Literary genre

આઇડિલ

આઇડિલ : પશ્ચિમનો એક કાવ્યપ્રકાર. આઇડિલ (idyll અથવા idyl) ગ્રીક શબ્દ eidyllion – ઐદીલ્લિઓન-પરથી અવતર્યો છે. તેનો અર્થ ‘નાનું ચિત્ર’. ગ્રામીણ પરિવેશ અને પ્રાકૃતિક ચિત્ર જેમાં મનહર રીતે આલેખાયેલું હોય તેવું લઘુ કાવ્યસ્વરૂપ છે. ઈ. પૂ. ત્રીજી સદીમાં ઍલેક્ઝાંડ્રિયન કવિસમૂહના કવિઓ અને ખાસ કરીને થિયૉક્રિટ્સ બ્રિયોન અને મોસ્ચસે રચેલાં પ્રાકૃતિક…

વધુ વાંચો >

આખ્યાન

આખ્યાન : મધ્યકાલીન ગુજરાતી કાવ્યપ્રકાર. આખ્યાન શબ્દનો અર્થ થાય છે, કથાનું સવિસ્તર કથન. કાવ્યશાસ્ત્રકાર ભોજ એમના ‘શૃંગારપ્રકાશ’માં આખ્યાનને શ્રાવ્યકાવ્યનો એક પ્રકાર કહે છે. આખ્યાન વિશે એમણે કહ્યું છે કે કોઈ પણ એક ગ્રાન્થિક એટલે કથા કહેનાર એકલો જ ગોવિન્દાખ્યાન જેવી પૌરાણિક કથાને ગાયન, વાદન, અભિનય સહિત લોકો સમક્ષ રજૂ કરે,…

વધુ વાંચો >

ઊર્મિકાવ્ય

ઊર્મિકાવ્ય : સામાન્યત: ઊર્મિના પ્રાધાન્યવાળું કાવ્ય. મૂળ ગ્રીક શબ્દ Lyra અથવા Lyrikos પરથી અંગ્રેજીમાં ઊર્મિકાવ્ય માટે lyric સંજ્ઞા પ્રયોજાઈ છે. લાઇર (lyre) નામના તંતુવાદ્ય સાથે આ પ્રકારની રચનાઓ ગવાતી. સ્વરૂપ : વર્ણનાત્મક અને નાટ્યાત્મક કવિતાથી ઊર્મિકાવ્યનો પ્રકાર ઊર્મિના પ્રત્યક્ષ અને સહજ આવિષ્કારને કારણે જુદો પડે છે. ઊર્મિ એનું પ્રાણતત્વ છે.…

વધુ વાંચો >

ઋતુકાવ્ય

ઋતુકાવ્ય : પ્રકૃતિનિરૂપણને પ્રાધાન્ય આપતી કાવ્યરચના. વર્ષના અમુક કાલખંડમાં પલટાતી નિસર્ગની વિભિન્ન મુદ્રાઓરૂપ હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ એ છ ભારતીય ઋતુઓમાંથી કોઈ એક, વધુ કે આખા ઋતુચક્રમાં બદલાતા વાતાવરણનું વર્ણન તેમાં મળે છે. તે ઋતુચક્રનું એના નિશ્ચિત ક્રમમાં જ નહિ પણ કોઈ એક ઋતુથી પ્રારંભીને પછી ક્રમશ:…

વધુ વાંચો >

એમ્બ્લમ બુક

એમ્બ્લમ બુક : પ્રતીકાત્મક ચિત્રોનો સંગ્રહ. ચિત્રો સાથે મુક્તકો અને પદ્યમાં લખાયેલાં વિવરણો તેમ જ ઘણી વખત ગદ્ય ટીકા પણ અપાતાં મૂળ મધ્યકાલીન રૂપકમાળામાંથી ઉદભવેલો આ પ્રકાર ઈસવી સનના સોળમા શતકના ઇટાલીમાં ચિત્રાત્મક-સાહિત્યિક પ્રકાર તરીકે વિકસ્યો અને તે પછી સત્તરમી સદીમાં સમસ્ત યુરોપમાં તે લોકપ્રિય બન્યો હતો. નેધરલૅન્ડમાં આરંભ થયા…

