શીતલ આનંદ પટેલ
કંપન ગૅલ્વેનોમીટર (ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર)
કંપન ગૅલ્વેનોમીટર (ચલિત ગૂંચળાવાળું ગૅલ્વેનોમીટર) : વિદ્યુતપ્રવાહ જાણવા અને માપવા માટે ઉપયોગમાં લેવાતું સાધન (ઉપકરણ). અહીં જેમાં થઈને વિદ્યુતપ્રવાહ પસાર થાય છે તેવા ગુંચળાને ચુંબકીય ક્ષેત્રમાં રાખવામાં આવે છે. બિનચુંબકીય ધાત્વિક (metallic) ચોકઠા ઉપર અવાહક પડવાળા પાતળા તાંબાના મોટી સંખ્યામાં આંટા ધરાવતું લંબચોરસ ગૂંચળું હોય છે. ચોકઠું અને ગૂંચળું પ્રમાણમાં…
વધુ વાંચો >વાયુભારિત ડાયોડ
વાયુભારિત ડાયોડ : નીચા દબાણે નિષ્ક્રિય વાયુ ભરેલો તાપાયનિક (thermionic) કૅથોડવાળો ડાયોડ. કેટલીક વખત આવા ડાયોડમાં પારદ-બાષ્પ (mercury vapour) પણ ભરવામાં આવે છે. પારદ-બાષ્પની બાબતે, નિર્વાત કરેલી કાચની નળીમાં પારાના એકાદ-બે ટીપાં દાખલ કરવામાં આવે છે. તે પછી, નળીથી અંદરનું દબાણ પારદ-બાષ્પના ઠારણ (સંઘનન) તાપમાનનું વિધેય બને છે. અત્રે, દબાણ…
વધુ વાંચો >વાલ્વ (ઇલેક્ટ્રૉનિક્સ)
વાલ્વ (ઇલેક્ટ્રૉનિક્સ) : કાચ વડે આવરિત (enclosed) કરેલી બે કે વધુ ઇલેક્ટ્રૉડવાળી પ્રયુક્તિ. તેમાં એક ઇલેક્ટ્રૉડ ઇલેક્ટ્રૉન્સનો પ્રાથમિક સ્રોત હોય છે. તેને (વાલ્વને) ઇલેક્ટ્રૉન નળી (ટ્યૂબ) પણ કહે છે. જો કાચની નળીમાં શૂન્યાવકાશ કરેલું હોય તો તેને શૂન્યાવકાશ-નળી (vaccum tube) કહે છે. સામાન્યત: ઉષ્મીય ઉત્સર્જન વડે ઇલેક્ટ્રૉન મેળવાતા હોય છે.…
વધુ વાંચો >વિદ્યુતકોષ (battery)
વિદ્યુતકોષ (battery) : રાસાયણિક ઊર્જાનું વિદ્યુત-ઊર્જામાં રૂપાંતર કરતી પ્રયુક્તિ (device). જ્યારે બે કે વધુ વિદ્યુતકોષને વિદ્યુતકીય રીતે એક જૂથમાં જોડવામાં આવે છે ત્યારે આ ‘બૅટરી’ પદનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ પદનો ઉપયોગ એક કોષ માટે પણ કરી શકાય છે : સામાન્યત: વિદ્યુતકોષ(battery)ના બે પ્રકાર છે : (1) પ્રાથમિક…
વધુ વાંચો >વિમિશ્રણ (demodulation)
વિમિશ્રણ (demodulation) : યોગ્ય ઇલેક્ટ્રૉનિક પરિપથ વડે અધિમિશ્રિત (modulated) વાહક તરંગમાંથી નિયમન-સંકેત(modulating signal)નું વિયોજન કરી મૂળ સ્વરૂપે તરંગ મેળવવાની પ્રક્રિયા. વિમિશ્રણ એ અધિમિશ્રણ કરતાં ઊલટી ક્રિયા છે. આ હેતુ માટે તૈયાર કરેલી પ્રયુક્તિ કે પરિપથને વિમિશ્રક (demodulator) અથવા સંસૂચક (detector) કહે છે. અધિમિશ્રણની ક્રિયામાં દૃશ્ય કે શ્રાવ્ય (video or audio)…
વધુ વાંચો >વિસ્થાપન-પ્રવાહ
