Chinese literature

ગાઓ સિન્ગઝિયાન (Gao Xingjian)

ગાઓ સિન્ગઝિયાન (Gao Xingjian) (જ. 4 જાન્યુઆરી 1940, ગૅન્ઝૂ, જિઆંઝી પ્રાંત, ચાઇના) : ચાઇનીઝ નવલકથાકાર, નાટ્યકાર, દિગ્દર્શક અને વિવેચક. આજે ફ્રેન્ચ નાગરિક છે. સાર્વત્રિક માન્યતા, વેધક આંતરદૃષ્ટિ અને ભાષાકીય ચાતુર્ય દ્વારા ચાઇનીઝ નવલકથા અને નાટકને નવી દિશા આપવા માટે તેમને 2000ના વર્ષનો નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. ગાઓના પિતા બૅન્કમાં…

વધુ વાંચો >

ચાઉ ત્સો-જેન

ચાઉ ત્સો-જેન (પિન્યિન ઝાઉ ઝુઓ-રેન) (જ. 16 જાન્યુઆરી 1885, શાઑ-સિંગ, ચેકિયૉંગ-પ્રોવિન્સ, ચીન; અ. 1966, બેજિંગ) : નિબંધકાર, અનુવાદક અને વિદ્વાન ચીની સાહિત્યકાર. પરદેશી ભાષાઓની અનેક નવલકથાઓનો અનુવાદ તેમણે ચીની ભાષામાં કર્યો છે. ચાઉ ત્સો-જેનના ભાઈ ચાઉ શુ જેન (લૂ-શૂન) પણ સાહિત્યકાર હતા. બંને ભાઈઓએ ચીની ભાષાના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કરેલો.…

વધુ વાંચો >

ચીની ભાષા અને સાહિત્ય

ચીની ભાષા અને સાહિત્ય ચીની ભાષા આ ભાષા ચીની-તિબેટન વર્ગની ભાષા છે. યુનાઇટેડ નેશન્સની જે છ અધિકૃત ભાષાઓ છે તેમાંની એક ભાષા છે. એકલા ચીની ભાષાના ભાષકો 1200 મિલિયનથી વધુ છે. આ શાખામાં અનેક બોલાતી ભાષાઓનો સમાવેશ થાય છે. આ બધી ભાષાઓને પાંચ બોલીઓમાં વિભાજી શકાય છે. મંદારીન, વુ, મિન,…

વધુ વાંચો >

તાઓ મિએન ઉર્ફે તાઓ યુઆન મિંગ

તાઓ મિએન ઉર્ફે તાઓ યુઆન મિંગ (જ. 369, નાનચેંગ; અ. 427) : ચીની કવિ અને નિબંધકાર. તેમનાં માત્ર 150 કાવ્યો અને કેટલીક ગદ્યરચનાઓ હાલ પ્રાપ્ય છે. જોકે ઘણા જાણીતા ચીની સાહિત્યકારોની બાબતમાં બન્યું છે તેમ મિએનના નામે અનેક કૃતિઓ ચડાવવામાં આવી છે. તેમની અનેક જાણીતી કૃતિઓ તેમના જીવનનાં છેલ્લાં વીસેક…

વધુ વાંચો >

તિંગ લિંગ

તિંગ લિંગ (જ. 1907, લિન્લી કો, ચીન; અ. 1985) : ચીનનાં વાર્તા- લેખિકા. મૂળ નામ જિઆંગ બિંગઝા. બેજિંગ યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યા બાદ 1930માં ડાબેરી લેખકોની લીગમાં જોડાયાં અને તેના મુખપત્રનાં તંત્રી બન્યાં. 1932માં તેઓ સામ્યવાદી પક્ષમાં જોડાયાં પણ પુરુષોની આંધળી દેશદાઝ તથા અન્ય ભેદભાવની ઉઘાડેછોગ ટીકા કરવા બદલ પક્ષ તરફથી…

