હેમંત વાળા
ઝૂલતા બગીચા, બૅબિલોન
ઝૂલતા બગીચા, બૅબિલોન : પ્રાચીન વિશ્વની એક અજાયબી. યુફ્રેટિસ નદીને કિનારે હાલના બગદાદથી દક્ષિણે આશરે 100 કિમી.ના અંતરે રાજા નેબૂસડ્રેઝર બીજા (ઈ. સ. પૂ. 605–563)એ બૅબિલોનમાં પોતાનો મહેલ, નગરને ફરતો ગઢ તથા ઝૂલતા બગીચા બનાવડાવેલા. આમાંના 275 મી. × 183. મી. વિસ્તારમાં વિકસાવાયેલ બગીચા વિશે ચોક્કસ માહિતી પ્રાપ્ય નથી. એમ…
વધુ વાંચો >ઝૂલતા મિનારા, અમદાવાદ
ઝૂલતા મિનારા, અમદાવાદ : એકને હલાવવાથી બીજા મિનારામાં પણ કંપન થાય એવા અમદાવાદની મસ્જિદોના મિનારા. આવા મિનારા ઈ. સ. 1445માં બનેલી રાજપુર વિસ્તારની બીબીની મસ્જિદમાં તથા ઈ. સ. 1510માં બનેલ સીદી બશીરની મસ્જિદમાં છે. અહમદશાહ બીજાએ પોતાની માતા મખ્દુમ-એ-જહાનની યાદમાં ભૌમિતિક આકારોની ભાતના તળ-દર્શનવાળી બનાવેલી, ગોમતીપુરમાં 4598.7 ચોમી. વિસ્તારમાં પ્રસરેલી…
વધુ વાંચો >ટિમ્પનમ
ટિમ્પનમ : પશ્ચિમી સ્થાપત્ય અનુસાર પ્રવેશમંડપનાં નીચાં ઢળતાં છાપરાં કે કમાન પરની ત્રિકોણાકાર કે વૃત્તખંડીય બાંધણી. યુરોપમાં અગિયારમી તથા બારમી સદીમાં ચર્ચની રચનામાં તેનો ઉપયોગ થતો. તેમાં વચમાં મોટી ઈસુની મૂર્તિવાળું લાસ્ટ જજમેન્ટનું શિલ્પ કંડારાતું. મોઝેના સંત પિયેરના તથા ઑટમના સંત લઝારના ચર્ચના ટિમ્પનમ ઉલ્લેખનીય છે. હેમંત વાળા
વધુ વાંચો >ટૅબર્નેકલ
ટૅબર્નેકલ : પશ્ચિમી સ્થાપત્યમાં જોવા મળતો ચર્ચની મધ્યમાં આવેલ સુશોભિત ખાંચો, જેના પર વિતાન હોય. આ ખાંચામાં મૂર્તિ રખાય છે. પ્રૉટેસ્ટન્ટ પંથના ચર્ચના સભાખંડને માટે પણ આ શબ્દ વપરાય છે. વળી ઈ. સ. પૂ. 1490ના સમયગાળામાં ઇઝરાયલી પ્રજા દ્વારા બનાવાતા વિશાળ તંબૂને ટૅબર્નેકલ કહ્યો છે. આવો એક તંબૂ 48 મી.…
વધુ વાંચો >ટ્રાયફોરિયમ
ટ્રાયફોરિયમ : ચર્ચની મધ્યવીથિ સન્મુખ, ઉપરના કમાનવાળા છાપરા કે છત નીચે ત્રણ સ્તરે ખૂલતા ઝરૂખા. રોમનેસ્ક સ્થાપત્યશૈલીમાં તે ચર્ચનું મહત્વનું અંગ બની રહ્યું હતું પણ ગૉથિક સ્થાપત્યમાં તે લુપ્ત થયું. લૅટિન ભાષામાં tresનો અર્થ ત્રણ અને foresનો અર્થ વાતાયન (openings) થાય છે. તેથી ટ્રાયફોરિયમ શબ્દ સામાન્ય રીતે ત્રણ માળના ખૂલતા…
