કારુવાકી : અશોકની બીજી રાણી. એને તીવર નામે પુત્ર હતો. અશોકના પ્રયાગ-કોસમ રાની સ્તંભલેખમાં એને ‘दुतियाये देयिये ति तीवलमाते कालुवाकिये’ – ‘બીજી રાણી તીવરની માતા કારુવાકી’ કહી છે. આ સ્તંભલેખમાં એના ધાર્મિક દાનનો ઉલ્લેખ છે. ‘દિવ્યાવદાન’માં આ રાણીનું નામ ‘તિસ્સંરક્ખા – તિષ્યરક્ષિતા’ આપ્યું છે. એનું મૂળ નામ કારુવાકી હોવાનું અને મહારાણી બન્યા પછી એણે ‘તિષ્યરક્ષિતા’ નામ અપનાવ્યું હોવાનું જણાય છે.

ભારતી શેલત