અમરદાસ ગુરુ

January, 2001

અમરદાસ ગુરુ (જ. 23 મે 1479, બાસરકા, અમૃતસર, પંજાબ; અ. 16 સપ્ટેમ્બર 1574, ગોઈંદવાલ સાહિબ, પંજાબ) : શીખધર્મના ત્રીજા ગુરુ. વતન બાસરકા ગામ. તેમણે નાનકના ધર્મસંદેશને વ્યવસ્થિત પંથનું રૂપ આપ્યું હતું. તેમણે ધર્મપ્રચાર માટે 22 મંજી (આસન) અને 52 સ્ત્રીઓ સહિત 146 મસંદ (ધર્મપ્રચારક) નીમ્યા હતા; પડદા અને સતીની પ્રથાનો નિષેધ કર્યો; ‘ગુરુકા લંગર’ને વિસ્તાર્યું; પોતા

સહિત ત્રણ ગુરુઓ અને અન્ય ભક્તકવિઓની રચનાઓનો સંગ્રહ તૈયાર કર્યો અને પોતાના શિષ્ય તથા જમાઈ રામદાસને ગુરુગાદી આપી.

ઉ. જ. સાંડેસરા