સૂર્યકાંત શાહ
વાહક (પરિવહન)
વાહક (પરિવહન) : ખુદ જાતે વહીને એની સાથેના પદાર્થોનું વહન કરે એવું માનવસર્જિત સાધન. વાહક પરિવહન પદ્ધતિ(transportation system)નું એક અંગ છે. વાહક માનવસર્જિત હોવું જોઈએ. ચક્રવાતમાં ફસાયેલ પદાર્થોનું વહન થાય છે, પરંતુ ચક્રવાત માનવસર્જિત નથી, તેથી ચક્રવાત વાહક નથી. નલિકાઓ પદાર્થોનું વહન કરે છે, પરંતુ ખુદ વહન થતી નથી તેથી…
વધુ વાંચો >વૅરહાઉસ વૉરન્ટ (ગોદામ-સમર્થનપત્ર)
વૅરહાઉસ વૉરન્ટ (ગોદામ–સમર્થનપત્ર) : જાહેર ગોદામમાં માલ અનામત રાખવા માટે સોંપ્યો છે તેનું સમર્થન કરતો ગોદામ-અધિકારીએ આપેલો પત્ર. વિદેશથી આયાત કરેલો માલ જહાજમાંથી ઉતાર્યા પછી બંદરની અંદર અથવા બંદરની નજીકમાં જાહેર ગોદામમાં સંગૃહીત કરવામાં આવે છે. આ માલ વેચાય અથવા ઉપયોગમાં લેવાય ત્યાં સુધી ગોદામમાં રાખવામાં આવે છે. તેવી રીતે…
વધુ વાંચો >વ્યવસ્થાતંત્રના નકશા
વ્યવસ્થાતંત્રના નકશા : સંસ્થાના લક્ષ્યપ્રાપ્તિના હેતુથી ગોઠવણપૂર્વક જવાબદારીની વહેંચણી કરીને સુનિશ્ચિત કરેલો કાર્યપથ. સત્તા-સંબંધોના તાણાવાણાને સતત ગૂંથતા રાખવાની પ્રક્રિયા પ્રબંધ તરીકે ઓળખાય છે. એ પ્રક્રિયાને અંતે વ્યવસ્થાતંત્ર બને છે. એક વાર એક વ્યવસ્થાતંત્ર તૈયાર થાય એટલે તે કાયમ માટે તેવું જ રહેતું નથી. એમાં પ્રબંધ ચાલ્યા જ કરે છે. કોઈ…
વધુ વાંચો >વ્યાપારી કંપની
વ્યાપારી કંપની : કોઈ પણ દેશના કંપની અધિનિયમ હેઠળ વ્યાપારી હેતુ માટે નોંધાયેલું નિગમ. એકાકી વેપારી (વૈયક્તિક માલિકી) અને ભાગીદારી પેઢીની જેમ વ્યાપારી કંપની ધંધાદારી એકમોની વ્યવસ્થાનું એક સ્વરૂપ છે. રૂઢિગત રીતે તે વ્યાપારી કંપની તરીકે ઓળખાય છે. વાસ્તવમાં એ ધંધાદારી કંપની હોય છે અને વ્યાપાર અથવા વેપાર નફાના હેતુસર…
વધુ વાંચો >