હસમુખ પંડ્યા

ઉદારમતવાદ

ઉદારમતવાદ : રાજ્યશાસ્ત્રમાં સમાવિષ્ટ એક વિચારશ્રેણી. ઍરિસ્ટૉટલે જણાવ્યા પ્રમાણે મનુષ્યસ્વભાવથી જ સામાજિક તથા રાજકીય પ્રાણી છે. તેને સમાજ તથા રાજ્ય સિવાય ચાલતું નથી. પરિણામે પ્રાચીન ગ્રીસના સમયથી રાજ્યશાસ્ત્ર વિષયમાં બે પ્રશ્નો મોખરે રહ્યા છે : (1) રાજ્ય અને વ્યક્તિ વચ્ચેનો સંબંધ કેવો હોવો જોઈએ ? અને (2) રાજ્યનું કાર્યક્ષેત્ર કેવું…

વધુ વાંચો >

ઉપયોગિતાવાદ (રાજ્યશાસ્ત્ર) (utilitarianism)

ઉપયોગિતાવાદ (રાજ્યશાસ્ત્ર) (utilitarianism) : ઉદારમતવાદની એક શાખા. આ વિચારસરણીનો ઉદય ઓગણીસમી સદીમાં ઇંગ્લૅન્ડમાં થયો. તેના વિકાસમાં જેરીમી બેન્થમ, જેમ્સ મિલ, જૉન ઓસ્ટિન, જૉન સ્ટુઅર્ટ મિલ તથા હર્બર્ટ સ્પેન્સરનું ચિંતન ધ્યાન ખેંચે છે. ઉપયોગિતાવાદની ર્દષ્ટિએ મનુષ્યનો ઉદ્દેશ આનંદ-સુખ પ્રાપ્ત કરવાનો છે. મનુષ્યનું સુખ મનુષ્યોના સહયોગ અને સંપર્ક દ્વારા જ પ્રાપ્ત થઈ…

વધુ વાંચો >

કારોબારી

કારોબારી : સરકારનાં ત્રણ પ્રકારનાં કાર્યો પૈકીની એક કામગીરી. આ ત્રણ તે ધારાસભા, કારોબારી અને ન્યાયતંત્ર. ધારાસભા કાયદાનું ઘડતર કરે છે, કારોબારી કાયદાનો અમલ કરે છે અને ન્યાયતંત્ર ઘડાયેલા કાયદાનું અર્થઘટન કરે છે. સામાન્ય રીતે કારોબારી એટલે સરકાર એવો અર્થ કરવામાં આવે છે, જે બરાબર નથી. કારોબારી એટલે રાજ્યના કાયદાનો…

વધુ વાંચો >

કેન્દ્રશાસિત પ્રદેશ

કેન્દ્રશાસિત પ્રદેશ : ભારતના બંધારણ અનુસાર કેન્દ્ર સરકારના સીધા અંકુશ નીચે મુકાયેલા વિસ્તારો. ભારતના સંઘ-રાજ્યમાં રાજ્યો ઉપરાંત કેન્દ્રશાસિત વિસ્તારોનો સમાવેશ થાય છે. 1947ની 15 ઑગસ્ટે દેશ આઝાદ થયો તે પછી બંધારણના ઘડવૈયાઓએ બ્રિટિશ સમયના પ્રાંતોને રાજ્યો તરીકે જાહેર કરી તેમનું ‘અ’, ‘બ’, ‘ક’, ‘ડ’ દરજ્જા પ્રમાણે વર્ગીકરણ જાહેર કર્યું હતું.…

વધુ વાંચો >

કૉમનવેલ્થ

કૉમનવેલ્થ : ઇંગ્લૅન્ડ તથા બ્રિટિશ સામ્રાજ્યની પૂર્વ વસાહતોનાં સાર્વભૌમ સ્વતંત્ર રાજ્યોનું સહિયારું મંડળ. તેમાં 2000 સુધીમાં ચોપન સાર્વભૌમ રાજ્યો જોડાયેલાં છે. બ્રિટિશ સામ્રાજ્યના અનુગામી તરીકે તેને ઓળખવામાં આવે છે. તેની રચના ખતપત્ર, સંધિકરાર કે પછી બંધારણ દ્વારા નહિ પરંતુ સહકાર, મંત્રણા તેમજ પરસ્પર સહાયના પાયા પર થઈ છે. તેનાં સભ્યરાજ્યો…

