હરિપ્રસાદ શાસ્ત્રી

ગુર્જર દેશ ભૂપાવલી

ગુર્જર દેશ ભૂપાવલી : ગુજરાતના રાજાઓની વંશાવળીઓને લગતી કૃતિ. જૈન મુનિ પં. રંગવિજયે વિ. સં. 1865(ઈ. સ. 1809)માં યવન રાજા રોમટના આદેશથી અને ક્ષાત્ર ભગવંતરાયના કહેવાથી ભૃગુપુર(ભરૂચ)માં તે 95 શ્લોકોમાં રચી હતી. એમાં ભગવાન મહાવીરના નિર્વાણથી માંડીને કર્તાના સમય સુધીની ગુર્જર દેશની રાજવંશાવળીઓ આપી છે. આ પરંપરા મેરુતુંગસૂરિએ ‘વિચારશ્રેણી’માં આપેલી…

વધુ વાંચો >

ગુર્જર વંશ

ગુર્જર વંશ : પશ્ચિમ ભારતમાંના કેટલાક રાજવંશ. એ વંશના રાજાઓ પોતે ગુર્જર જાતિના હતા કે તેઓ ગુર્જરદેશ પર રાજ્ય કરતા હોવાથી એ રીતે ઓળખાયા એ વિવાદાસ્પદ છે. રાજસ્થાનમાં છઠ્ઠી સદીના મધ્યમાં વિપ્ર હરિચન્દ્રનો વંશ સત્તારૂઢ થયો. એને ક્ષત્રિય રાણીથી થયેલ પુત્રો અને તેમના વંશજો પ્રતિહારો તરીકે ઓળખાયા. આ વંશના રાજા…

વધુ વાંચો >

ગુર્જરો

ગુર્જરો : જાતિવાચક તેમજ પ્રદેશવાચક સંજ્ઞા. સંભવત: ભારતમાં આવી વસેલી મધ્ય એશિયાની કોઈ વિદેશી જાતિના નામનું રૂપાંતર. ‘ગુર્જર’ નામ પહેલવહેલું સાતમી સદીના સાહિત્યમાં દેખા દે છે. એ પહેલાંની સાહિત્યિક તથા આભિલેખિક નામાવલીઓમાં તે પ્રયોજાયું નથી. ‘ગુર્જર’ શબ્દ જાતિવાચક નહિ, પણ પ્રદેશવાચક હોવાનુંય સૂચવાયું છે; પરંતુ એ તર્ક ગ્રાહ્ય જણાતો નથી.…

વધુ વાંચો >

ગુર્જરો, નાંદીપુર – ભરુ કચ્છના

ગુર્જરો, નાંદીપુર – ભરુ કચ્છના : ગુર્જર દેશના રાજવીઓનો વંશ. છઠ્ઠી સદીના ઉત્તરાર્ધમાં ભરૂચ જિલ્લાના વિસ્તારમાં ગુર્જરનૃપતિવંશની સત્તા સ્થપાઈ. આ વંશના 13 દાનશાસન મળ્યાં છે, જેમ કલચુરિ વર્ષ 380થી 486(ઈ. સ. 629થી 736)ના છે. દાનશાસનોમાં આ રાજવંશને ‘ગુર્જર નૃપતિવંશ’ કહ્યો છે. એની રાજધાની શરૂઆતમાં નાંદીપુરી  – નાંદીપુર(નાંદોદ)માં હતી. આ વંશનો…

વધુ વાંચો >

શાસ્ત્રી, શંકરલાલ ગંગાશંકર

શાસ્ત્રી, શંકરલાલ ગંગાશંકર (જ. 2 મે 1902, ચુણેલ, તા. નડિયાદ, જિ. ખેડા, ગુજરાત; અ. 1 જૂન 1946) : ગુજરાતી વિવેચક અને નવલિકાકાર. સાઠોદરા નાગર બ્રાહ્મણ પરિવારમાં જન્મ. તેમણે પ્રાથમિક શિક્ષણ મલાતજમાં અને માધ્યમિક શિક્ષણ સોજિત્રામાં લીધું હતું. 1919માં તેઓ મૅટ્રિક થયા. 1923માં ગુજરાત કૉલેજમાંથી બી.એ. ઑનર્સ અને 1925માં સંસ્કૃત અને…

વધુ વાંચો >

સિક્કાશાસ્ત્ર (ભારતીય)

સિક્કાશાસ્ત્ર (ભારતીય) સિક્કાના અભ્યાસ અને ઓળખ અંગેનું શાસ્ત્ર. રોજિંદા વ્યવહારમાં ડગલે ને પગલે વિનિમય-માધ્યમ તરીકે વપરાતો સિક્કો સહુને સુપરિચિત છે. ભારતમાં એને માટે સંસ્કૃતમાં શરૂઆતમાં ‘રૂપ’ અને આગળ જતાં ‘મુદ્રા’ શબ્દ પ્રયોજાતો. લેખ (લેખન), રૂપ (મુદ્રા) અને ગણના (હિસાબ) – એ બુનિયાદી શિક્ષણના મુખ્ય વિષય ગણાતા. હાલ ‘રૂપ’ કે ‘મુદ્રા’ને…

વધુ વાંચો >