (Cape) : સમુદ્ર, મહાસાગર કે મોટા સરોવરમાં વિસ્તરતો છેડાનો ભૂમિભાગ. ખંડો, દ્વીપકલ્પો કે ટાપુઓના શિખાગ્ર ભાગને પણ ભૂશિર કહી શકાય. ઉત્તર ગોળાર્ધના મોટાભાગના ખંડોના દક્ષિણ છેડા ત્રિકોણાકાર છે, આ ત્રિકોણોના શિખાગ્ર ભાગોએ ભૂશિરો રચેલી છે. ભૂશિરો રચાવાનાં બે મુખ્ય કારણો છે : (i) ઘસારો : દરિયાઈ મોજાં તેમજ તરંગો…

વધુ વાંચો >

ભૂષણ

Jan 26, 2001

ભૂષણ (જ. ત્રિવિક્રમપુર, કાનપુર; હયાત 1613–1715ના અરસામાં) : હિન્દી રીતિકાલના પ્રમુખ કવિ. મૂળ નામ બીરબલ. પિતાનું નામ રત્નાકર ત્રિપાઠી. બીરબલને પાછળથી ચિત્રકૂટપતિ હૃદયરામના પુત્ર રુદ્ર સોલંકીએ ‘ભૂષણ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા; જોકે વિદ્વાનો ભૂષણને પતિરામ યા મનિરામ તરીકે પણ નિર્દેશે છે. કવિ ભૂષણના મુખ્ય આશ્રયદાતા મહારાજા શિવાજી તથા છત્રસાલ બુંદેલા…

વધુ વાંચો >

ભૂસંચલન–આકારાન્તરક્રિયા

Jan 26, 2001

ભૂસંચલન–આકારાન્તરક્રિયા (diastropism) : ભૂપૃષ્ઠ પર કે પોપડાના વિભાગોમાં જોવા મળતી વિરૂપતા માટે જવાબદાર પ્રક્રિયા કે વિવિધ પ્રક્રિયાઓનું સંયોગીકરણ. વિરૂપતાથી થતી અસરો કે પરિણામોને માટે પણ આ શબ્દગુચ્છ વપરાય છે. યુ.એસ.ના કોર્ડિલેરન વિસ્તારમાંનાં મહત્વનાં ભૂસ્તરીય લક્ષણોનાં અભ્યાસ અને ચર્ચાઓ દરમિયાન તે વખતે વપરાતા ‘પૃથ્વીના પોપડાની વિરૂપતા’ જેવા લાંબા શબ્દપ્રયોગને સ્થાને માત્ર…

વધુ વાંચો >

ભૂસંચલનજન્ય ગિરિમાળાઓ

Jan 26, 2001

ભૂસંચલનજન્ય ગિરિમાળાઓ (tectonic mountain belts) : ભૂસંચલનથી અસ્તિત્વમાં આવતી ગિરિમાળાઓ. કોઈ પણ ગિરિમાળા તૈયાર થવા માટે ઘણો લાંબો ભૂસ્તરીય કાળગાળો જરૂરી બને છે, તેને ગિરિનિર્માણ કાળગાળો કહે છે. ઘટનાને ગિરિનિર્માણ (orogeny) અને ગિરિમાળા રચાવા માટે જવાબદાર પ્રક્રિયાને ગિરિનિર્માણપ્રક્રિયા (orogenesis) કહે છે. ગિરિનિર્માણ-કાળગાળા દરમિયાન થતી રહેતી વિવિધ પ્રક્રિયાઓને પરિણામે ઘનિષ્ઠ અને…

વધુ વાંચો >

ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિ

Jan 26, 2001

ભૂસંચલનજન્ય જીર્ણવિવૃતિ (tectonic inlier-window, fenster) :  ભૂસંચલનજન્ય રચનાના ઘસારાને પરિણામે વિવૃત થયેલો નવપરિવેષ્ટિત ખડકવિભાગ. ગેડીકરણ અને સ્તરભંગ જેવી વિરૂપતાઓને કારણે ગેડવાળા પર્વતપટ્ટાઓમાં જે ખડકપટ પ્રતિબળોની અસર હેઠળ તૂટી જઈને તેના મૂળ સ્થાનેથી આશરે બે કે તેથી વધુ કિમી.ના અંતર સુધી આગળ તરફ સરકી ગયો હોય તેને નૅપ (nappe) તરીકે ઓળખાવાય…

વધુ વાંચો >

ભૂસંચલનવિદ્યા

Jan 26, 2001

ભૂસંચલનવિદ્યા (geotectonics) :  પૃથ્વીના પોપડાના બંધારણમાં રહેલા ખડકજથ્થાઓનાં સ્વરૂપો, તેમની ગોઠવણી અને સંરચનાઓેને લગતું ભૂસ્તરશાસ્ત્ર. ભૂસ્તરશાસ્ત્ર અને ભૌતિકશાસ્ત્રનો સમન્વય કરતા ભૂભૌતિકશાસ્ત્ર સાથે સંકળાયેલી આ એક વિજ્ઞાનશાખા છે. આ શાખાને ભૂગતિવિજ્ઞાનના સમાનાર્થી શબ્દ તરીકે ઘટાવાય છે. ગિરીશભાઈ પંડ્યા

વધુ વાંચો >

ભૂસંચલન સાંધા

Jan 26, 2001

ભૂસંચલન સાંધા : જુઓ ‘સાંધા’

વધુ વાંચો >

ભૂસંતુલન (સમસ્થિતિ–isostasy)

Jan 26, 2001

ભૂસંતુલન (સમસ્થિતિ–isostasy) : પૃથ્વીના પટ પર જોવા મળતાં-પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો અને ખીણો કે થાળાં જેવાં-ભૂમિલક્ષણો વચ્ચે જળવાઈ રહેલી સમતુલા(balance)ની સ્થિતિ. ભિન્ન ભિન્ન ઊંચાણ-નીચાણ ધરાવતા આ ભૂમિઆકારો ભૂસંચલનક્રિયાઓથી તેમજ પ્રાકૃતિક બળોની અસરથી અસ્તિત્વમાં આવેલા હોય છે. તે બધા ઊંચાણ-નીચાણની અનિયમિતતા દર્શાવતા હોવા છતાં પણ અરસપરસ એક પ્રકારની સમતુલા જાળવી રાખી શકે…

વધુ વાંચો >