સૂર્યકાંત શાહ

વાહક (પરિવહન)

વાહક (પરિવહન) : ખુદ જાતે વહીને એની સાથેના પદાર્થોનું વહન કરે એવું માનવસર્જિત સાધન. વાહક પરિવહન પદ્ધતિ(transportation system)નું એક અંગ છે. વાહક માનવસર્જિત હોવું જોઈએ. ચક્રવાતમાં ફસાયેલ પદાર્થોનું વહન થાય છે, પરંતુ ચક્રવાત માનવસર્જિત નથી, તેથી ચક્રવાત વાહક નથી. નલિકાઓ પદાર્થોનું વહન કરે છે, પરંતુ ખુદ વહન થતી નથી તેથી…

વધુ વાંચો >

વૅરહાઉસ વૉરન્ટ (ગોદામ-સમર્થનપત્ર)

વૅરહાઉસ વૉરન્ટ (ગોદામ–સમર્થનપત્ર) : જાહેર ગોદામમાં માલ અનામત રાખવા માટે સોંપ્યો છે તેનું સમર્થન કરતો ગોદામ-અધિકારીએ આપેલો પત્ર. વિદેશથી આયાત કરેલો માલ જહાજમાંથી ઉતાર્યા પછી બંદરની અંદર અથવા બંદરની નજીકમાં જાહેર ગોદામમાં સંગૃહીત કરવામાં આવે છે. આ માલ વેચાય અથવા ઉપયોગમાં લેવાય ત્યાં સુધી ગોદામમાં રાખવામાં આવે છે. તેવી રીતે…

વધુ વાંચો >

વ્યવસ્થાતંત્રના નકશા

વ્યવસ્થાતંત્રના નકશા : સંસ્થાના લક્ષ્યપ્રાપ્તિના હેતુથી ગોઠવણપૂર્વક જવાબદારીની વહેંચણી કરીને સુનિશ્ચિત કરેલો કાર્યપથ. સત્તા-સંબંધોના તાણાવાણાને સતત ગૂંથતા રાખવાની પ્રક્રિયા પ્રબંધ તરીકે ઓળખાય છે. એ પ્રક્રિયાને અંતે વ્યવસ્થાતંત્ર બને છે. એક વાર એક વ્યવસ્થાતંત્ર તૈયાર થાય એટલે તે કાયમ માટે તેવું જ રહેતું નથી. એમાં પ્રબંધ ચાલ્યા જ કરે છે. કોઈ…

વધુ વાંચો >

વ્યાપારી કંપની

વ્યાપારી કંપની : કોઈ પણ દેશના કંપની અધિનિયમ હેઠળ વ્યાપારી હેતુ માટે નોંધાયેલું નિગમ. એકાકી વેપારી (વૈયક્તિક માલિકી) અને ભાગીદારી પેઢીની જેમ વ્યાપારી કંપની ધંધાદારી એકમોની વ્યવસ્થાનું એક સ્વરૂપ છે. રૂઢિગત રીતે તે વ્યાપારી કંપની તરીકે ઓળખાય છે. વાસ્તવમાં એ ધંધાદારી કંપની હોય છે અને વ્યાપાર અથવા વેપાર નફાના હેતુસર…

વધુ વાંચો >

સમાકલન (rationalisation)

સમાકલન (rationalisation) : સમગ્ર ઉદ્યોગ અથવા ઔદ્યોગિક/ધંધાદારી પેઢી અથવા ઔદ્યોગિક/ધંધાદારી એકમની કાર્યક્ષમતા અને નફાકારકતા વધારવા માટે તેમનું પુનર્ગઠન. એક જ પ્રકારની ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા અનેક ધંધાકીય એકમોનો સરવાળો એટલે તે પ્રવૃત્તિનો ઉદ્યોગ; દા.ત., કાપડના ઉત્પાદનની ઔદ્યોગિક પ્રવૃત્તિ કરતા બધા એકમો મળીને કાપડ-ઉદ્યોગ બને છે. સમગ્ર ઉદ્યોગની કાર્યક્ષમતા વધારવા માટે એના…

વધુ વાંચો >

સરભર વિશ્લેષણ (break even analysis)

સરભર વિશ્લેષણ (break even analysis) : ઉત્પાદક કંપનીના ઉત્પાદનનો વકરો, ઉત્પાદનની પડતર-કિંમતને જે સુનિશ્ચિત બિંદુએ સાદ્યંત વસૂલ કરી શકે તેવા બિંદુનું પૃથક્કરણ. સરભર વિશ્લેષણ સમતૂટ બિંદુ વિશ્લેષણ તરીકે પણ ઓળખાય છે. ઉત્પાદન કરતા એકમો, કેટલા જથ્થામાં પોતાનો માલ પેદા કરીને વેચે તો તે, ‘ન નફો  ન નુકસાન’ની પરિસ્થિતિમાં મુકાય તે…

વધુ વાંચો >

સામાજિક અન્વેષણ

સામાજિક અન્વેષણ : મૂડીવાદી અર્થવ્યવસ્થામાં ખાનગી નફાના ધ્યેયથી ચાલતી પેઢીઓ દ્વારા વ્યાપક સમાજ માટે જે પરિણામો સર્જાય છે તેનું મૂલ્યાંકન. કોઈ પણ પેઢીની/સંસ્થાની પ્રવૃત્તિથી થતા સામાજિક લાભ-વ્યયનાં વિશ્લેષણ કરી તે પ્રવૃત્તિ કરવી/ચાલુ રાખવી કે નહિ તેનો નિર્ણય સામાજિક અન્વેષણ કરીને લઈ શકાય છે. મહદ્ અંશે પેઢી/સંસ્થા જે પ્રવૃત્તિઓ કરવાનો/ચાલુ રાખવાનો…

વધુ વાંચો >

સિન્ડિકેટ-કાર્ટેલ

સિન્ડિકેટ–કાર્ટેલ : (1) સિન્ડિકેટ : વ્યક્તિ ભાગીદારી પેઢી અથવા કંપની જેવા બધા ધંધાકીય એકમો વચ્ચે કાયદેસરનું અસ્તિત્વ ધરાવ્યા વગરનું સામાન્ય હેતુથી – મુખ્યત્વે નફાના હેતુથી – અંદરોઅંદર સમજૂતી કરીને ખરીદી અને વેચાણોના કેન્દ્રીકરણવાળું સંગઠન; (2) કાર્ટેલ : સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી એકથી વધારે વ્યક્તિઓ ભાગીદારી પેઢીઓ અથવા કંપનીઓએ પોતપોતાના ઉત્પાદન અથવા…

વધુ વાંચો >

હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ

હીરા (Diamonds) અને હીરાઉદ્યોગ જમરૂખ આકારનો ઓપ આપેલો હીરો અદભુત રત્ન. આભૂષણોના ઉપયોગમાં લેવાતા કુદરતી સ્ફટિકો. પ્રાગ્-ઐતિહાસિક તેમજ મધ્ય ઐતિહાસિક કાળમાં ભારત, શ્રીલંકા અને બૉર્નિયો જ માત્ર એવા દેશો હતા, જ્યાંથી હીરા મળી શકતા હતા. તેનાં પ્રાપ્તિસ્થાનો (સ્રોત) નદીજન્ય ભૌતિક સંકેન્દ્રણો હતાં. આ અંગેનો પુરાવો પ્લિની(ઈ. સ. 23-79)નાં લખાણોમાંથી મળી…

વધુ વાંચો >