સી. એ. દેસાઈ

આરોગ્ય-વીમો

આરોગ્ય-વીમો : સરકાર કે અન્ય સંસ્થાઓ દ્વારા યોગ્ય નાણાંની ચુકવણીથી વ્યક્તિગત આરોગ્યનાં જોખમો વખતે રક્ષણ આપવાની વ્યવસ્થા. લોકશાહી રાષ્ટ્ર તરીકે ઇંગ્લૅન્ડમાં આ હેતુસરની રાષ્ટ્રીય આરોગ્ય યોજના (National Health Scheme) શરૂ થયેલી છે. આવી યોજનામાં પ્રત્યેક વ્યક્તિ પોતાને ભાગે આવતા હિસ્સાની ચુકવણી કરી રાજ્ય કે રાષ્ટ્ર દ્વારા સમાજની દરેક વ્યક્તિના આરોગ્યની…

વધુ વાંચો >

કસરત

કસરત : આરોગ્યપ્રદ જીવન માટે અને માંદગી પછી ઝડપથી સાજા થવા માટે કરાતો સહેતુક શ્રમ. વ્યાયામ દ્વારા શરીરના અવયવો અને સ્નાયુઓને જે વધારાનું કાર્ય કરવું પડે છે તેનાથી તેમની ક્ષમતા વધે છે. નિયમિત વ્યાયામ હૃદયના સ્નાયુને તથા હાડકાંનું હલનચલન કરવાના સ્નાયુઓને મજબૂત કરે છે, રુધિરાભિસરણ વેગીલું કરે છે, શ્વસનશીલતા વધારે…

વધુ વાંચો >

કુટુંબકલ્યાણ કાર્યક્રમ

કુટુંબકલ્યાણ કાર્યક્રમ : વસ્તીનિયંત્રણ તથા સમગ્ર કુટુંબના કલ્યાણને લક્ષમાં રાખીને રાષ્ટ્રીય કક્ષાએ યોજાયેલો ભારત સરકારનો કાર્યક્રમ. ભારતમાં આઝાદીની પ્રાપ્તિ બાદ લોકકલ્યાણ માટે પંચવર્ષીય યોજનાઓ દ્વારા વિવિધ વિકાસ કાર્યક્રમો હાથ ધરાયા છે. 1952થી વિકાસ કાર્યક્રમોમાં સરકારે રાષ્ટ્રીય સ્તરે કુટુંબનિયોજન કાર્યક્રમ હાથ ધર્યો હતો. આ સમયે દેશમાં વ્યાપક નિરક્ષરતા, વહેમ, અંધશ્રદ્ધા, કુરિવાજો…

વધુ વાંચો >