શીતલ આનંદ પટેલ

સંમિશ્રણ (modulation)

સંમિશ્રણ (modulation) : વ્યાપક રીતે, કોઈ પણ ઇલેક્ટ્રૉનિક પ્રાચલમાં બીજા પ્રાચલ વડે કરવામાં આવતો ફેરફાર કે વધારો અથવા વિશિષ્ટ રૂપે, એક તરંગ(વાહક તરંગ)નાં કેટલાંક લક્ષણોમાં બીજા તરંગ(signal)ના લક્ષણ વડે, સુસંગત રીતે ફેરફાર કરવાની પ્રક્રિયા. પરિણામી સંયુક્ત તરંગને સંમિશ્રિત તરંગ કહે છે તેનાથી વ્યસ્ત, (ઊલટી) પ્રક્રિયાને વિમિશ્રણ (demodulation) કહે છે. તેમાં…

વધુ વાંચો >

સીબૅક અસર

સીબૅક અસર : જુદી જુદી બે ધાતુઓનાં જંક્શનોને અસમાન તાપમાને રાખતાં વિદ્યુત-ચાલક બળ (electro motive force – EMF) પેદા થવાની ઘટના. તેની શોધ સીબૅકે 1821માં કરી હતી. આવી રચનામાં વિદ્યુત-ચાલક બળને લીધે પરિપથમાં વિદ્યુત-પ્રવાહનું વહન થાય છે. આવી ગોઠવણીને થરમૉકપલ (thermocouple) કહે છે અને આ ઘટનાને સીબૅક અસર કહે છે.…

વધુ વાંચો >

સોલેનૉઇડ (Solenoid)

સોલેનૉઇડ (Solenoid) : જેની લંબાઈ તેના વ્યાસની સરખામણીમાં ઘણી વધારે હોય તેવું તારનું ચુસ્ત ગૂંચળું. સોલેનૉઇડમાં થઈ વિદ્યુતપ્રવાહ પસાર થાય છે ત્યારે પેદા થતું ચુંબકીય ક્ષેત્ર ચુંબકપટ્ટી(bar magnet)ના ચુંબકીય ક્ષેત્ર જેવું હોય છે. તેનો અંતર્ભાગ (core) નરમ લોખંડનો હોય તો તેને વિદ્યુતચુંબક તરીકે વાપરી શકાય છે. સોલેનૉઇડની અક્ષ ઉપર તેની…

વધુ વાંચો >

સ્ટર્ન–ગર્લાકનો પ્રયોગ

સ્ટર્ન–ગર્લાકનો પ્રયોગ : ખાસ કરીને પ્રચક્રણ(spin)ને કારણે પેદા થતી ઇલેક્ટ્રૉનની ચુંબકીય ચાકમાત્રા(magnetic moment)ના અસ્તિત્વનું નિર્દેશન કરતો પ્રયોગ. સ્ટર્ન અને ગર્લાકે આને લગતો પ્રયોગ 1921માં કર્યો હતો. ત્યારબાદ ઘણાએ તેના ઉપર શોધન-વર્ધન કર્યું છે. તેને આધારે સદિશ-પરમાણુ-નમૂના(vector atom model)નાં કેટલાંક લક્ષણોની ચકાસણી થઈ શકી છે. આ પ્રયોગનું સૈદ્ધાંતિક મહત્વ તો ખરું…

વધુ વાંચો >

સ્ટાર્ક-અસર

સ્ટાર્ક-અસર : વર્ણપટીય રેખાઓ (spectral lines) ઉપર વિદ્યુત-ક્ષેત્રની અસર. ઉદ્ગમમાંથી નીકળતા પ્રકાશને લંબ રૂપે પ્રબળ વિદ્યુતક્ષેત્ર લાગુ પાડતાં પરમાણુઓ વડે ઉત્સર્જિત પ્રકાશની તરંગલંબાઈમાં ફેરફાર થાય છે. અહીં વર્ણપટીય રેખાઓ તીક્ષ્ણ અને સૂક્ષ્મ ઘટકોમાં વિભાજિત થાય છે. મુખ્ય રેખા અવિસ્થાપિત રહે છે. વિભાજિત રેખાઓ તેની આસપાસ સમમિતીય (symmetrically) રીતે ગોઠવાયેલ હોય…

વધુ વાંચો >

સ્નિગ્ધતા (viscosity)

સ્નિગ્ધતા (viscosity) : તરલની પોતાની ગતિને અથવા તેમાં થઈને ગતિ કરતા પદાર્થની ગતિને નડતરરૂપ અવરોધ. રેનોલ્ડ સંખ્યાથી ઓછું મૂલ્ય ધરાવતા પ્રવાહની સામે તરલ વડે દર્શાવાતો અવરોધ. જ્યારે કોઈ સ્થિર સમક્ષિતિજ સપાટી ઉપર પ્રવાહી ધીમેથી અને એકધારું વહે ત્યારે એટલે કે પ્રવાહ ધારારેખી (streamline) હોય ત્યારે સ્થિર સપાટીના સંપર્કમાં હોય તેવું…

વધુ વાંચો >

સ્નેલનો નિયમ

સ્નેલનો નિયમ : આપાતકોણ અને વક્રીભૂતકોણ વચ્ચેનો સ્થાપિત સંબંધ. તેને વક્રીભવનનો નિયમ પણ કહે છે. સ્નેલનો નિયમ નીચેના સૂત્રથી અપાય છે : જ્યાં m અચળાંક છે જેને વક્રીભવનાંક કહે છે. ∈ અને ∈´ અનુક્રમે આપાતકોણ અને વક્રીભૂતકોણ છે. n1 અને n2 અનુક્રમે માધ્યમ 1 અને 2 વક્રીભવનાંક છે. c1 અને c2…

વધુ વાંચો >