ઇન્ટરનૅશનલ ફિઝિશિયન્સ ફૉર ધ પ્રિવેન્શન ઑવ્ ન્યુક્લિયર વૉર : 1985નું શાંતિનું નોબેલ પારિતોષિક મેળવનાર સંસ્થા. આ સંસ્થા હૃદયરોગના બે નિષ્ણાત તબીબો – એક અમેરિકાના હાર્વર્ડ સ્કૂલ ઑવ્ પબ્લિક હેલ્થના પ્રોફેસર ડૉ. બર્નાર્ડ લોન અને બીજા રશિયાના હૃદયરોગના રાષ્ટ્રીય સંશોધનકેન્દ્રના નિયામક યેવજેની ચાઝોલ દ્વારા 1980માં શરૂ કરવામાં આવી હતી. સંસ્થાનો મુખ્ય આશય પરમાણુયુદ્ધનાં ભયાનક પરિણામો અને તેનાથી થનાર ખાનાખરાબી વિશે લોકોમાં જાગૃતિ આણવાનો હતો. સંસ્થાનું વડું મથક અમેરિકાના બૉસ્ટન શહેરમાં રાખવામાં આવ્યું છે. 41 રાષ્ટ્રોના 1,35,000 જેટલા તબીબો તેના સભ્ય છે.

દેવવ્રત  પાઠક