વધુ વાંચો >ટ્રાયમ્ફલ કમાન
ટ્રાયમ્ફલ કમાન : આવનજાવનના માર્ગ પર કોઈ પ્રસંગ કે વ્યક્તિના સંભારણા માટે બનાવવામાં આવેલી વિશાળ સ્મારકરૂપ કમાન. ઇમારતથી આ કમાન અલાયદી હોય છે. તેની રચનામાં બે અથવા ચાર વિશાળ સ્તંભ બનાવાય છે. આવા બે સ્તંભવાળી રચનામાં ઉપર એક કમાન જ્યારે ચાર સ્તંભવાળી રચનામાં વચમાં એેક મોટી અને તેની બંને બાજુ…
વધુ વાંચો >ડાયસ્ટાઇલ–ડેકાસ્ટાઇલ
ડાયસ્ટાઇલ–ડેકાસ્ટાઇલ : પ્રાચીન ગ્રીસ તથા રોમમાંની ઇમારતોનો એક પ્રકાર. તેમાં આવેલા સ્તંભની સંખ્યા પરથી તેની બાંધણી નક્કી થતી. જો ઇમારતની આગળ બે સ્તંભવાળો મંડપ હોય તો તે શૈલી ડાયસ્ટાઇલ તરીકે ઓળખાતી. દશ સ્તંભવાળી કે દશ સ્તંભની હારવાળી ઇમારતને ડેકાસ્ટાઇલવાળી ગણાતી. સ્તંભની સંખ્યા પરથી મકાનનું પ્રમાણ-માપ નક્કી થતું હોવાથી પછી આ…
વધુ વાંચો >ડોમસ
ડોમસ : પ્રાચીન રોમનાં મકાનોની રચનાના ત્રણ પ્રકારમાંનો એક પ્રકાર. રોમમાં ત્રણ પ્રકારના આવાસ બનાવાતા. ઍપાર્ટમેન્ટ પ્રકારના ઇન્સ્યુલા, નગરની બહાર કે ગ્રામીણ વિસ્તારમાં બનાવાતા વિલા તથા શહેરના અલાયદા સ્વતંત્ર આવાસ ડોમસ. આ શબ્દ ગ્રીક તથા હેલેનિક ભાષામાંથી આવ્યો છે. ડોમસ એક માળના હતા, જેમાં મધ્યમાં આવેલ ચોકની ચારે તરફ ઓરડા…
વધુ વાંચો >ડ્રૅગન બીમ
ડ્રૅગન બીમ : છાપરાના માળખાની રચનામાં વપરાતો લાકડાનો ટુકડો, જે વૉલ પ્લેટ વડે બનતા ખૂણાના બે ભાગ પાડે. ડ્રૅગન બીમનો એક છેડો ડ્રૅગન ટાઇ પર ટેકવાય છે અને બીજો છેડો ખૂણાના શફટરના છેડા સાથે જોડાય છે. ડ્રૅગન બીમ તથા ડ્રૅગન ટાઇની રચનાથી વૉલ પ્લેટના ખૂણા ખૂલી જતા નથી અને છાપરાનું…
વધુ વાંચો >ડ્વોમો
ડ્વોમો : સામાન્ય રીતે ઇટાલીના ચર્ચ માટે વપરાતો શબ્દ. ચર્ચની રચનામાં ઘૂમટનો ઉપયોગ થતો હોય છે. આ પ્રકારના ચર્ચનો ઉલ્લેખનીય નમૂનો ફ્લૉરેન્સ (ઇટાલી)નું સંત મારિયા ડેલ ફિઓરે ચર્ચ છે. શરૂઆતમાં આર્નોલ્ફલો ડી કમ્બિયા દ્વારા ડિઝાઇન કરાયેલ આ ચર્ચમાં ગૉથિક સ્થાપત્યના કમાનદાર ટેકા (flying buttresses) કે શિખર-રચના (pinnacles) નથી હોતી. 1334માં…
વધુ વાંચો >