હર્ષ મેસવાણિયા

અગ્નિપથ યોજના

અગ્નિપથ યોજના : દેશના યુવાનોને લશ્કરમાં ભરતી થવાની તક આપતી કેન્દ્ર સરકારની યોજના. 14મી જૂન, 2022ના રોજ ભારત સરકારે અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાને ટૂર ઑફ ડ્યૂટી પણ કહેવામાં આવે છે. અગ્નિપથ યોજના અંતર્ગત દેશનાં 18થી 21 વર્ષનાં યુવાનો અને યુવતીઓ સૈન્યમાં ચાર વર્ષ માટે ભરતી થઈ શકે…

વધુ વાંચો >

અટલ બ્રિજ

અટલ બ્રિજ : અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટમાં આવેલો પદયાત્રી બ્રિજ. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસ 25મી ડિસેમ્બર 2021ના રોજ અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશને આ બ્રિજનું નામ અટલ બ્રિજ રાખ્યું હતું. 984 ફૂટ લાંબા અને 33થી 46 ફૂટ પહોળા આ બ્રિજને અટલ વૉક-વે બ્રિજ પણ કહેવામાં આવે છે. સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ…

વધુ વાંચો >

અયોધ્યા (જિલ્લો)

અયોધ્યા (જિલ્લો) :  ઉત્તરપ્રદેશ રાજ્યના 75 જિલ્લાઓમાંનો એક જે અગાઉ ફૈઝાબાદ જિલ્લા તરીકે ઓળખાતો હતો. ભૌગોલિક સ્થાન – આબોહવા : તે 24 94´ ઉ. અ. અને 82 12´ પૂ. રે.ની આજુબાજુ આવેલો છે. આ જિલ્લો સમુદ્રસપાટીથી 95 મીટર જેટલી ઊંચાઈએ આવેલો છે. જેની ઉત્તરે ગોન્ડા અને બસ્તી, દક્ષિણે અમેઠી અને સુલતાનપુર, પૂર્વમાં આંબેડકર…

વધુ વાંચો >

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ : 2015થી દર વર્ષે 21 જૂને દુનિયાભરમાં કરોડો લોકો દ્વારા યોગાસનો કરીને થતી ઉજવણી. 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં સંબોધન કરતી વખતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી શરૂ કરવા માટે ભલામણ કરી હતી. શારીરિક-માનસિક સ્વાસ્થ્ય તેમ જ આધ્યાત્મિક દૃષ્ટિએ મહત્ત્વના યોગાસનો અને પ્રાણાયામથી દુનિયાભરમાં સુખાકારી વધશે તેવા…

વધુ વાંચો >

એક દેશ – એક રેશન કાર્ડ

એક દેશ – એક રેશન કાર્ડ: 2018માં શરૂ થયેલી દેશભરમાં માન્ય રેશન કાર્ડ આપવાની યોજના. એક દેશ – એક રેશન કાર્ડની વ્યવસ્થા અંતર્ગત કોઈ પણ રાજ્યના કાર્ડધારકને દેશમાં કોઈ પણ સ્થળે કેન્દ્ર સરકારની સાર્વજનિક વિતરણ પ્રણાલીની યોજના હેઠળ સસ્તાં અનાજની દુકાનમાંથી રાહત દરે ખાદ્યસામગ્રી મળવા પાત્ર છે. રેશન કાર્ડના આધારે…

વધુ વાંચો >

ઓવૈસી, અસદુદ્દીન

ઓવૈસી, અસદુદ્દીન (જ. 13 મે 1969, હૈદરાબાદ) : લોકસભા સાંસદ, રાજકીય પક્ષ ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અને વકીલ. અસદુદ્દીનનો પ્રારંભિક અભ્યાસ હૈદરાબાદમાં જ થયો હતો. નિઝામ કોલેજમાંથી ગ્રેજ્યુએટ થયા બાદ તેમણે બ્રિટનની લિકન્સ ઈનમાંથી વકીલાતનો અભ્યાસ કર્યો હતો. ઉર્દૂ-હિન્દી અને અંગ્રેજી ભાષા પર પક્કડ ધરાવતા અસદુદ્દીનનો વિશ્વના 500…

વધુ વાંચો >

કેજરીવાલ, અરવિંદ

કેજરીવાલ, અરવિંદ (જ. 16 ઑગસ્ટ 1968, સિવાની, હરિયાણા) : દિલ્હીના મુખ્યમંત્રી, આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક, આવકવેરા વિભાગના પૂર્વજૉઇન્ટ કમિશનર, રેમન મેગ્સેસે ઍવૉર્ડ વિજેતા, સામાજિક કાર્યકર. અરવિંદ કેજરીવાલના પિતા ઇલૅક્ટ્રિકલ એન્જિનિયર હતા. પિતાની નોકરીઓ બદલાતી હોવાથી અરવિંદ કેજરીવાલનો શાળાનો અભ્યાસ હિસાર, સોનિપત, ગાઝિયાબાદ જેવાં શહેરોમાં થયો હતો. 1985માં આઈઆઈટી-જેઈઈની પરીક્ષા…

વધુ વાંચો >

કોવિંદ, રામનાથ

કોવિંદ, રામનાથ (જ. 1 ઓક્ટોબર 1945, પરોંખ, ઉત્તર પ્રદેશ) : દેશના 14મા રાષ્ટ્રપતિ, બિહારના પૂર્વ ગવર્નર, રાજ્યસભાના પૂર્વ સાંસદ, અખિલ ભારતીય કોળી સમાજના પૂર્વ અધ્યક્ષ. ભારતીય જનતા પાર્ટીના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા. ખેડૂત પરિવારમાં જન્મ. પ્રાથમિક શાળા સુધીનો અભ્યાસ ગામમાં કર્યા બાદ દરરોજ આઠ કિલોમીટર ચાલીને તેઓ ઉચ્ચ અભ્યાસ માટે જતા…

વધુ વાંચો >

ક્રિપ્ટોકરન્સી

ક્રિપ્ટોકરન્સી : કોઈ મધ્યસ્થ બેંક કે સરકારની પરવાનગી વગર ઓનલાઈન અસ્તિત્વ ધરાવતી એક ડિજિટલ કરન્સી. ડિજિટલ વોલેટમાં ખાસ અલ્ગોરિધમ અને આંકડાંની મદદથી ક્રિપ્ટોધારકને એ કરન્સીનો એક્સેસ આપવામાં આવે છે. ક્રિપ્ટોધારક તેમની પાસે રહેલી ક્રિપ્ટોકરન્સી ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે. 2009માં પ્રથમ વખત એ અસ્તિત્વમાં આવી હતી. જાપાની નાગરિક સાતોશી…

વધુ વાંચો >

ગાંધીનગર (શહેર)

ગાંધીનગર (શહેર) : ગુજરાતનું પાટનગર અને દેશની નામાંકિત ઉદ્યાનનગરી (garden city). ભૌગોલિક સ્થાન : 23° 08’ ઉ. અ. અને 72° 40’ પૂ. રે. દ્વિભાષી મુંબઈ રાજ્યના વિભાજન સાથે 1 મે, 1960ના રોજ નવું ગુજરાત રાજ્ય અસ્તિત્વમાં આવ્યું અને પાટનગરની જરૂરત ઉપસ્થિત થઈ. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી જીવરાજ મહેતાએ 19 માર્ચ, 1960ના…

વધુ વાંચો >