શ્રીકૃષ્ણ ગોપીનાથ દેવભાનકર

ચેક

ચેક : નિશ્ચિત બૅંકર પર લખવામાં આવેલી અને રજૂ કર્યે તુરત જ ચુકવણીપાત્ર ઠરતી હૂંડી. ચેક એ કોઈ એક વ્યક્તિએ પોતાની સહી સાથે કોઈક નિશ્ચિત બૅંકર પર લખેલો બિનશરતી આદેશ છે. એમાં લખનાર વ્યક્તિ બકરને આદેશ આપે છે કે તેમાં જણાવેલ ચોક્કસ રકમ તેમાં જણાવેલ ચોક્કસ વ્યક્તિને અગર તો તેના…

વધુ વાંચો >

જૉઇન્ટ સ્ટૉક બૅંક

જૉઇન્ટ સ્ટૉક બૅંક : જાહેર કંપનીથી ખાનગી બૅંકોને અલગ પાડવા ‘જૉઇન્ટ સ્ટૉક બૅંક’ પરિભાષા વપરાતી હતી. 100 વર્ષ પહેલાં ઇંગ્લૅન્ડમાં બૅંક ઑવ્ ´ગ્લૅન્ડ જૉઇન્ટ સ્ટૉક બૅંક હતી. 1825–26 દરમિયાન બૅંકિંગ-ક્ષેત્રે કટોકટીનો કાળ હતો છતાં પણ તે સમયે કોઈ પણ જૉઇન્ટ સ્ટૉક બૅંક નિષ્ફળ ગઈ ન હતી, જ્યારે 80 જેટલી ખાનગી…

વધુ વાંચો >

જૉબર

જૉબર : લંડન શૅરબજારનો સભ્ય. તે શૅર અને જામીનગીરીઓમાં વાસ્તવિક લે-વેચ કરે છે; પરંતુ રોકાણકાર સાથે સીધેસીધા સંપર્કમાં આવતો નથી. ફક્ત શૅરદલાલો સાથે જ વહેવાર અને વેપાર કરે છે. દલાલો રોકાણકારો વતી કાર્ય કરે છે. જૉબર અમુક શૅરના લૉટ કે અમુક ગ્રૂપ માટે જ કાર્ય કરે છે; જેમ કે, ગિલ્ટ-એજેડ…

વધુ વાંચો >

ટેલર-પ્રથા

ટેલર-પ્રથા : બેરર–ચેકની ચુકવણી માટેની એક પદ્ધતિ. ગ્રાહકોએ પોતાના ચેક વટાવવા માટે બૅંકના કાઉન્ટર ઉપર લાંબા સમય સુધી રાહ જોવી પડે છે તેના વિકલ્પમાં ટેલરપદ્ધતિ શરૂ થઈ છે. પ્રાયોગિક ધોરણે ભારતની કેટલીક વાણિજ્ય–બૅંકોએ ટેલરપદ્ધતિનો વિકાસ શરૂ કરેલ છે. પરંતુ દરેક બૅંકની પદ્ધતિ અલગ અલગ હોય છે. મુખ્ય પદ્ધતિમાં સતત ચાલુ…

વધુ વાંચો >

ટ્રેઝરી ડિપૉઝિટ રસીદ

ટ્રેઝરી ડિપૉઝિટ રસીદ : વ્યાપારી બૅંકો પાસેથી સરકાર દ્વારા ફરજિયાતપણે મંગાવાતાં ઉછીનાં નાણાંની અનામતોની પહોંચ. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન 1940ના જુલાઈ માસમાં સૌપ્રથમ વાર ટ્રેઝરી ડિપૉઝિટ રસીદો ઇંગ્લૅન્ડમાં અસ્તિત્વમાં આવી હતી અને ત્યારે તેના પરના વ્યાજનું ધોરણ 1.5 % હતું. રોકડ નાણાંની કટોકટીના સમયમાં બૅંકો આ રસીદોનાં નાણાં વટાવી શકતી. 1945…

વધુ વાંચો >