શ્રદ્ધા ત્રિવેદી

ઍલેક્સિવિચ, સ્વેતલાના (Alexievich, Svetlana)

ઍલેક્સિવિચ, સ્વેતલાના (Alexievich, Svetlana) (જ. 31 મે 1948, પશ્ચિમ યુક્રેન) : 2015નો સાહિત્યનો નોબેલ પુરસ્કાર પ્રાપ્ત કરનાર બેલારુસનાં મહિલા સાહિત્યકાર. તેઓ પત્રકાર અને નિબંધકાર પણ છે. સોવિયેત રિપબ્લિક ઑવ્ યુક્રેનમાં જન્મેલાં સ્વેતલાનાનાં માતા યુક્રેનિયન અને પિતા બેલારુસિયન હતાં. સ્વેતલાનાના જન્મસમયે તેઓ સોવિયેત આર્મીમાં સેવા આપતા હતા. તેમની સેવા સમાપ્ત થતાં…

વધુ વાંચો >

જીવનકથા

જીવનકથા : એક વ્યક્તિના સંપૂર્ણ અથવા વિશિષ્ટ જીવનખંડનો અન્ય વ્યક્તિએ લખેલો વૃત્તાંત. કોઈ મહાન પુરુષનું જીવન નિસ્સાર હોતું નથી. વિશ્વનો ઇતિહાસ વસ્તુત: ચરિત્રોનું દોહન જ છે. માનવીની કુતૂહલવૃત્તિ ચરિત્રોને જીવંત રાખે છે. રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય સ્તરે વિચાર કે ક્રિયામાં ફાળો આપનાર વ્યક્તિ ચરિત્રનાયક બને છે. સમયે સમયે વ્યક્તિ અને પ્રસંગનું…

વધુ વાંચો >

ત્રિવેદી, ચિમનલાલ

ત્રિવેદી, ચિમનલાલ (જ. 2 જૂન, 1929, મુજપુર, તા. સમી, જિ. મહેસાણા) : ગુજરાતી સાહિત્યના – ખાસ કરીને મધ્યકાલીન સાહિત્યના ઊંડા અભ્યાસી, વિવેચક, સંપાદક અને સંનિષ્ઠ અધ્યાપક. ગુજરાતી ભાષા-સાહિત્યમાં પ્રશિષ્ટ રુચિ ધરાવતા, વિદ્યાર્થીવત્સલ, વિદ્વાન પ્રાધ્યાપક તરીકે જે થોડા મહાનુભાવોને આદરભર્યું સ્થાન સમાજમાં મળ્યું છે તેમાંના એક તે શ્રી ચિમનલાલ ત્રિવેદી. પિતાનું…

વધુ વાંચો >

થાનકી, જ્યોતિબહેન જટાશંકર

થાનકી, જ્યોતિબહેન જટાશંકર (જ. 25 મે 1943, બગવદર, જિ. જૂનાગઢ) : મુખ્યત્વે ચરિત્રકાર અને શ્રી અરવિંદની વિચારધારાનાં સમર્થક ને પ્રસારક. માતાનું નામ જયાલક્ષ્મી. વતન પોરબંદર. 1959માં મૅટ્રિક. 1963માં બી.એ.. 1965માં અર્થશાસ્ત્ર સાથે અને 1974માં સંસ્કૃત વિષય સાથે – એમ બે વાર એમ.એ. થયાં. ઈ. સ. 1966થી આર્યકન્યા ગુરુકુળ, પોરબંદરમાં અર્થશાસ્ત્રનાં…

વધુ વાંચો >

પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ

પટેલ, ધીરુબહેન ગોરધનભાઈ (જ. 29 મે 1926, વડોદરા ; અ. 10 માર્ચ 2023 અમદાવાદ) : ગુજરાતી સાહિત્યમાં નવલકથા, ટૂંકી વાર્તા, નાટક, અનુવાદ, બાળસાહિત્ય વગેરે ક્ષેત્રે નોંધપાત્ર અર્પણ કરનાર અગ્રણી લેખિકા. માતાનું નામ ગંગાબહેન. વતન ધર્મજ, પણ ઉછેર મુંબઈમાં. માતા ગંગાબહેન માત્ર દોઢ ચોપડીનું શિક્ષણ પામેલાં અને ત્રણ વર્ષની વયે તો…

