વૈમાનિક ઇજનેરી
આભાસી ઉડ્ડયન
આભાસી ઉડ્ડયન (Flight Simulation) : ઉડ્ડયન-અનુકરણ. વાસ્તવિક ઉડ્ડયનમાં થતો હરએક ફેરફાર, ક્રિયા-પ્રક્રિયાઓ તથા સંવેદનો પૃથ્વી ઉપર ઉડ્ડયન કર્યા વગર કરાવવા માટેની યાંત્રિક-ઇલેક્ટ્રૉનિક યંત્રરચના. વિમાન તથા અંતરીક્ષયાનના ચાલકોની તાલીમ માટે આવું યંત્ર ઘણું ઉપયોગી છે. વાસ્તવિક ઉડ્ડયનમાં વિમાનનું સમતુલન જાળવીને ચોક્કસ દિશામાં નક્કી કરેલી ઊંચાઈ પર પૂર્વનિર્ધારિત ગતિમાં તેને લઈ જવાની…
વધુ વાંચો >આર્મસ્ટ્રૉંગ, નીલ ઍલ્ડન
આર્મસ્ટ્રૉંગ, નીલ ઍલ્ડન : (જ. 5 ઑગસ્ટ 1930, વાપાકોનેટા ઓહાયો, યુ. એસ.; અ. 25 ઑગસ્ટ 2012, સિનસિનાટી, ઓહાયો, યુ.એસ.) : ચંદ્ર પર પગ મૂકનાર પ્રથમ માનવ. 16 વર્ષની ઉંમરે પાઇલટનું લાઇસન્સ મેળવીને 1947માં તેઓ નૌ-વાયુ (naval-air) કૅડેટ થયા. તેમનો પર્ડુ યુનિવર્સિટીનો વૈમાનિક ઇજનેરીનો અભ્યાસક્રમ કોરિયા યુદ્ધને કારણે 1950માં અટક્યો. આ…
વધુ વાંચો >ઇન્ડિયન ઍરલાઇન્સ
ઇન્ડિયન ઍરલાઇન્સ : ભારતમાં ઉડ્ડયનક્ષેત્રનો હવાલો સંભાળતી સરકારી વિમાની સેવા. બીજા વિશ્વયુદ્ધ પછી હવાઈ દળનાં ઘણાં માલવાહક વિમાનો ફાજલ પડ્યાં. આ વિમાનો સસ્તા દરે વેચી નાખવામાં આવતાં. ભારતમાં ખાનગી ક્ષેત્રમાં વિમાની કંપની ખોલવા પર કોઈ પ્રતિબંધ નહોતો. આથી અનેક વિમાની કંપનીઓ અસ્તિત્વમાં આવી. ગળાકાપ હરીફાઈ પણ થઈ. 1946થી 1953 સુધીમાં…
વધુ વાંચો >કારમાન, થિયોડોર
કારમાન, થિયોડોર (જ. 11 મે 1881, બુડાપેસ્ટ; અ. 6 મે 1963, આચેન, પ. જર્મની) : હંગેરીમાં જન્મી યુ.એસ.ના નાગરિક બનનાર સંશોધક અને ઇજનેર. તેમણે ઉડ્ડયન વિજ્ઞાન અને અંતરીક્ષયાત્રાના ક્ષેત્રે મૂળભૂત વિજ્ઞાનમાં ગણિતશાસ્ત્રના ઉપયોગનું પાયાનું કાર્ય કર્યું છે. તેમનું કાર્યક્ષેત્ર પ્રથમ કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટેકનૉલોજી અને પછીથી જેટ વિમાનના સુધારાની પ્રયોગશાળા…
વધુ વાંચો >કૉકપિટ
