હર્ષદ ઠાકર
ઉત્પાદન (અર્થશાસ્ત્ર)
ઉત્પાદન (અર્થશાસ્ત્ર) : પ્રકૃતિએ બક્ષેલા પદાર્થોમાં માનવજરૂરિયાત સંતોષી શકે તેવા તુષ્ટિગુણનું સંવર્ધન કરવાની પ્રક્રિયા. ઉત્પાદન દ્વારા કોઈ નવી વસ્તુનું સર્જન થતું કે થઈ શકતું નથી. વૈજ્ઞાનિક ર્દષ્ટિએ વિચારીએ તો માનવ ન તો કોઈ નવી વસ્તુનું સર્જન કરી શકે છે, ન તો કોઈ વસ્તુનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. અર્થશાસ્ત્રની ર્દષ્ટિએ…
વધુ વાંચો >કાર્યક્ષમતા, આર્થિક
કાર્યક્ષમતા, આર્થિક : ઉત્પાદનનાં સાધનો તથા અન્ય નિવેશ(inputs)નાં ઉપયોગ અને ફાળવણીની કાર્યસાધકતા. ઓછામાં ઓછા ખર્ચે, સાધનોના દુર્વ્યય વિના તથા તકનીકી કાર્યક્ષમતા સહિત મહત્તમ ઉત્પાદન હાંસલ કરવાથી ઉત્પાદનની કાર્યક્ષમતાનો ઇષ્ટ સ્તર જાળવી શકાય છે. અર્થશાસ્ત્રમાં આ ખ્યાલ પેઢી, આર્થિક એકમો, વ્યવસ્થાપદ્ધતિ (system) તથા શ્રમના ઘટકની ક્ષમતા (performance) સાથે સંબંધ ધરાવે છે.…
વધુ વાંચો >ક્વોટા
ક્વોટા : દેશના આંતરરાષ્ટ્રીય વ્યાપારનું નિયમન કરવા માટે અપનાવવામાં આવતી વ્યાપારનીતિનું પરિમાણાત્મક સાધન. ક્વોટા આયાત થતી વસ્તુના જથ્થા કે મૂલ્યને લાગુ પાડવામાં આવે છે. સામાન્યત: લેણદેણની તુલાની ખાધને દૂર કરવા અથવા/અને દેશના ઉત્પાદકોને વિદેશી ગળાકાપ હરીફાઈ સામે રક્ષણ પૂરું પાડવા માટે દેશની સરકાર અનેક સંરક્ષણાત્મક જોગવાઈઓ દાખલ કરી શકે છે.…
વધુ વાંચો >ગ્રામધિરાણ
ગ્રામધિરાણ : ગ્રામવિસ્તારમાં કૃષિ ઉત્પાદન અને અન્ય ચીજવસ્તુઓના ઉત્પાદન અને વેચાણ માટે ગ્રામજનોએ લેવું પડતું ધિરાણ. પ્રત્યેક ઉત્પાદકીય પ્રવૃત્તિ માટે નાણાકીય સાધનો એક અગત્યની જરૂરિયાત હોય છે. ખેતી અને ગ્રામવિસ્તારના અન્ય વ્યવસાયો તેમાં અપવાદરૂપ નથી. ભારતના ગ્રામવિસ્તારમાં ખેતી અને આનુષંગિક વ્યવસાયો દેશના અર્થતંત્રમાં પ્રાધાન્ય ભોગવે છે. મોટા ભાગના ગ્રામજનો પરંપરાગત…
વધુ વાંચો >મહામંદી
મહામંદી (The Great Depression) : અમેરિકા અને દુનિયાના અન્ય કેટલાક દેશોનાં અર્થતંત્રોમાં 1929થી 1933 દરમિયાન આવેલી મંદી. આ મંદીનો નાટ્યાત્મક પ્રારંભ ઑક્ટોબર 1929માં અમેરિકાના શૅરબજારમાં થયેલો. જે દિવસે મહામંદીની શરૂઆત થઈ તે એક જ દિવસમાં એક કરોડ કરતાં વધુ શૅર વેચાયા. શૅરના ભાવાંકમાં 40 %નું ગાબડું પડ્યું. એ મંદીની પરાકાષ્ઠા…
વધુ વાંચો >વ્યાજ
વ્યાજ : મૂડીની ઉત્પાદકતાનો લાભ લેવાના બદલામાં મૂડીના માલિકને ચૂકવાતો બદલો / વળતર. ઉત્પાદનનાં સાધનો અને તેને મળતા વળતર-નિર્ધારણની બાબત અર્થશાસ્ત્રમાં બહુવિધ અગત્ય ધરાવે છે. મૂલ્યના સિદ્ધાંતોમાં વસ્તુ / સેવા-કિંમત-નિર્ધારણ બહુધા સાધન-કિંમત-નિર્ધારણ પર અવલંબે છે. જોકે બંને મૂળભૂત રીતે અલગ એ દૃષ્ટિએ છે કે વસ્તુ / સેવા માગ અને પુરવઠા…
વધુ વાંચો >સાટાપદ્ધતિ
સાટાપદ્ધતિ : અર્થપરાયણ માનવીઓની પરસ્પરની દ્વિપક્ષી જરૂરિયાતોના સંદર્ભમાં વસ્તુઓનું મૂલ્ય નિર્ધારિત કરતા, નાણું અથવા તત્સમ માધ્યમની મદદ વિના એક વસ્તુના બદલામાં બીજી વસ્તુના સીધા આદાનપ્રદાન કે વિનિમયની પરંપરાગત પદ્ધતિ. આ પદ્ધતિમાં દરેક વસ્તુ બે પ્રકારનું મૂલ્ય ધરાવતી હોય છે : (1) વપરાશી મૂલ્ય અથવા તુષ્ટિગુણ મૂલ્ય, અને (2) વિનિમય-મૂલ્ય. જે…
વધુ વાંચો >સ્વ-રોજગારી
સ્વ-રોજગારી : પોતાના ગુજરાન માટે પોતાના કૌશલ્યને અનુકૂળ એવી સ્વનિયંત્રિત રોજગારીની તકનું નિર્માણ. સ્વ-રોજગારીનો ખ્યાલ માનવ-સંસ્કૃતિના વિકાસ જેટલો પ્રાચીન છે. માનવ-સંસ્કૃતિ પાંગરી તે સાથે માનવી પોતાની જરૂરિયાતો સંતોષવા કેટલીક ઉત્પાદક પ્રવૃત્તિઓ કરતો થયો. શરૂઆતમાં ખોરાકની શોધમાં ભટકતો માનવી કાળક્રમે ખેતી કરતો થયો. વસ્ત્રોની જરૂરિયાતે માનવીને કાપડ વણતો કર્યો. ગુફામાં રહેતો…
વધુ વાંચો >