Anthropology
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ
અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ : ભારતના બંધારણમાં નિર્દિષ્ટ આદિમ ને પછાત વર્ગો માટે પ્રયોજાયેલી સંજ્ઞા. જનજાતિ અથવા આદિવાસી શબ્દ કોઈ એક પ્રદેશમાં રહેતા અને પોતાની જાતને રાજકીય રીતે સ્વાયત્ત ગણાવતા સુગ્રથિત સામાજિક એકમ માટે વપરાય છે. મોટા ભાગના કિસ્સાઓમાં આદિજાતિને પોતાની સ્વતંત્ર બોલી અને સ્વતંત્ર સંસ્કૃતિનાં લક્ષણો પણ હોય…
વધુ વાંચો >અમેરિકન રેડ ઇન્ડિયન
અમેરિકન રેડ ઇન્ડિયન : અમેરિકાના આદિવાસીઓ. આટલાન્ટિક મહાસાગર ઓળંગી ભારત આવવા નીકળેલો કોલંબસ 1493માં અમેરિકા પહોંચ્યો ત્યારે આદિવાસીઓને તેણે ‘ઇન્ડિયન’ નામ આપ્યું હતું. આજથી 200 વર્ષ પહેલાં યુરોપથી ગયેલા ગોરા લોકો અમેરિકાના આદિવાસીઓની તામ્રવર્ણી ત્વચા જોઈ તેમને ‘રેડ ઇન્ડિયન’ તરીકે ઓળખવા લાગ્યા. હાલમાં તેઓ ‘અમેરિન્ડ’, ‘અમેરિન્ડિયન’ અથવા ‘અમેરિકન ઇન્ડિયન’ તરીકે…
વધુ વાંચો >અર્જુનાયનો
અર્જુનાયનો : જુઓ, આર્જુનાયન
વધુ વાંચો >આદિજાતિ
આદિજાતિ : પ્રાચીન સમયથી રહેતો આવેલો અને હાલ માનવસંસ્કૃતિના પ્રારંભિક સ્તરે જીવન વિતાવતો જનસમૂહ. આદિજાતિ માટે અંગ્રેજીમાં ‘ઍબોરિજિનલ’ (મૂળ વતનીઓ), ‘ઇંડિજીનસ પીપલ’, ‘ઓટોથોન’, ‘ફૉરેસ્ટ ડ્વેલર્સ’, ‘સૅવેજિઝ’ કે ‘પ્રિમિટિવ’ (આદિમ), ‘ઍનિમિસ્ટ (ગૂઢ આત્મવાદીઓ) જેવા શબ્દો વપરાય છે. ભારતમાં આદિજાતિ માટે સામાન્યત: આદિવાસી (tribal) શબ્દ પ્રચલિત છે. જંગલોમાં રહેતા હોય તેમને માટે…
વધુ વાંચો >ઍઝટેક સંસ્કૃતિ
ઍઝટેક સંસ્કૃતિ : ઉત્તર અમેરિકાની સંસ્કૃતિઓમાંની એક. તેનો આરંભ 1168ના અરસામાં અને અંત 1525ના અરસામાં થયો હતો. ઓલ્મેક, ઝોપોટેક, મીક્સટેક, ટોલ્ટેક, ટોટોનેક, હુઆસ્ટેક જેવી પ્રાક્-ઍઝટેક સંસ્કૃતિઓ મેક્સિકી અખાત અને પ્રશાંત મહાસાગર વચ્ચે અસ્તિત્વ ધરાવતી હતી. બારમી સદીના ત્રીજા ચરણમાં ઉત્તર-પશ્ચિમ તરફથી તેનોકાસ (ઍઝટેક) જાતિ અનાહોક સરોવરમાં પ્રવેશી. જમીનવિહોણા અને મિત્રવિહોણા…
વધુ વાંચો >ઓરાંવ
ઓરાંવ : બિહાર, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ અને ઓરિસ્સામાં વસતી ભારતની એક મહત્વની આદિવાસી જાતિ. તેની વસ્તી બિહારના રાંચી, લોહારદાગા, ગુમલા, પાલામાઉ અને ધનબાદ, પ. બંગાળના આંકુશ, મિદનાપોર, પુરુલિયા, જલપાઈગુરી અને ચોવીસ પરગણાં તથા મધ્યપ્રદેશના સરગુજા અને રાયગઢ જિલ્લાઓમાં મુખ્યત્વે કેન્દ્રિત થયેલી છે. ઓરાંવ લોકો અત્યારે સ્થાયી ખેતીમાં રોકાયેલા છે. પહેલાં…
વધુ વાંચો >ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની આદિજાતિઓ
ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની આદિજાતિઓ : નિગ્રોઇડ પ્રજાતિમાંથી ઊતરી આવેલી જાતિઓ. પ્રશાંત મહાસાગરમાં આવેલ ઑસ્ટ્રેલિયા મહાદ્વીપ, ન્યૂઝીલૅન્ડ, ન્યૂગિની, પૉલિનેશિયા અને અન્ય નાનામોટા ટાપુઓનો બનેલો છે. શરીરવિજ્ઞાનની ખાસિયતોને ધ્યાનમાં લેતાં તેમને ઑસ્ટ્રેલૉઇડનું ખાસ નામ આપવામાં આવ્યું છે. એમનો રંગ કથ્થાઈ-કાળો હોય છે. તેમના શરીર ઉપર ભરાવદાર વાળ હોય છે. તેઓ પહોળું મોઢું,…
વધુ વાંચો >ઑસ્ટ્રોગૉથ
ઑસ્ટ્રોગૉથ : પ્રાચીન યુરોપની ‘ગૉથ’ નામની પ્રસિદ્ધ જાતિની પૂર્વીય શાખા. ઈસુની પાંચમી સદીના અંતભાગમાં આ ઑસ્ટ્રોગૉથ જાતિના લોકોએ ઇટાલી જીતી લીધું અને એમના નેતા થિયૉડોરિકે ઇટાલી, સિસિલી અને ડાલમેશિયામાં પોતાનું રાજ્ય સ્થાપ્યું, જે ઈ. સ. 555 સુધી ચાલુ રહ્યું હતું. મુગટલાલ પોપટલાલ બાવીસી
વધુ વાંચો >