ઈમર્સન બોનસ યોજના

January, 2002

ઈમર્સન બોનસ યોજના : વ્યક્તિગત બોનસ આપવાની યોજના. તે ઈમર્સનની કાર્યક્ષમતા યોજના તરીકે જાણીતી છે. કામદારો કંઈક વધારે સારી કામગીરી બજાવે તે માટે તેમને ઉત્સાહ આપવા માટે કામદારોની કાર્યક્ષમતાની ટકાવારીને ધોરણે બોનસ દ્વારા ઉત્તેજન આપવાની આ યોજના છે. તેમાં વૈજ્ઞાનિક રીતે પ્રમાણકાર્ય મુકરર કરવામાં આવે છે. અભ્યાસ કરતાં ઈર્મસનને લાગ્યું કે મોટાભાગના કામદારો પ્રમાણકાર્ય પણ કરી શકતા નથી; પરંતુ તેના લગભગ  ભાગનું કામ કરી શકે છે. આથી આ યોજનામાં 66 ટકાથી ઓછી કાર્યક્ષમતાવાળા કામદારોને દૈનિક વેતનની બાંયધરી આપવામાં આવે છે; પરંતુ તેમને બોનસ મળતું નથી. 66 ટકા કાર્યક્ષમતાવાળા કામદારોને નજીવું બોનસ અને 100 ટકા કાર્યક્ષમતા પ્રાપ્ત કરનાર કામદારને 20 ટકા બોનસ આપવામાં આવે છે. 100 ટકાથી પણ વધુ કાર્યક્ષમતા દર્શાવનાર કામદારને જેટલા ટકા કાર્યક્ષમતા વધે તેટલા ટકા વધુ બોનસ આપવામાં આવે છે. આ યોજના સામાન્ય કામદારને પણ બોનસ મેળવવાની તક આપે છે. બોનસ કોઈ એકાદ દિવસ માટે નહિ, પરંતુ પગારના પૂરા સમય માટે (દા. ત., માસિક, પખવાડિક કે અઠવાડિક) ગણવામાં આવે છે. આમ જો કોઈ એક દિવસે ઉત્પાદન ઓછું થાય, તો બીજા દિવસોએ ઉત્પાદન વધારી, તે ભરપાઈ કરી શકાય. આ પદ્ધતિમાં કામદારની કાર્યક્ષમતા નક્કી કરવા માટે નીચેનાં સૂત્રોનો ઉપયોગ કરવામાં આવે છે :

શિરીષભાઈ શાહ