વિસ્થાપન–પ્રવાહ : જ્યારે પ્રાયોજિત વિદ્યુતક્ષેત્ર બદલાતું હોય ત્યારે પરાવૈદ્યુત(dielectric)માં જોવા મળતો વિદ્યુતફ્લક્સના ફેરફારનો દર. જ્યારે સંધારક(capaciter)ને વિદ્યુતભારિત કરવામાં આવે છે ત્યારે તેમાં થઈને પસાર થતી વહનધારા પરાવૈદ્યુતમાં થઈને વિસ્થાપન પ્રવાહ (displacement current) તરીકે સતત ચાલુ રહે છે; જેથી કરીને હકીકતે, બંધપરિપથમાં થઈને જતો હોય તેમ વિચારવામાં આવે છે. વિસ્થાપન-પ્રવાહમાં વિદ્યુતભાર-વાહકોની…
વધુ વાંચો >વીજળીનું મીટર (electric meter)
વીજળીનું મીટર (electric meter) : વિદ્યુતપ્રવાહનું માપન કરતું ઉપકરણ. ગ્રાહક વડે વપરાયેલ વિદ્યુત-ઊર્જાના જથ્થાનું માપન કરવા વિદ્યુત કંપનીઓ વૉટ-કલાક મીટરનો ઉપયોગ કરે છે. આ વિદ્યુતશક્તિને કિલોવૉટ-કલાકમાં વ્યક્ત કરવામાં આવે છે. એક કિલોવૉટ-કલાક = 1000 વૉટ-કલાક થાય છે. 100 વૉટના વિદ્યુત-ગોળાને એક કલાક માટે ચાલુ રાખતાં 1 કિલોવૉટ-કલાક વિદ્યુત વપરાય છે.…
વધુ વાંચો >વોલ્ટેજ-રેગ્યુલેટર ટ્યૂબ
વોલ્ટેજ–રેગ્યુલેટર ટ્યૂબ : એવી પ્રયુક્તિ કે ઇલેક્ટ્રૉનિક પરિપથ જે નિવેશિત (input) વિદ્યુતદબાણ અને ભાર-પ્રવાહ(load current)માં ફેરફારો કરવાથી નિર્ગત (output) ભાર-વોલ્ટેજને લગભગ અચળ જાળવી રાખે. વિદ્યુત-સાધનો (ઉપકરણો) અમુક મર્યાદિત હદ સુધી જ વિદ્યુત-દબાણના ફેરફારો(અનિયમિતતા)ને સહન કરી શકે છે. વિદ્યુતદબાણની વધુ પડતી અનિયમિતતા સાધનને નુકસાન કરે છે. આવા સંજોગોમાં વિદ્યુતદબાણ(voltage)-નિયંત્રકનો ઉપયોગ કરવામાં…
વધુ વાંચો >શૈથિલ્ય (hysteresis)
શૈથિલ્ય (hysteresis) : વ્યાપક રીતે કારણ (ક્રિયાવિધિ) અને તેનાથી ઉદ્ભવતી અસર વચ્ચે પડતો દેખીતો વિલંબ (પદૃશ્યનlag). શૈથિલ્યની ઘટના વિવિધ શાખાઓમાં જોવા મળે છે; જેમ કે, (1) સ્થિતિસ્થાપક (elastic) શૈથિલ્ય, (2) ચુંબકીય (magnetic) શૈથિલ્ય અને (3) પરાવૈદ્યુત (dielectric) શૈથિલ્ય. (1) સ્થિતિસ્થાપક શૈથિલ્ય : અહીં બાહ્ય બળ દૂર કર્યા પછી વિરૂપણ (deformation)…
વધુ વાંચો >શ્રેણીબદ્ધ પ્રક્રિયા (chain reaction)
શ્રેણીબદ્ધ પ્રક્રિયા (chain reaction) : એક વખત શરૂ કરેલી એવી રાસાયણિક કે ન્યૂક્લિયર પ્રક્રિયા, જે આગળ વધતાં સ્વનિર્ભર બને. 235U જેવા વિખંડ્ય (fissile) દ્રવ્યનું ન્યૂટ્રૉનના વર્ષણ (મારા) વડે કરવામાં આવતું પ્રગામી(progressive fission) (વિખંડન)થી ન્યૂટ્રૉન પેદા થતા હોય છે, જેના વડે યોગ્ય પરિસ્થિતિમાં વધુ ને વધુ વિખંડનો પેદા કરી શકાય છે.…
વધુ વાંચો >