હિબ્રૂ સાહિત્ય

આમિચાઇ (ઍમિચાઈ), યાહુદા

આમિચાઇ (ઍમિચાઈ), યાહુદા (જ. 3 મે 1924 , વુર્ઝબર્ગ, જર્મની; અ. 22 સપ્ટેમ્બર 2000 ઇઝરાયેલ ) : અગ્રગણ્ય ઇઝરાયલી કવિ. ‘ઍમિચાઈ’નો હિબ્રૂમાં અર્થ છે : ‘મારા જનસમુદાયનાં જીવનો’. ઍમિચાઈ સતત પોતાના સમુદાયના અવાજમાં માનવજાતનો અવાજ વ્યક્ત કરતા. ‘ઓપન ક્લોઝ્ડ ઓપન’ તેમનું દીર્ઘ કાવ્ય છે. ઍના બ્લૉક અને ઍના કોનફેલ્ડે એનો…

વધુ વાંચો >

ઇઝાયાહના

ઇઝાયાહના : ઇઝરાયલના સુપ્રસિદ્ધ ધર્મપ્રણેતા ઇઝાયાહે (ઈ. સ. પૂ. 742 – ઈ. સ. પૂ. 701) રચેલું ધર્મપુસ્તક. પિતા એમોઝ ઇઝાયાહ જેરૂસલેમમાં વસેલા. આ પુસ્તકની 1948માં Dead Sea Scrolls – મૃત સમુદ્રમાંથી મળી આવેલ લખોટા-વીંટામાં બે હસ્તપ્રતો મળી આવી હતી. એ હિબ્રૂ ભાષાનું સૌથી પ્રાચીન તેમજ બાઇબલના જૂના કરારનું સૌપ્રથમ અને…

વધુ વાંચો >

એગ્નૉન, શ્મુઅલ યોસેફ

એગ્નૉન, શ્મુઅલ યોસેફ (જ. 17 જુલાઈ 1888, બુક્ઝૅક્સ, પૂર્વ ગેલેશિયા, પોલૅન્ડ નજીક; અ. 17 ફેબ્રુઆરી 1970, જેરૂસલેમ) : યહૂદી નવલકથાકાર અને ટૂંકી વાર્તાના લેખક. મૂળ નામ શ્મુઅલ યોસેફ. જર્મન કવયિત્રી નેલી ઝાખ્સ સાથે સમાન ભાગે 1966ના સાહિત્ય માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. પોલિશ-યહૂદી માતાપિતાના પુત્ર. પિતા વેપારી અને વિદ્વાન. નવ વર્ષની…

વધુ વાંચો >

મિશ્નહ

મિશ્નહ : યહૂદી ધર્મનો હિબ્રૂ ભાષામાં લખાયેલો ધર્મગ્રંથ. મિશ્નહનો અર્થ પુનરાવર્તન થાય છે. ઈ. સ. 220માં રચાયેલા આ ગ્રંથમાં યહૂદી પ્રજામાં ઉત્સવો અને વ્રતો, પ્રાર્થનાઓ, કૃષિધારાઓ, ગરીબોના અધિકારો, સ્ત્રીઓ સંબંધી એટલે કે લગ્ન અને છૂટાછેડાના કાયદાઓ, દીવાની અને ફોજદારી કાયદાઓ તેમજ ક્રિયાકાંડની ઝીણામાં ઝીણી વિગતોનું વિસ્તૃત વર્ણન છે. લૂઇસ બ્રાઉને…

વધુ વાંચો >

હિબ્રૂ ભાષા અને સાહિત્ય

હિબ્રૂ ભાષા અને સાહિત્ય : યહૂદીઓની પ્રાચીન ભાષા. મૂળ સેમિટિક જૂથની, ફીનિશિયન અને મૉબાઇટ ભાષાજૂથ સાથે નજીકનો નાતો ધરાવતી કેનાઇટ પેટાજૂથની ઇભ્રી કે ઇઝરાયેલ પ્રજા દ્વારા વપરાતી ભાષા. પેલેસ્ટાઇનની જૉર્ડન નદીના પશ્ચિમ કિનારે આવેલ કેનાન પ્રદેશમાં યહૂદીઓ તેનો ઉપયોગ કરતા હતા. તે કેનાન અને જુડીનની ભાષા તરીકે ઓળખાતી હતી. ઈ.…

વધુ વાંચો >