વધુ વાંચો >

તુ ફુ

તુ ફુ (જ. 712, શાઓલિંગ; અ 770, હેન્ગચાઉ) : મહાન ચીની કવિ. જન્મ સામાન્ય મધ્યમ વર્ગના કુટુંબમાં. પિતા અમલદાર હતા. નાનપણમાં માતાનું અવસાન થવાથી માસીએ એમનું પાલન કર્યું હતું. કવિતા, પ્રવાસ અને સનદી નોકરી એમના જીવનનો મુખ્ય પુરુષાર્થ હતો. 731થી 735 ચાર વર્ષ એમણે પ્રવાસ કર્યો. પછી અમલદાર થવા માટેની…

વધુ વાંચો >

પો-ચૂ-ઈ

પો–ચૂ–ઈ (જ. 28 ફેબ્રુઆરી 772, હોનાન; અ. 8 સપ્ટેમ્બર 846 Lyoyang, ચીન) : ચીની કવિ. મુખ્યત્વે બૅલેડ કાવ્યો અને વ્યંગ્ય કવિતા માટે વિખ્યાત. સામાન્ય જનતા સમજી શકે તેવી કવિતા સર્જવાના આગ્રહી. તેમના કુટુંબમાં મોટા ભાગના સભ્યો કવિઓ અને અધિકારીઓ હતા. 794માં પિતાના નિધનથી સિવિલ સર્વિસની પરીક્ષાના અભ્યાસમાં વિક્ષેપ ઊભો થયો.…

વધુ વાંચો >

મો યાન, ગુયાન (ઉપનામ : ‘મો યાન’) (Gvan Moye)

મો યાન, ગુયાન (ઉપનામ : ‘મો યાન’) (Gvan Moye) (જ. 17 ફેબ્રુઆરી 1955 ગાઓમી, શેંડિંગ, ચીન) : 2012નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર ચીનના નવલકથાકાર અને લઘુકથા-લેખક. તેમનો જન્મ ખેડૂત પરિવારમાં થયો હતો. તેઓ અગિયાર વર્ષના હતા ત્યારે ચીનમાં સાંસ્કૃતિક ક્રાંતિ થઈ અને તેઓ ભણવાનું છોડીને ખેતીકામમાં જોડાઈ ગયા હતા.…

વધુ વાંચો >

લી ચિંગ-ચાઓ

લી ચિંગ-ચાઓ (જ. 1081, શીનાન શાનતુંગ, ચીન; અ. 1150, શીનાન શાનતુંગ, ચીન) : ચીનનાં મહાન કવયિત્રી. પિતા ઓજસ્વી લેખક અને દાદીમા નામાંકિત વિદુષી. આમ સાહિત્યના સંસ્કાર લી ચિંગ-ચાઓને વારસામાં જ મળેલા. 1101માં પ્રાચ્યવિદ્યાના ખ્યાતનામ નિષ્ણાત ચાઓ-મિંગ-ચૅંગ સાથે લગ્નગ્રંથિથી જોડાઈને અત્યંત સુખી દાંપત્યજીવન માણ્યું; પણ એ સુખ દીર્ઘકાલીન ન નીવડ્યું. જ્યુશેન…

વધુ વાંચો >

લી પો (લી તાઈ પો)

લી પો (લી તાઈ પો) (જ. 701, જિલ્લો ઝેરવાન, ચીન; અ. 762, તાંગ્તુ, જિલ્લો અન્વી) : ચીનના પ્રખ્યાત ઊર્મિકવિ. બાળપણનો મોટો ભાગ અને યુવાની વતનની આસપાસ પર્વતો વચ્ચે પરિભ્રમણ અને સાહસોમાં પસાર. ઓગણીસમા વર્ષે ગૃહત્યાગ કરીને તાઓના સંઘમાં ભળ્યા. પચીસમા વર્ષે મધ્ય એશિયાની ઉત્તર સરહદ સુધીના પ્રદેશો ખૂંદી વળ્યા. 727માં…

વધુ વાંચો >