Mountaineering

કૈલાસ (પર્વત)

કૈલાસ (પર્વત) : હિમાલયની હારમાળામાં આવેલું પર્વત-શિખર તથા ધાર્મિક મહત્વ ધરાવતું સ્થળ. ભૌગોલિક સ્થાન : 31o 05′ ઉ. અ. અને 81o 20′ પૂ. રે.. તે લદ્દાખ પર્વતશ્રેણીથી 80 કિમી.ને અંતરે સિંધુ નદીના ઉત્તર કાંઠા નજીક આવેલું છે. આ પર્વતશ્રેણી જળકૃત ખડકોથી બનેલી છે, કૈલાસ પર્વત-શિખરના ઉત્તર તરફના ભાગમાં સ્તરાનુક્રમના સંદર્ભમાં…

વધુ વાંચો >

તેનસિંગ નૉર્કે

તેનસિંગ નૉર્કે (જ. 29 મે 1914, ત્સા-ચુ, નેપાલ; અ. 9 મે 1986, દાર્જિલિંગ) : વિશ્વનું સર્વોચ્ચ શિખર માઉન્ટ એવરેસ્ટ સર્વપ્રથમ સર કરનાર પર્વતારોહક. બૌદ્ધ ધર્મનું ચુસ્તપણે પાલન કરનાર થામી ગામના એક ખેડૂત-પરિવારમાં જન્મ. નાનપણમાં તે ખેતીમાં મજૂરી ઉપરાંત યાક ચરાવવાનું કામ કરતો. તેર વર્ષની વયે તે ઘરમાંથી બે વાર ભાગી…

વધુ વાંચો >

પર્વતારોહણ

પર્વતારોહણ : પર્વત પર આરોહણ કરવાની પ્રવૃત્તિ. પર્વતારોહણનું નામ સાંભળતાં જ દૃષ્ટિ સમક્ષ નગાધિરાજ હિમાલય ખડો થાય છે. ભારતમાં સાત પર્વતમાળાઓ છે : (1) હિમાલય, (2) પટકી, (3) વિંધ્ય, (4) સાતપુડા, (5) અરવલ્લી, (6) સહ્યાદ્રિ, (7) પૂર્વ અને પશ્ચિમ ઘાટ. હિમાલય વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે. તેની લંબાઈ 2400 કિમી.…

વધુ વાંચો >

પંડ્યા ધ્રુવકુમાર

પંડ્યા, ધ્રુવકુમાર (જ. 12 ફેબ્રુઆરી 1923; અ. 10 જૂન 1990) : ગુજરાતના જાણીતા પર્વતારોહક તથા પર્વતારોહણ-પ્રશિક્ષક. ગુજરાતને 1,600 કિમી. જેટલો વિશાળ સાગરકાંઠો હોવાથી તરણપ્રવૃત્તિ માટે અનુકૂળતા હતી. સ્વતંત્રતા પૂર્વેના દિવસોમાં, સપાટ ગુજરાત દેશમાં પર્વતારોહકો હિમાલયનો સાદ સાંભળી અધીરા બન્યા હતા. ગુજરાત રાજ્યની 1960માં સ્થાપના થયા પછી પર્વતારોહણક્ષેત્રે જે નામો આગળ…

વધુ વાંચો >

પંડ્યા નંદિનીબહેન

પંડ્યા, નંદિનીબહેન (જ. 7 મે 1942) : ગુજરાતનાં પ્રસિદ્ધ પર્વતારોહક. ધ્રુવકુમાર પંડ્યા સાથે તેમણે ગુજરાતી યુવતીઓમાં પર્વતારોહણની સાહસભાવના વિકસાવવામાં નોંધપાત્ર કાર્ય કર્યું છે. પિતા મોહનદાસ પટેલ અમદાવાદના વિખ્યાત માણેકલાલ જેઠાભાઈ ગ્રંથાલયના ગ્રંથપાલ હતા. બાળપણથી રમતગમતમાં રુચિ ધરાવતી પુત્રીને તેમણે પ્રોત્સાહન આપ્યું. દસ વર્ષની વયમાં જ તેમણે કરાટે, જ્યુજિત્સુ આદિ કૌશલ્યોમાં…