વધુ વાંચો >

પરિચય-પુસ્તિકા પ્રવૃત્તિ

પરિચય–પુસ્તિકા પ્રવૃત્તિ : વિવિધ વિષયો પરત્વે સરળ અને શિષ્ટ ભાષામાં સામાન્ય જ્ઞાન પીરસતી પુસ્તિકાઓનું પ્રકાશન કરતી પ્રવૃત્તિ. પરિચય ટ્રસ્ટના બે મોભીઓમાંના એક વાડીલાલ ડગલી અમેરિકા શિકાગો અભ્યાસાર્થે ગયા ત્યારે શિકાગો યુનિવર્સિટીની જ્ઞાનવિજ્ઞાનના પ્રચારની વિદ્યાપ્રવૃત્તિની વાત એમને ગમી ગઈ. તેમણે આ વાત તેમના પિતાતુલ્ય પ્રજ્ઞાચક્ષુ સ્વ. પંડિત સુખલાલજીને લખી. તે વાંચી…

વધુ વાંચો >

પરીખ, ધીરુ

પરીખ, ધીરુ (ભાઈ) (જ. 31 ઑગસ્ટ, 1933, વીરમગામ; અ. 9 મે, 2021, અમદાવાદ) : ગુજરાતી સાહિત્યકાર અને સાહિત્યિક પત્રકાર. પિતાનું નામ ઈશ્વરલાલ, જેઓ ગાંધીવાદી વિચારસરણીને વરેલા હતા અને વીરમગામમાં ડૉક્ટરનો વ્યવસાય કરતા હતા. તેમણે આઝાદીની લડતમાં પણ ભાગ લીધો હતો. માતાનું નામ ડાહીબહેન. પત્ની કમળાબહેન અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કૉલેજમાં…

વધુ વાંચો >

પરીખ, પ્રિયકાન્ત કાન્તિલાલ

પરીખ, પ્રિયકાન્ત કાન્તિલાલ (જ. 1 જાન્યુઆરી 1937, રાજપીપળા, જિ. નર્મદા; અ. 2 ઑક્ટોબર 2011, વડોદરા) : ગુજરાતી નવલકથાકાર અને વાર્તાકાર. માતાનું નામ ગજરાબા. 1957માં બી.એ., 1960માં એમ.એ. તથા 1980માં એમ.ફિલ.. મુંબઈની જી. ટી. હાઈસ્કૂલથી શરૂ કરી, હાલોલ, ડભોઈ વગેરે સ્થળોએ શિક્ષક તરીકે સેવા બજાવી. 1961થી 1969 દરમિયાન સંખેડા, ગોધરા, રાજપીપળા,…

વધુ વાંચો >

પાઠક હરેકૃષ્ણ રામચંદ્ર

પાઠક, હરેકૃષ્ણ રામચંદ્ર (જ. 5 ઑગસ્ટ 1938, બોટાદ, જિ. ભાવનગર) : ગુજરાતી ભાષાના કવિ, વાર્તાકાર, નિબંધકાર અને બાળસાહિત્યકાર. માતાનું નામ મોંઘીબહેન. વતન ભોળાદ. જ્ઞાતિએ પ્રશ્નોરા નાગર. 1956માં મૅટ્રિક. 1961માં ગુજરાત યુનિવર્સિટીની બી.એસસી.ની પદવી પ્રાપ્ત કરી. 1961-62 દરમિયાન સોનગઢ (સૌરાષ્ટ્ર)ના ગુરુકુળમાં વિજ્ઞાન શિક્ષક. 1963થી ગાંધીનગર ખાતેના ગુજરાત રાજ્ય સચિવાલયમાં મહેસૂલ વિભાગમાં…

વધુ વાંચો >

પારેખ મધુસૂદન હીરાલાલ (‘પ્રિયદર્શી’)

પારેખ, મધુસૂદન હીરાલાલ (‘પ્રિયદર્શી’) (જ. 14 જુલાઈ 1923, અમદાવાદ) : ગુજરાતીના નિવૃત્ત અધ્યાપક, વિવેચક, હાસ્યલેખક, નાટ્યલેખક, બાળસાહિત્યકાર, અનુવાદક અને સંપાદક. પિતા હીરાલાલ ત્રિભુવનદાસ પારેખ સાહિત્યોપાસક હતા. માતા જડાવબહેન. વતન સૂરત. ઈ. સ. 1939માં  પ્રોપ્રાયટરી હાઈસ્કૂલ, અમદાવાદથી મૅટ્રિક. 1945માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્ર સાથે બી.એ. અને 1952માં ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી…

વધુ વાંચો >