કૉકપિટ : વિમાનનો નિયંત્રણ-કક્ષ. શરૂઆતમાં વિમાની તેમજ મુસાફરોને બેસવાના સ્થાનને કૉકપિટ કહેતા. તેનું એક કારણ એ કે આ સ્થાન જાણે વિમાનને વચ્ચેથી ખોદીને બનાવેલા ખાડા (pit) જેવું હતું. જૂના જમાનામાં મરઘાંપાલન કરતા લોકો મરઘાંને ખાડામાં રાખી તેના પર સૂંડલા ઢાંકી સાચવતા અને આ ખાડાને ‘કૉકપિટ’ કહેતા. વિમાનમાં કંઈક આવા જ…
વધુ વાંચો >ગ્લાઇડર (હવાઈતરણ જહાજ)
ગ્લાઇડર (હવાઈતરણ જહાજ) : એન્જિન વગરનું વિમાન. હવામાં પંખીની જેમ ઊડવા માટે યંત્ર વગરનું સાધન. તરણજહાજ દેખાવમાં વિમાન જેવું જ હોવા છતાં તેમાં યંત્ર હોતું નથી. હવામાં તે ઊંચે હવામાં તરતા પક્ષીની જેમ ઊડે છે. સર જ્યૉર્જ કૅલી નામના અંગ્રેજે 1809માં પૂર્ણ કદનું પ્રથમ ગ્લાઇડર બનાવ્યું પણ તેમાં સમાનવ ઉડ્ડયન…
વધુ વાંચો >જડત્વીય નિર્દેશક તંત્ર (inertial guidance system)
જડત્વીય નિર્દેશક તંત્ર (inertial guidance system) : રૉકેટ, વિમાન, પનડૂબી (submarine) જેવાં વાહનોના નૌસંચાલન (navigation) માટેની માર્ગદર્શક પદ્ધતિ. નૌસંચાલનની અન્ય પદ્ધતિઓની જેમ જડત્વીય નિર્દેશક જમીન કે તારાનાં અવલોકનો ઉપર, રેડિયોસંકેતો ઉપર અથવા વાહનની બહારની કોઈ પણ માહિતી ઉપર આધારિત નથી; પરંતુ જડત્વીય માર્ગદર્શક (navigator) નામે ઓળખાતી પ્રયુક્તિ (device) દોરવણી માટેની…
વધુ વાંચો >ઝેપલિન (ઝેપેલિન)
ઝેપલિન (ઝેપેલિન) : બલૂનમાં સુધારાવધારા કરીને બનાવવામાં આવેલું એક પ્રકારનું હવાઈ જહાજ. તેની આંતરિક રચના આકૃતિમાં દર્શાવી છે. 1900માં જ્યારે આજના ઍરોપ્લેનનાં પગરણ હજી થવાનાં હતાં, ત્યારે કાઉન્ટ ફર્ડિનાન્ડ વૉન ઝેપલિને જર્મનીમાં 128 મીટર લાંબું અને 27 કિમી./કલાકની ઝડપવાળું સિગાર-આકારનું અને લંબગોળ LZ-1 નામનું પહેલું ઝેપલિન જહાજ બનાવ્યું. માત્ર ત્રણ…
વધુ વાંચો >તુપોલેવ, આન્દ્રેય નિકોલાયેવિચ
તુપોલેવ, આન્દ્રેય નિકોલાયેવિચ (જ. 10 નવેમ્બર 1888, પુસ્તોમા ઝોવો, રશિયા; અ. 23 ડિસેમ્બર 1972, મૉસ્કો) : વિશ્વના પ્રથમ પરાધ્વનિક વિમાનની ડિઝાઇન અને રચના કરનાર રશિયાના વૈજ્ઞાનિક ઇજનેર. મૉસ્કોની ટૅક્નિક્લ કૉલેજમાંથી 1918માં સ્નાતક થયા. વિદ્યાર્થી તરીકે જ તેમણે ગ્લાઇડરની ડિઝાઇન કરી એ પ્રમાણે ગ્લાઇડરો બનાવ્યાં અને પ્રાયોગિક ધોરણે તેમનાં ઉડ્ડયન પણ…
વધુ વાંચો >