અરનાથ : જૈન પ્રણાલીમાં 24 તીર્થંકરોમાં 18મા તીર્થંકર. હસ્તિનાપુરના રાજા સુદર્શન અને તેની પત્ની દેવીના પુત્ર અરનાથનો જન્મ માગશર સુદ દસમના રોજ થયો હતો અને તેઓ માગશર સુદ દસમે જ નિર્વાણ પામ્યા હતા. તેમનું આયુષ્ય 84 હજાર વર્ષનું હોવાનું જૈન પરંપરા જણાવે છે. 21 હજાર વર્ષ રાજ કર્યા બાદ ત્રણ વર્ષ અજ્ઞાતવાસ કર્યો અને ત્યાર પછી અરનાથે ઉપદેશ આપવાનું શરૂ કર્યું હતું.

હેમન્તકુમાર શાહ