હરિલાલ હીરજી થાનકી

પામ-ઑઇલ

પામ–ઑઇલ : પામ-ઑઇલ એ ઑઇલપામ નામના તાડ-કુળના વૃક્ષના (family palmae) ફળના મૃદુ મધ્યભાગ(mesocarp)માંથી મેળવવામાં આવતું ખાદ્યતેલ છે. આ તેલ દુનિયાનું સૌથી વધુ વપરાતું ખાદ્યતેલ છે. આને પામોલીન કહેવામાં આવે છે. ઑઇલ-પામના ફળની ગોટલીમાં પણ સારા પ્રમાણમાં તેલ હોય છે, જે પામ કરનલ ઑઇલ તરીકે ઓળખાય છે. આ વૃક્ષનું વૈજ્ઞાનિક નામ…

વધુ વાંચો >

પિયત

પિયત : ખેતીવાડીને પાણી પૂરું પાડવાની વ્યવસ્થા. પાણી જીવરસનું અગત્યનું ઘટક છે. સજીવની જૈવિક ક્રિયાઓ માટે તે જરૂરી છે. વનસ્પતિ સામાન્ય રીતે મૂળ મારફતે શોષણ દ્વારા જમીનમાંથી પાણી મેળવે છે. વનસ્પતિને ઉપયોગી તત્વો જમીનમાંથી પાણી મારફત પ્રાપ્ત થાય છે. પ્રકાશ-સંશ્લેષણ દ્વારા વનસ્પતિ જે વિવિધ સંશ્લિષ્ટ કાર્બોદિત આદિ પદાર્થો બનાવે છે…

વધુ વાંચો >

પિસ્તાં

પિસ્તાં : દ્વિદળી (મૅગ્નોલિયોપ્સીડા) વર્ગમાં આવેલ એનાકાર્ડિયેસી (આમ્રાદિ) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Pistacia Vera Linn. (સં. અભિષુક, મુકૂલક નિકરેચક; હિં. મ. ગુ. ફા. પિસ્તાં; બં. પિસ્તાગાછ; અ. ફિસ્તક, બસ્તજ; અં. પિસ્ટાશિઓ, ગ્રીન આમંડ) છે. ઉદભવ અને વિતરણ : તે પૂર્વીય ભૂમધ્ય પ્રદેશ, ઈરાન, અફઘાનિસ્તાન અને મધ્ય એશિયાઈ દેશોની…

વધુ વાંચો >

પેરિલા ઑઇલ

પેરિલા ઑઇલ : પેરિલાના છોડના બીજમાંથી મેળવવામાં આવતું તેલ. આ છોડ લૅમિયેસી કુળ છે; જેનું વૈજ્ઞાનિક નામ Perilla frutescense (Linn.) Britton છે. આ છોડ 50થી 150 સેમી.ની ઊંચાઈ ધરાવે છે. તે સમશીતોષ્ણ અને શીત પ્રદેશમાં દરિયાની સપાટીથી 300થી 3,000 મી. ઊંચાઈએ થાય છે. થડ ચાર ધારવાળું હોય છે અને તેની…

વધુ વાંચો >