દેવેન્દ્ર ભટ્ટ

અનુશીલન સમિતિ

અનુશીલન સમિતિ : બ્રિટિશ હકૂમતની સામે વિદ્રોહ જગાડનારી ભારતની એક ક્રાંતિકારી સંસ્થા. ઓગણીસમી સદીના અંતભાગમાં, તથા વીસમી સદીની શરૂઆતમાં, ભારતમાં બ્રિટિશ સરકાર સામેના રાષ્ટ્રીય આંદોલનમાં એક બાજુએ કૉંગ્રેસની નેતાગીરી નીચે શાંત, વિનીત અને અહિંસક પ્રવૃત્તિઓ ચાલી રહી હતી, ત્યારે બીજી બાજુએ ભારતના જુદા જુદા ભાગોમાં ગોપનીય રીતે ક્રાંતિકારી સંસ્થાઓ દ્વારા,…

વધુ વાંચો >

અફઘાન વિગ્રહ

અફઘાન વિગ્રહ : 19મી સદીમાં ભારત પર રાજ્ય કરતી બ્રિટિશ સરકારના અફઘાનિસ્તાન સાથેના બે વિગ્રહો : (1) કંપનીના શાસન સમયમાં, અને (2) ‘તાજ’ના શાસન દરમિયાન. (1) પ્રથમ અફઘાન વિગ્રહ (ઈ. સ. 1837થી 1843) કંપની સરકારના શાસન સમયમાં લડાયો હતો. વાસ્તવમાં તે અંગ્રેજોના રશિયા પ્રત્યેના ભયમાંથી ઉદભવ્યો હતો. અફઘાનિસ્તાન ભારત અને…

વધુ વાંચો >

અબ્દુલ કરીમ બિન અતાઉલ્લા

અબ્દુલ કરીમ બિન અતાઉલ્લા (ઈ. સ. 15મી સદી) : ગુજરાતના સુલતાન મહમૂદ બેગડાના સમકાલીન વિદ્વાન. તેઓ મહમૂદ બેગડાના જ નામેરી, તથા સમકાલીન એવા બહમની સુલતાન મહમૂદ બીજાના એલચી તરીકે મહમૂદ બેગડાના દરબારમાં રહ્યા હતા. તેમણે મહમૂદ બેગડાના કહેવાથી ‘તબકાતે મહમૂદશાહી’ નામનો ગ્રંથ લખ્યો હતો, જે તેમના પોતાના નામથી ‘તબકાતે અબ્દુલ…

વધુ વાંચો >

અબ્દુલ વહ્હાબ

અબ્દુલ વહ્હાબ (ઈ. 17મી સદી) : મુઘલ શહેનશાહ શાહજહાંના સમયના પાટણના સુન્ની વિદ્વાન. જ્યારે શાહજાદા ઔરંગઝેબે શહેનશાહ શાહજહાંને કેદ કરીને સલ્તનતના મુખ્ય કાઝી(કાઝી-ઉલ-કુજ્જાત)ને જુમાની નમાજમાં પોતાના નામના ખુત્બા પઢાવવાની આજ્ઞા કરી, ત્યારે કાઝીએ પિતાની હયાતીમાં પુત્રના નામના ખુત્બા પઢાવી ન શકાય તેમ કહીને ઇન્કાર કર્યો. તે સમયે પાટણના આ સુન્ની…

વધુ વાંચો >

અભયતિલકગણિ

અભયતિલકગણિ (ઈ. 13મી સદી) : સોલંકી-વાઘેલા સમયમાં થઈ ગયેલા નામાંકિત જૈન-આચાર્ય-સાહિત્યકાર. તેમણે પાલણપુરમાં 1256માં હેમચંદ્રાચાર્યના ‘દ્વયાશ્રય’ કાવ્ય ઉપર ટીકા રચીને પ્રસિદ્ધિ પ્રાપ્ત કરી હતી. ઉપરાંત શ્રીકંઠના ‘પંચપ્રસ્થાન-ન્યાયમહાતર્ક’ ઉપર ‘ન્યાયાલંકાર’ નામની વ્યાખ્યા રચી હતી. તેઓ દર્શન, કાવ્ય, સાહિત્ય, કોશ, વ્યાકરણ વગેરે શાસ્ત્રોમાં નિપુણ હતા. તેમણે ગૌર્જર અપભ્રંશમાં ‘વીરરાસ’ રચ્યો હતો, જેમાં…

