ઍમ્પિડૉક્લીઝ

January, 2004

ઍમ્પિડૉક્લીઝ (ઈ. પૂ. 490-430) : ગ્રીક ડૉક્ટર, કવિ અને તત્વજ્ઞાની. તેમના મતાનુસાર પદાર્થ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને જળ તત્વનો બનેલ છે. પ્રેમ અને તિરસ્કારની ભાવના તેના સંમિલન અને વિભાજન માટે કારણભૂત છે. તેમણે ‘નેચરલ સિલેક્શન’ના સિદ્ધાંતને કવિતા રૂપે રજૂ કર્યો હતો. સિસિલિયન ગ્રીક પદ્ધતિના પાશ્ચાત્ય વૈદકશાસ્ત્રમાં તેમણે સારો ફાળો આપ્યો હતો અને સિસિલીના સેલિનિયસ શહેરને પ્લેગના રોગમાંથી મુક્ત કર્યું હતું. તેમના શહેરમાં તે લોકશાહી દાખલ કરાવવામાં સફળ થયા હતા. તેઓ પાયથાગોરાસ અને પરમેડીઝના શિષ્ય હતા અને પોતાનામાં દેવત્વ છે તેમ માનતા હતા. એટના જ્વાળામુખીના મુખમાં ઝંપલાવી તેમણે મૃત્યુ નોતર્યું હતું. મૅથ્યુ આર્નોલ્ડે આ કિંવદન્તી તેમના કાવ્યમાં વર્ણવી છે.

મહેશચંદ્ર પંડ્યા

શિવપ્રસાદ રાજગોર