સુમન ર. શાહ
તરલયાંત્રિકી (fluid mechanics)
તરલયાંત્રિકી (fluid mechanics) પ્રવાહી અને વાયુને લગતી યાંત્રિકી. સિવિલ ઇજનેરી શાસ્ત્રમાં પ્રવાહીમાં ઘણાંખરાં બાંધકામો પાણી સાથે સંકળાયેલાં હોવાથી, તરલ યાંત્રિકીમાં પાણી, વરાળ તથા તેમાં રહેલ બીજાં પ્રવાહી કે વાયુની અસરને ખ્યાલમાં રાખીને, આયોજન કરવું પડે છે. સામાન્યત: તરલતામાં પાણીના અને પ્રવાહીના ગુણધર્મો અને તે જ પ્રમાણે વરાળના અને વાયુના ગુણધર્મોમાં…
વધુ વાંચો >નગર-આયોજન
નગર-આયોજન નગરની સ્થાપનાથી માંડીને તેના ભાવિ વિકાસ સુધીની સુવ્યવસ્થિત યોજના. નવા નગરની સ્થાપના સંબંધે તથા નગરના લોકોનું જીવન ઊંચી ગુણવત્તા ધરાવતું બને તે અંગે નગરના આયોજકો સ્થાનિક શાસનને માર્ગ સૂચવે છે. 5000થી વધારે વસ્તી તથા ચોકિમી. દીઠ આશરે 1000થી વધારે માણસોની ગીચતા ધરાવતા સ્થળને નગર ગણવામાં આવે છે. તેમાં 75…
વધુ વાંચો >નગર-વાહનવ્યવહાર (urban traffic)
નગર-વાહનવ્યવહાર (urban traffic) : નગરના માર્ગો તથા તેના પરના વાહનવ્યવહારનું આયોજન, નિર્માણ, વ્યવસ્થાપન તથા નિયંત્રણ. મોટરકાર, બસ, સ્કૂટર આદિ યાંત્રિક વાહનોના વિકાસ સાથે નગરોના સ્વરૂપમાં પણ પરિવર્તન આવ્યું. મધ્યમાં મૂળ નગર અને ફરતાં પરાં તથા સોસાયટીઓ એ પ્રકારની રચના વ્યાપક બની. સરળ માર્ગો નગરની રક્તવાહિનીઓ જેવા મહત્ત્વના બન્યા. તે વિના…
વધુ વાંચો >નિર્માણયંત્રો (construction machinery)
નિર્માણયંત્રો (construction machinery) : રસ્તા, મકાન, પુલ, બંધ, નહેર, નાળાં વગેરેના બાંધકામ માટે વપરાતાં યંત્રો. સમયની સાથે નિર્માણકાર્ય વધતું જાય છે. તે સમયસર પૂરું કરવા માટે કામની ઝડપ વધારવા તેમજ કામની ગુણવત્તા વધારવા જુદાં જુદાં નિર્માણયંત્રો અનિવાર્ય થઈ પડ્યાં છે. વપરાશને લીધે વિકાસ થતો જાય છે અને નિર્માણ માટેની વિશિષ્ટ…
વધુ વાંચો >નિર્માણ-વ્યવસ્થાતંત્ર (construction organisation)
નિર્માણ-વ્યવસ્થાતંત્ર (construction organisation) : બાંધકામ(નિર્માણ)નાં વિવિધ કાર્યો માટે જરૂરી વ્યવસ્થાતંત્ર. નિર્માણકાર્યોમાં વિવિધ સામગ્રીઓનો ઉપયોગ કરી જરૂરિયાત પ્રમાણેનાં બાંધકામ તૈયાર કરવાનાં થાય. આ પ્રકારનાં કાર્યોમાં ખર્ચ, ગુણવત્તા અને સમય-બદ્ધતા મહત્વની બાબતો છે. સાથોસાથ જે આ કાર્યનું સંચાલન કરી વ્યાવસાયિક જવાબદારી લે તેને માટે આર્થિક લાભ પણ મહત્વનો છે તેથી નિર્માણકાર્ય માટે…
વધુ વાંચો >નિર્માણસામગ્રી (construction materials)
નિર્માણસામગ્રી (construction materials) : મકાન, નદીનાળાં, પુલ, રસ્તા, બંધ વગેરે અનેક પ્રકારનાં નિર્માણકામો(બાંધકામો)માં વપરાતો માલ-સામાન. નિર્માણકામની ગુણવત્તાનો આધાર મહદ્અંશે તેમાં વપરાતા માલ-સામાન પર છે. નિર્માણસામગ્રીનો ચીવટભર્યો ઉપયોગ થાય તે નિર્માણકાર્યમાં જરૂરી છે. બાંધકામનું આયુષ્ય લાંબું રહે, મરામતની જરૂર ઓછી પડે, સારો દેખાવ મળે વગેરે બાબતો લક્ષમાં રાખીને નિર્માણસામાનની પસંદગી થાય…
વધુ વાંચો >