હર્ષદ રા. ત્રિવેદી

આદિવાસી સમાજ

આદિવાસી સમાજ – પ્રાસ્તાવિક – ધાર્મિક પ્રણાલિકાઓ – ગુજરાતના આદિવાસીઓ – આદિવાસી રાજનૈતિક સંગઠન – ભારતના આદિવાસીઓ – આદિવાસી અને રાજકારણ – આફ્રિકાના આદિવાસીઓ – ભૂમિ-અધિકારો – આદિવાસી સામાજિક સંગઠન – જમીન સંબંધી વિવાદો – આદિવાસી સામાજિક સમાનતા – આદિવાસી બળવા અને સામાજિક ચળવળો – પરંપરાગત કાયદો – આદિવાસી વિકાસયોજનાઓ…

વધુ વાંચો >

આયપ્પન, આઈનીપલ્લી

આયપ્પન, આઈનીપલ્લી (જ. 5  ફેબ્રુઆરી 1905 , કેરાળા; અ. 28  જૂન 1988)  : ભારતના વિખ્યાત માનવશાસ્ત્રવિશારદ. તેઓ મૂળ અર્થશાસ્ત્રના વિદ્યાર્થી હતા. મદ્રાસ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રનો ડિપ્લોમા 1926માં અને અનુસ્નાતકની પદવી 1927 માં પ્રાપ્ત કરેલ. 1937 માં લંડન સ્કૂલ ઓફ ઇકૉનૉમિક્સમાં સમાજમાનવશાસ્ત્રની પીએચ.ડી.ની પદવી માટે સમાજમાનવશાસ્ત્રના વિખ્યાત વિદ્વાનો બી. મેલિનૉવસ્કી અને આર.…

વધુ વાંચો >

ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની આદિજાતિઓ

ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડની આદિજાતિઓ : નિગ્રોઇડ પ્રજાતિમાંથી ઊતરી આવેલી જાતિઓ. પ્રશાંત મહાસાગરમાં આવેલ ઑસ્ટ્રેલિયા મહાદ્વીપ, ન્યૂઝીલૅન્ડ, ન્યૂગિની, પૉલિનેશિયા અને અન્ય નાનામોટા ટાપુઓનો બનેલો છે. શરીરવિજ્ઞાનની ખાસિયતોને ધ્યાનમાં લેતાં તેમને ઑસ્ટ્રેલૉઇડનું ખાસ નામ આપવામાં આવ્યું છે. એમનો રંગ કથ્થાઈ-કાળો હોય છે. તેમના શરીર ઉપર ભરાવદાર વાળ હોય છે. તેઓ પહોળું મોઢું,…

વધુ વાંચો >

ઓંગી આદિજાતિ

ઓંગી આદિજાતિ : બંગાળના સમુદ્રમાં આવેલ આંદામાન-નિકોબાર ટાપુઓમાં વસતી એક આદિવાસી જાતિ. આ જાતિ નિગ્રોઇડ વર્ગની પ્રજાતિ છે. તે નાના આંદામાન ટાપુઓના મૂળ વતનીઓ છે. 1951 પછી તે અન્ય સ્થળોએ ફેલાયા છે. પરદેશીઓના સંસર્ગમાં આવતાં 1886 સુધી તેઓ દુશ્મનાવટભર્યું વર્તન રાખતા હતા. એમ. વી. પૉર્ટમૅનના મિત્રાચારીભર્યા પ્રયત્નો પછી તેમનામાં વેરભાવ…

વધુ વાંચો >