વિ. ન. કોઠારી
ઇજારાયુક્ત સ્પર્ધા
ઇજારાયુક્ત સ્પર્ધા : હરીફાઈ અને ઇજારાનાં તત્વોનું સંયોજન ધરાવતું બજાર. નવપ્રશિષ્ટ અર્થશાસ્ત્રની પરંપરામાં બજારના સ્વરૂપમાં મુખ્યત્વે બે વિભાગો ગણાય છે : (1) પૂર્ણ હરીફાઈ અને (2) શુદ્ધ ઇજારો. આ બંને પરસ્પરનિષેધક (exclusive) અને વૈકલ્પિક (alternative) ગણાતા. આ બે બજારસ્વરૂપો દ્વારા લગભગ બધી વસ્તુઓના ભાવનિર્માણની પ્રક્રિયા સંતોષકારક રીતે સમજાવી શકાય છે…
વધુ વાંચો >તટસ્થ રેખા
તટસ્થ રેખા (indifference curve) : ગ્રાહકના વર્તનને વાસ્તવિક અને બુદ્ધિગમ્ય ભૂમિકા પર મૂકી તેનું તર્કશુદ્ધ વિશ્લેષણ કરવાના હેતુથી વિકસાવવામાં આવેલ અભિગમ. વસ્તુમાં ઘટતા સીમાંત તુષ્ટિગુણની ધારણા ઉપર આધારિત માંગના નિયમની કેટલીક મર્યાદા છે. તુષ્ટિગુણનો વિચાર વ્યક્તિસાપેક્ષ છે અને તેનું પ્રત્યક્ષ નિરીક્ષણ શક્ય નથી. બીજું, એક વસ્તુમાંથી મળતો તુષ્ટિગુણ, ફક્ત તે…
વધુ વાંચો >પૂર્ણ સ્પર્ધા
પૂર્ણ સ્પર્ધા : બજારની એવી સ્થિતિ, જેમાં વેચનાર અને ખરીદનારને બજારમાં નક્કી થયેલી કિંમત સ્વીકારી લેવી પડે છે. પ્રવર્તમાન બજાર-કિંમતે વેચનાર પોતાની વસ્તુ કે સેવા ઇચ્છે તેટલા જથ્થામાં વેચી શકે છે અને ખરીદનાર ઇચ્છે તેટલા જથ્થામાં વસ્તુ ખરીદી શકે છે. વેચનાર તેની વસ્તુ વધારે કે ઓછા જથ્થામાં વેચે કે ખરીદનાર…
વધુ વાંચો >બજાર
બજાર : સામાન્ય રીતે જ્યાં વસ્તુ અથવા વસ્તુઓનું વેચાણ અને ખરીદી થતી હોય તે સ્થળ. પરંતુ અર્થશાસ્ત્રમાં તેનો અર્થ છે ખરીદનાર (ગ્રાહક) અને વેચાણ કરનાર(વિક્રેતા/ઉત્પાદક)ને વસ્તુ/સેવાના વિનિમય માટે એકબીજાના સંપર્કમાં લાવનાર તંત્ર અથવા વ્યવસ્થા. આ અર્થમાં બજારને કોઈ નિશ્ચિત સ્થાન હોવું જરૂરી નથી. વિનિમય માટે પરસ્પર સીધી અથવા પરોક્ષ રીતે…
વધુ વાંચો >