અમિતાક્ષર : ‘બ્લૅંક વર્સ’ને માટે બંગાળીમાં થતો શબ્દપ્રયોગ. આ છંદનો પ્રથમ પ્રયોગ માઇકલ મધુસૂદન દત્તે કર્યો. એ છંદમાં અંત્યપ્રાસ નથી હોતો. ચૌદ અક્ષરના પયાર છંદની સાથે પ્રાસરહિત અમિતાક્ષરના મિશ્રણથી આ છંદ બન્યો છે. એમાં પ્રાસ કે યતિ અર્થાનુસારી યોજવામાં આવે છે. એટલે કે જ્યાં વિચારનો કે ભાવનો વળાંક આવતો હોય ત્યાં યતિ આવે. અમિતાક્ષરે બંગાળીમાં મુક્ત છંદને માટે માર્ગ મોકળો કર્યો હતો. મુક્ત છંદમાં છાંદસ યતિને સ્થાન હોતું નથી તેમજ એનાં ચરણોમાં નિશ્ચિત માત્રાનો આગ્રહ હોતો નથી. અમિતાક્ષરમાં વર્ણોના માધુર્ય કે ગેયતા કરતાં, વિચારને વધારે પ્રાધાન્ય આપવામાં આવે છે.

ચન્દ્રકાન્ત મહેતા