વધુ વાંચો >

પાલ બચેન્દ્રી

પાલ, બચેન્દ્રી (જ. 24 મે 1954, ઉત્તરકાશી, ઉત્તરપ્રદેશ) : એવરેસ્ટ આરોહણ કરનારી સર્વપ્રથમ ભારતીય મહિલા પર્વતારોહક. બચેન્દ્રી પાલે બી.એ. અને એમ.એ.ની પદવી મેળવી, ઉત્તરકાશીમાં આવેલી નેહરુ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ માઉન્ટેનિયરિંગમાં પર્વતારોહણનો પ્રાથમિક અને એડવાન્સ કોર્સ સફળતાપૂર્વક પૂરો કર્યો. 1982-1983માં એવરેસ્ટની તૈયારી રૂપે યોજાયેલાં બે આરોહણોમાં ભાગ લીધો અને 23,000 ફૂટની ઊંચાઈ…

વધુ વાંચો >

બૅક, જ્યૉર્જ (સર)

બૅક, જ્યૉર્જ (સર) (જ. 1796, સ્ટૉકપૉર્ટ, ગ્રેટર માન્ચેસ્ટર, નૉર્થવેસ્ટ ઇંગ્લેન્ડ; અ. 1878) : ઉત્તર ધ્રુવપ્રદેશના સાહસખેડુ. 1818થી ’22 તથા 1825થી ’27 દરમિયાન તેમણે સર જૉન ફ્રૅન્ક્લિન સાથે ઉત્તર ધ્રુવની સાહસ-સંશોધનલક્ષી સફર ખેડી હતી. 1833થી ’35 દરમિયાન તે સાહસખેડુ સર જૉન રૉસની શોધમાં નીકળ્યા અને એ સાહસયાત્રામાં ‘આર્ટિલરી લેક’ની શોધ કરવા…

વધુ વાંચો >

બેકર, સૅમ્યુઅલ (સર)

બેકર, સૅમ્યુઅલ (સર) (જ. 1821, લંડન, ઇંગ્લૅન્ડ; અ. 1893) : અંગ્રેજ સાહસવીર. તેમણે નાઈલ નદીનાં મૂળ સ્થાનોની શોધ માટે સાહસપ્રવાસ ખેડ્યો અને 1864માં ગૉન્ડોકૉરો ખાતે સ્પેક તથા ગ્રાન્ટ સાથે ભેટો થયો. 1864માં નાઈલ નદી જેમાં આવી ભળે છે તે અંતરિયાળ દરિયા (inland sea) સુધી પહોંચ્યા અને તેને ‘ઍલ્બર્ટ ન્યાન્ઝા’ એવું…

વધુ વાંચો >

બૉનિંગ્ટન, ક્રિસ (સર)

બૉનિંગ્ટન, ક્રિસ (સર) (જ. 1934, લંડન) : પર્વતારોહક તથા ફોટો-જર્નાલિસ્ટ. તેમણે સૅન્ડહર્સ્ટ ખાતેની રૉયલ મિલિટરી એકૅડેમી ખાતે તાલીમ  લીધી. તેમણે પોતાના સર્વપ્રથમ પર્વતારોહણ દરમિયાન અન્નપૂર્ણા-2 (1960) તથા નુપ્તસે (1961) પર ચઢાણ કર્યું. 1962માં આઇગરનું ઉત્તરીય ચઢાણ કર્યું અને 1983માં દક્ષિણ ધ્રુવ પરના માઉન્ટ વિન્સન પર ચઢાણ કરીને તેઓ એ સ્થળોના…

વધુ વાંચો >

બ્લૅશફૉર્ડ-સ્નેલ, કર્નલ જૉન

બ્લૅશફૉર્ડ-સ્નેલ, કર્નલ જૉન (જ. 1936, હફૉર્ડ, ઇંગ્લૅન્ડ) : સાહસખેડુ અને યુવાનેતા. તેમણે સૅન્ડહર્સ્ટ ખાતે તાલીમ લીધી હતી. પછી તેઓ 1957માં રૉયલ એન્જિનિયર્સમાં જોડાયા. તેમણે લગભગ 40 ઉપરાંત સાહસલક્ષી પ્રવાસો ખેડ્યા. એ ઉપરાંત સાયન્ટિફિક એક્સપ્લૉરેશન સોસાયટીના ઉપક્રમે યોજાયેલા ‘બ્રિટિશ-ટ્રાન્સ-અમેરિકાઝ’ (1972) અને ‘ઝેર રિવર’ (1975/84) નામના સાહસપ્રવાસોની આગેવાની પણ સંભાળી. તેમણે ઑપરેશન…

વધુ વાંચો >