અમરચંદ્રસૂરિ (13મી સદી, પૂર્વાર્ધ)

January, 2001

અમરચંદ્રસૂરિ (13મી સદી, પૂર્વાર્ધ) : સોલંકીકાલના વિદ્વાન વૈયાકરણ, તેઓ જયાનંદસૂરિના શિષ્ય હતા. તેમણે હેમચંદ્રાચાર્ય-કૃત ‘સિદ્ધ. હેમશબ્દાનુશાસન’નાં 757 સૂત્રોની બૃહદવૃત્તિ પર ‘અવચૂર્ણિ’ રચી છે.

દેવેન્દ્ર ભટ્ટ