વધુ વાંચો >

કોરમ

કોરમ : સંસદ કે મંડળીની કાર્યવાહીના પ્રારંભ માટે નિશ્ચિત કરેલી ઓછામાં ઓછી સભ્યસંખ્યા. સભા કે સમિતિમાં કોરમ ન થાય ત્યાં સુધી તેની કામગીરી શરૂ થતી નથી, અને જો શરૂ થાય તો તેણે લીધેલ નિર્ણયો કાયદેસર ગણાતા નથી. આ કારણથી જ કેટલીક સંસ્થાઓમાં એવો બંધારણીય પ્રબંધ કરવામાં આવતો હોય છે કે…

વધુ વાંચો >

કૉંગ્રેસ (યુ.એસ.)

કૉંગ્રેસ (યુ.એસ.) યુ.એસ.ની સંસદ તેનાં બે ગૃહો હાઉસ ઑવ્ રેપ્રિઝેન્ટેટિવ્ઝ (નીચલું ગૃહ) અને સેનેટ (ઉપલું ગૃહ). તેની સ્થાપના 1789માં થઈ હતી. એ વર્ષે ફિલાડેલ્ફિયા ખાતે બંધારણસભા(convention)માં અમેરિકી સમવાયતંત્રનાં તેર રાજ્યોમાંથી નવ રાજ્યોએ સમર્થન કરી રાજ્યના મૂળભૂત કાયદા તરીકે તેનો સ્વીકાર કર્યો તેમાંથી કૉંગ્રેસનો જન્મ થયો. અલબત્ત ‘કૉંગ્રેસ’ શબ્દનો ઉપયોગ તો…

વધુ વાંચો >

જનગણમન

જનગણમન : ભારતનું રાષ્ટ્રગીત. રવીન્દ્રનાથ ઠાકુરની આ રચના (1911) તેમના તંત્રીપદે પ્રસિદ્ધ થતી ‘તત્વબોધિની પત્રિકા’માં સૌપ્રથમ જાન્યુઆરી 1912માં ‘ભારત વિધાતા’ શીર્ષક સાથે પ્રસિદ્ધ થયેલી. કવિએ 1919માં ‘ધ મૉર્નિંગ સૉન્ગ ઑવ્ ઇન્ડિયા’ નામે આ ગીતનો અંગ્રેજી અનુવાદ કર્યો હતો. (રાગ : કોરસ – તાલ ધુમાલી) જનગણમનઅધિનાયક જય હે ભારતભાગ્યવિધાતા, પંજાબ સિંધુ…

વધુ વાંચો >

જેનિંગ્ઝ, સર વિલિયમ આઇવર

જેનિંગ્ઝ, સર વિલિયમ આઇવર (જ. 16 મે 1903; અ. 19 ડિસેમ્બર 1965) : કાયદાશાસ્ત્ર અને બંધારણના આંગ્લ અભ્યાસી. તેમણે કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લેટર્સ તથા લંડન યુનિવર્સિટીમાંથી ડૉક્ટર ઑવ્ લૉઝની ઉપાધિ પ્રાપ્ત કરી. 1928માં તેઓ બૅરિસ્ટર બન્યા. 1929–30માં લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સમાં બ્રિટિશ કાયદાના વ્યાખ્યાતા તરીકે સેવાઓ આપી. 1930–41 દરમિયાન…

વધુ વાંચો >

બેન બેલ્લા, અહમદ

બેન બેલ્લા, અહમદ (જ. 15 ડિસેમ્બર 1918, મૅઘ્નિયા–મર્નિયા) : અલ્જિરિયાના સ્વાતંત્ર્યસંગ્રામના અગ્રણી નેતા અને અલ્જિરિયા પ્રજાસત્તાકના પ્રથમ પ્રમુખ. એક નાના વેપારીને ત્યાં જન્મ. શરૂઆતનું શિક્ષણ ફ્રેંચ સ્કૂલમાં. આગળ અભ્યાસ માટે તેઓ બાજુના શહેર Tlemcenમાં ગયા અને ત્યાં તેમને પ્રથમ વખત રંગભેદનો કડવો અનુભવ થયો. પરિણામે તેમણે રાષ્ટ્રીય આંદોલનમાં ભળવાનું શરૂ…

વધુ વાંચો >