સોમાલાલ ત્રિવેદી

આંત્રરોધ

આંત્રરોધ (intestinal obstruction) : આંતરડાના હલનચલનનું અટકી જવું. તે એક તત્કાલ સારવાર માગી લેતી ગંભીર સ્થિતિ છે. આંતરડાનું હલનચલન લહરીગતિ(peristalsis)ના રૂપમાં થાય છે, જેથી મોં વાટે લેવાયેલો ખોરાક જેમ જેમ પચતો જાય તેમ તેમ તે આગળ ને આગળ ધકેલાતો જાય છે. આંતરડાની આ ગતિ કોઈ ભૌતિક કારણસર અટકે તો જે…

વધુ વાંચો >

આંત્રરોધ, સ્તંભજ

આંત્રરોધ, સ્તંભજ (paralytic ileus) : આંતરડાના ચેતા (nerves) અને  સ્નાયુઓના કાર્યમાં વિક્ષેપ પડવાથી તેના હલનચલનનું અટકી જવું તે. (જુઓ આંત્રરોધ આકૃતિ.). આંતરડાના હલનચલનનું નિયમન કરવા માટે બે ચેતાજાળાં (plexuses) કાર્ય કરે છે : ઑરબેક(Auerbach)નું આંત્રપટ જાળું (mesenteric plexus) અને મિસ્નેર(Meissner)નું અવશ્લેષ્મકલા જાળું (submucosal plexus). આ બંને ચેતાજાળાંની કાર્યશીલતામાં વિક્ષેપ પડે…

વધુ વાંચો >

આંત્રવ્યાવર્તન

આંત્રવ્યાવર્તન (intestinal volvulus) : ધરીની આસપાસ આંતરડાની આંટી પડવી તે. નાના આંતરડાના છેવટના ભાગ(અંતાંત્ર, ileum)માં, મોટા આંતરડાના શરૂઆતના ભાગ(અંધાંત્ર, caecum)માં કે છેવટના ભાગ(શ્રોણિસ્થિરાંત્ર, pelvic colon)માં અથવા જઠરમાં આવી આંટી પડે છે. ગર્ભના વિકાસ-સમયે પેટમાં આંતરડું આંત્રપટ(mesentery)ની ધરી બનાવી ગોળ ફરીને તેના યોગ્ય સ્થાને ગોઠવાય છે. જો આ પ્રક્રિયા અધૂરી રહી…

વધુ વાંચો >

આંત્રાંત્રરોધ

આંત્રાંત્રરોધ (intussusception) : આંતરડાના પોલાણમાં આંતરડાનો બીજો ભાગ પ્રવેશીને તેને બંધ કરી દે તે. સામાન્ય રીતે આંતરડાનો આગળનો ભાગ પાછળના ભાગમાં પ્રવેશે છે (જુઓ આંત્રરોધ આકૃતિ). આથી આંતરડાના થતા ગઠ્ઠામાં ચાર નિશ્ચિત ભાગો થાય છે : (1) અંતર્નળી એટલે કે અંદર પ્રવેશેલો આંતરડાનો ભાગ, (2) બાહ્ય નળી એટલે કે જેમાં…

વધુ વાંચો >

ઉદરપીડ

ઉદરપીડ (abdominal pain) : પેટમાં દુખાવો થવો તે. ખૂબ સામાન્ય લાગતાં ચિહ્નો અને લક્ષણોવાળો પેટનો દુખાવો પણ ક્યારેક ઝડપથી જોખમી સંકટ ઊભું કરે છે. વળી ક્યારેક તીવ્ર પીડાવાળા દર્દીમાં ચયાપચયી કે અન્ય એવો વિકાર પણ હોઈ શકે, જેમાં શસ્ત્રક્રિયા કરવાની જરૂરિયાત ન હોય. આમ પેટમાં થતી પીડાના નિદાન અંગે ઝીણવટભરી…

વધુ વાંચો >

ઉપાંગાભાસ (phantom limb)

ઉપાંગાભાસ (phantom limb) : હાથ, પગ, સ્તન કે પ્રજનનેન્દ્રિય જેવાં ઉપાંગો ગુમાવ્યા પછી પણ તે શરીર સાથે જોડાયેલાં છે તેવો આભાસ. ક્યારેક તેમાં કોઈ કારણ વગર સખત પીડા પણ થાય છે. પીડાનાશક દવા, ચેતા (nerve), ચેતામૂળ કે કરોડરજ્જુના છેદન જેવી ક્રિયાઓથી પણ આ પીડા શમતી નથી. ઉપાંગનું ધડથી જેટલું નજીકનું…

વધુ વાંચો >

કેશગુલ્મ

કેશગુલ્મ (trichobezoar) : માનસિક વિકારને કારણે સતત લાંબા સમય સુધી વાળ ગળવાથી જઠરમાં થતો વાળ અને ખોરાકના કણોનો ગઠ્ઠો. તે સ્ત્રીઓમાં જોવા મળે છે અને 80 % દર્દીઓ માનસિક રોગથી પીડાતા હોય છે. સામાન્ય રીતે નાની છોકરીઓ અને યુવાન સ્ત્રીઓમાં તે જોવા મળે છે. ઘણી વખત કુટુંબની અન્ય વ્યક્તિઓને દર્દીની…

વધુ વાંચો >

ક્ષય, આંતરડાનો

ક્ષય, આંતરડાનો : આંતરડામાં ક્ષયનો રોગ થવો તે. બિનપાસ્ચ્યુરાઇઝ્ડ દૂધ એમ. બોવાઇન જીવાણુનું વાહક છે અને તેના વ્યાપક ઉપયોગને લીધે પહેલાં આંતરડાનો ક્ષય વધુ જોવા મળતો હતો. અત્યારે પણ આંતરડામાં જ પ્રાથમિક ચેપ લાગ્યો હોય તેવા દર્દીઓ હોય છે. તેમનામાં કયા માર્ગે જીવાણુ પ્રવેશ્યા હશે તે નિશ્ચિત કરી શકાયું નથી.…

વધુ વાંચો >

ગુદારુધિરસ્રાવ (per rectal bleeding)

ગુદારુધિરસ્રાવ (per rectal bleeding) : ગુદામાર્ગે લોહી પડવું તે. ગુદામાર્ગે પડતું સુસ્પષ્ટ અથવા ગુપ્ત (occult) પ્રકારનું એમ બે જુદી જુદી રીતે લોહી પડે છે. તેનાં વિવિધ કારણો છે. જેમ કે નાના આંતરડામાં ગાંઠ, મોટા કે નાના આંતરડાના રુધિરાભિસરણમાં અટકાવ (ischaemia), મોટા આંતરડામાં અંધનાલી (diverticulum), નસના ફૂલેલા ભાગનું ફાટવું, મસા થવા,…

વધુ વાંચો >

ગુદવિદર (anal fissure)

ગુદવિદર (anal fissure) : ગુદાનળી(anal canal)ની લંબાઈને સમાંતર લીટીમાં લાંબું ચાંદું થવું તે. મળત્યાગ કરવાના દ્વારરૂપી છિદ્રને ગુદા (anus) કહે છે. મોટા આંતરડાના સૌથી નીચલા છેડાવાળા ભાગમાં મળ જમા થાય છે. તેને મળાશય (rectum) કહે છે. મળાશયની નીચે ગુદાદ્વાર સુધીની નળીને ગુદાનળી કહે છે. ગુદાનળીની આસપાસ ગોળ અને લાંબા એમ…

વધુ વાંચો >