સુરેશભાઈ ઘેલાભાઈ દેસાઈ

આફ્લાવિષ

આફ્લાવિષ (Aflatoxin) : ઍસ્પર્જિલસ ફ્લેવસ એ. પૅરાસાઇટિક્સ જેવા સૂક્ષ્મ ફૂગ(microfungus)ના બિજાણુઓ (spores) દ્વારા ઉત્પન્ન થયેલ વિષને આફ્લાવિષ (aflatoxin) કહે છે. 16 અથવા તેના કરતાં વધુ આફ્લાવિષના પ્રકારો આફ્લાવિષ-સંકીર્ણ (aflatoxin complex) બનાવે છે. આ વિષની રાસાયણિક રચના કૂમૅરિન મુદ્રિકા સાથે બાયફ્યુરૅનનું સંયોજન થવાથી બને છે. આફ્લાવિષ મગફળીને ચેપ લગાડે છે. સામાન્યપણે…

વધુ વાંચો >

ઉત્સેચકો, અચળ

ઉત્સેચકો, અચળ (enzymes–immobile) ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદન વધારવા અને તેને વધુ લાભદાયી બનાવવા માટેની પ્રક્રિયામાં વપરાતા ઉત્સેચકોનું અદ્રાવ્ય સ્વરૂપ. ઉત્સેચકો હમેશાં વિવિધ પરિબળોની વિશિષ્ટ મર્યાદાને અધીન રહીને ક્રિયાશીલ બને છે. પરંતુ તેમને અદ્રાવ્ય સ્વરૂપમાં ફેરવવાથી તેમનાં ક્રિયાશીલતા અને સ્થાયિત્વ વધારી શકાય છે. માધ્યમનાં pH અને તાપમાન જેવાં પરિબળોમાં થતા ફેરફારોની અથવા…

વધુ વાંચો >

ગોનોકૉકસ

ગોનોકૉકસ : માનવોના જાતીય ચેપી રોગ પરમિયા માટે જવાબદાર બૅક્ટેરિયા. સંભોગ દરમિયાન આ બૅક્ટેરિયા શરીરમાં મુખ્યત્વે ગ્રીવા અને મૂત્રમાર્ગમાં પ્રસરેલા જોવા મળે છે. સમલિંગકામી (homosexual) વ્યક્તિઓમાં, ખાસ કરીને પુરુષોમાં, બૅક્ટેરિયા મળમાર્ગને ચેપ લગાડે છે. સ્ત્રીઓમાં તે ફૅલોપિયન નલિકા સુધી પ્રસરતા હોય છે. પરિણામે સ્ત્રીના નિતંબ પ્રદેશમાં સોજો આવે છે અને…

વધુ વાંચો >

ગોબર-ગૅસ

ગોબર-ગૅસ : વાયુની અનુપસ્થિતિમાં અવાતજીવી (anaerobic) બૅક્ટેરિયા દ્વારા ગોબર પર આથવણ (fermentative) પ્રક્રિયા થતાં મુક્ત થતો બળતણ માટેનો ગૅસ. ગોબર-ગૅસ મેળવવા મુખ્યત્વે કાચા માલ તરીકે છાણ વાપરવામાં આવે છે અને તેમાં ઘાસ, પાંદડાં, ઝાડની ડાળી, સડેલાં શાકભાજી, ફળ વગેરે પણ ભેળવવામાં આવે છે. ગૅસમાં આશરે 50 % મિથેન અને 45…

વધુ વાંચો >

ગ્રામ અભિરંજન

ગ્રામ અભિરંજન : ડેન્માર્કના વિજ્ઞાની એચ. સી. જે. ગ્રામે બૅક્ટેરિયાને પારખવા શોધી કાઢેલી અગત્યની પદ્ધતિ. આ પદ્ધતિમાં બૅક્ટેરિયાને આલ્કલિક અભિરંજક વડે અભિરંજિત કરવામાં આવે છે. ત્યારબાદ અભિરંજિત બૅક્ટેરિયાને આલ્કોહૉલ કે ઍસિટોન જેવા કાર્બનિક દ્રાવણથી ધોવામાં આવે છે. ધોયા પછી બૅક્ટેરિયા રંગવિહીન બને તો તેને ગ્રામ-ઋણી (gram negative) તરીકે ઓળખવામાં આવે…

વધુ વાંચો >