વધુ વાંચો >

અભયદેવસૂરિ

અભયદેવસૂરિ (પ્રથમ) (ઈ. 10મી સદી) : રાજગચ્છના પ્રસિદ્ધ વિદ્વાન જૈનાચાર્ય. તેઓ સોલંકી વંશના સ્થાપક રાજવી મૂળરાજ(942-997)ના સમકાલીન હતા. તેમણે સિદ્ધસેન દિવાકરે રચેલા ‘સન્મતિપ્રકરણ’ ઉપર ‘તત્વબોધવિધાયિની’ નામની ટીકા રચી હતી. (આ ટીકા ‘વાદમહાર્ણવ’ નામથી પણ પ્રસિદ્ધ છે.) આ દાર્શનિક સાહિત્યકૃતિથી તેઓ ‘તર્કપંચાનન’ અને ‘ન્યાયવનસિંહ’ જેવાં બિરુદો પામ્યા હતા. માલવપતિ મુંજની સભામાં…

વધુ વાંચો >

અમરચંદ્રસૂરિ (12મી સદી)

અમરચંદ્રસૂરિ (12મી સદી) : નાગેંદ્રગચ્છના વિદ્વાન જૈનાચાર્ય. તેઓ સોલંકી રાજવી સિદ્ધરાજ જયસિંહના સમકાલીન હતા. તેઓ ‘નાગેન્દ્રગચ્છ’ના આચાર્ય શાંતિસૂરિના શિષ્ય હતા. તેમણે તથા તેમના ગુરુભાઈ આનંદસૂરિએ બાલ્યાવસ્થામાં જ સમર્થ આચાર્યોને વાદવિવાદમાં હરાવ્યા હતા, તેથી રાજા સિદ્ધરાજ જયસિંહે આચાર્ય અમરચંદ્રસૂરિને ‘સિંહશિશુક’ અને આનંદસૂરિને ‘વ્યાઘ્રશિશુક’ એવાં બિરુદો આપ્યાં હતાં. આચાર્ય અમરચંદ્રસૂરિએ ‘સિદ્ધાંતાર્ણવ’ નામનો…

વધુ વાંચો >

અમરચંદ્રસૂરિ (13મી સદી, પૂર્વાર્ધ)

અમરચંદ્રસૂરિ (13મી સદી, પૂર્વાર્ધ) : સોલંકીકાલના વિદ્વાન વૈયાકરણ, તેઓ જયાનંદસૂરિના શિષ્ય હતા. તેમણે હેમચંદ્રાચાર્ય-કૃત ‘સિદ્ધ. હેમશબ્દાનુશાસન’નાં 757 સૂત્રોની બૃહદવૃત્તિ પર ‘અવચૂર્ણિ’ રચી છે. દેવેન્દ્ર ભટ્ટ

વધુ વાંચો >

અલાઉદ્દીન અતા મુહંમદ

અલાઉદ્દીન અતા મુહંમદ (સોળમી સદી) : ગુજરાતના સુલતાન બહાદુરશાહ(1526થી 1537)ના સમકાલીન વિદ્વાન અને ઉચ્ચ કોટિના અરબી શાયર. જ્યારે સુલતાન બહાદુરશાહ મુઘલ બાદશાહ હુમાયૂંના હાથે પરાજય પામીને દીવમાં પોર્ટુગીઝો પાસે નાસી ગયો, ત્યારે પોર્ટુગીઝોએ શાયર અલાઉદ્દીન અતા મુહંમદને કેદ કર્યા હતા. અરબીમાં ‘ઉજૂબાતુઝ્ઝમાન’ (જમાનાની અજાયબીઓ) અને ‘નાદિરતુદ્દૌરાન’ (યુગોની અજાયબી) નામના તેમના…

વધુ વાંચો >

અલીગઢ આંદોલન

અલીગઢ આંદોલન : સાંસ્કૃતિક પ્રવૃત્તિ દ્વારા મુસ્લિમ સમાજમાં જાગૃતિ લાવવા માટે  સર સૈયદ અહમદે (1817-1898) ચલાવેલી ઝુંબેશ. તેમની દૃષ્ટિએ હિંદના મુસ્લિમો રૂઢિચુસ્તતા અને બ્રિટિશ શાસન તરફની શંકાને લીધે પાશ્ચાત્ય શિક્ષણથી વિમુખ રહ્યા હતા, તેથી હિંદુઓની તુલનામાં તેમણે રાજકીય, વહીવટી અને આર્થિક વગ ગુમાવીને પોતાનું ભવિષ્ય ધૂંધળું બનાવ્યું હતું. સૌ પહેલાં…

વધુ વાંચો >