વધુ વાંચો >

કક્કો

કક્કો : મધ્યકાલીન ગુજરાતી પદ્યપ્રકાર. આ પ્રકારનાં કાવ્યોમાં વર્ણમાળાનો પ્રત્યેક અક્ષર લઈને પ્રત્યેક પંક્તિ રચાઈ હોય છે. પ્રાચીન ગુર્જર કાવ્યસંગ્રહમાં આવી કેટલીક પ્રાચીન કૃતિઓ સંગ્રહાઈ છે. એમાં પ્રત્યેક વર્ણથી આરંભાતી ઉપદેશાત્મક રચના હોય છે. જેમ કે ‘કક્કા કર સદગુરુનો સંગ’. પ્રીતમ, થોભણ, નાકર, ધીરો ઇત્યાદિ કવિઓએ આ પ્રકારનાં કાવ્યોની રચના…

વધુ વાંચો >

કવિતા

કવિતા સંસ્કૃત મૂળના कु કે कव् ધાતુ પરથી ‘કવિતા’, ‘કવન’, ‘કાવ્ય’, ‘કવિ’, ‘કવયિત્રી’ જેવા શબ્દો ગુજરાતીમાં પ્રચારમાં છે. ‘कु’ ધાતુનો અર્થ જ ‘અવાજ કરવો’. એ પરથી ઊતરી આવેલ ‘કવિતા’, ‘કાવ્ય’ શબ્દ પણ સાહિત્ય જેવી શ્રવણભોગ્ય કલાનો સંકેતક છે. ‘કવિ’ અને ‘કવિતા’ના અર્થમાં અરબી ભાષાના ‘શાયર’ અને ‘શાયરી’ શબ્દો પણ પ્રયોજાય…

વધુ વાંચો >

કાવ્ય (સંસ્કૃત)

કાવ્ય (સંસ્કૃત) : કવિનું કર્મ, કવિના રચનાવ્યાપાર ફલિત રૂપનું તે કાવ્ય. કાવ્યશાસ્ત્રીઓએ ‘કાવ્ય’ને બે રીતે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે : 1. કવિવ્યાપારની ર્દષ્ટિએ અને 2. લક્ષણનિર્દેશની ર્દષ્ટિએ. રાજશેખર, વિદ્યાધર, અભિનવગુપ્ત, મમ્મટ આદિ આલંકારિકો સ્પષ્ટપણે ‘કવિનો રચનાવ્યાપાર તે કાવ્ય’ એમ કહે છે. રાજશેખર કહે છે, ‘કવિ શબ્દ कवृ ધાતુમાંથી નિષ્પન્ન થયો…

વધુ વાંચો >

કૉન્ક્રીટ પોએટ્રી

કૉન્ક્રીટ પોએટ્રી : આકારલક્ષી કવિતા(L. carmen figuratum, shaped poetry)ની પેટા નીપજરૂપ કાવ્યલેખનનો આધુનિક પ્રવાહ. આધુનિક ચિત્રકલા અને આધુનિક સંગીતને સમાંતર રહી કવિતાના જે પ્રયોગો થયા એમાં કવિતાને સાંભળવા ઉપરાંત જોવાય એવો ઉદ્યમ પણ થયો. વ્યવહારમાં ભાષાનાં અર્થ સિવાયનાં ઉપેક્ષિત પાસાંનો આધુનિક કવિતામાં જે વિનિયોગ થયો એમાં ભાષાના મુદ્રણપાસાનો ઉપયોગ પણ…

વધુ વાંચો >

કૉમેડી

કૉમેડી : મનુષ્યસ્વભાવ કે વર્તન પર ટીકા કે કટાક્ષ કરતો હાસ્યરસિક અને સુખાન્ત નાટ્યપ્રકાર. ચોથી સદીના પ્રાચીન ગ્રીક કાળથી સાંપ્રત અણુયુગ સુધી લેખક, વાચક તથા પ્રેક્ષક માટે આ નાટ્યપ્રકાર આકર્ષણરૂપ રહ્યો છે. કૉમેડી શબ્દ મૂળ ગ્રીક ધાતુ Komos પરથી ઊતરી આવ્યો છે. એનો અર્થ છે મુક્ત મને કરાતી આનંદની ઉજવણી.…

વધુ વાંચો >