વિનોદ અધ્વર્યુ

આગગાડી

આગગાડી (1934) : ગુજરાતી રંગભૂમિનો ઉદય દર્શાવતું ગુજરાતી ત્રિઅંકી નાટક. લેખક ચન્દ્રવદન મહેતા (19૦1–1991). બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં પ્રવર્તતી રેલવેની દુનિયાની વાસ્તવિક છબી ઉપસાવતા આ નાટકે લેખકને 1936નો રણજિતરામ સુવર્ણચંદ્રક અપાવેલો. નાટકનું વસ્તુ એન્જિનમાં આગ ભરવાની નોકરી કરતો બાધરજી ગોરા ડ્રાઇવર જ્હૉન્સના તુમાખીભર્યા ત્રાસનો ભોગ બનીને કમોતે મરે છે તે…

વધુ વાંચો >

કાકાની શશી

કાકાની શશી (1928) : ગુજરાતી સુખાન્ત નાટક (comedy). લેખક કનૈયાલાલ મુનશી. યૌવનસુલભ ભાવુકતા અને ભાવનાશીલતા ધરાવતી, સ્વપ્નશીલ, દુન્યવી વાસ્તવિકતાથી અજાણ અને ભોળી, પુખ્તતામાં પ્રવેશતી શશિકલા અને તેને ઉછેરનાર ને છતાં તેના પ્રત્યે અંતરમાં ઊંડું આકર્ષણ અને સાચો પણ છૂપો પ્રેમ ધરાવનાર મનહરલાલ (કાકા) – એ બે પાત્રોને કેન્દ્રમાં રાખીને આ…

વધુ વાંચો >

કાબરાજી, કેખુશરો નવરોજી

કાબરાજી, કેખુશરો નવરોજી (જ. 21 ઑગસ્ટ 1842, મુંબઈ; અ. 25 એપ્રિલ 1904, મુંબઈ) : પારસી પત્રકાર, નાટ્યકાર, દિગ્દર્શક અને સમાજસુધારક. લેખન અને પત્રકારત્વનો બહુ નાની વયે જ પ્રારંભ થયો, જેમાં તેમની સમાજને સુધારવાની ધગશ જોવા મળે છે. ચૌદ વર્ષની વયે ‘મુંબઈ ચાબૂક’ જેવા ચોપાનિયામાં બાળલગ્ન, કજોડાં વગેરે જેવા વિષયો પર…

વધુ વાંચો >

ગુજરાતનો નાથ (પ્રથમ આવૃત્તિ 1918)

ગુજરાતનો નાથ (પ્રથમ આવૃત્તિ 1918) : કનૈયાલાલ મુનશીની ઐતિહાસિક નવલકથા. કૃતિ તરીકે સ્વતંત્ર છતાં કથા તરીકે ‘પાટણની પ્રભુતા’ની કથાનું અનુસંધાન છે. નવલકથા ચાર વિભાગોમાં વહેંચાયેલી છે, જે કથાવિકાસની જ ચાર ભૂમિકાઓ છે. લાટનો સુભટ કાક અને કૃષ્ણદેવ નામ ધારણ કરી છદ્મવેશે આવેલો જૂનાગઢનો કુંવર ખેંગાર, પાટણને પાદરે નગરપ્રવેશની રાહ જોતાં…

વધુ વાંચો >

ફાઉસ્ટ

ફાઉસ્ટ : જર્મન કવિ વુલ્ફગેંગ વૉન ગેટે(1749–1832)ની મહાકાવ્ય સમી લેખાતી કૃતિ. ‘ફાઉસ્ટ’ પદ્યબદ્ધ મહાનાટક છે. બે ખંડોમાં રચાયેલા ‘ફાઉસ્ટ’નો પ્રથમ ખંડ 1790ના દાયકાના અંતભાગમાં રચાયો છે અને 1808માં પ્રગટ થયો છે. બીજા ખંડનો મોટોભાગ 1825થી 1831ના ગાળામાં ગેટેના આયુષ્યનાં અંતિમ વર્ષો દરમિયાન રચાયો છે. ‘ફાઉસ્ટ’ સમગ્રનાટક રૂપે પ્રસિદ્ધ થયું 1832માં…

વધુ વાંચો >

બૅરી, જેમ્સ મૅથ્યુ (સર)

બૅરી, જેમ્સ મૅથ્યુ (સર) (જ. 9 મે 1860, કિરીમ્યુર, સ્કૉટલૅન્ડ; અ. 19 જૂન 1937, લંડન) : આંગ્લ નાટ્યકાર. મહેનતકશ વણકર પિતાનાં દસ સંતાનોમાંનું તેઓ નવમું સંતાન હતા. એડિનબરો યુનિવર્સિટીમાં એમ.એ. થઈ પત્રકારનો વ્યવસાય અપનાવ્યો. સાહિત્યસર્જનની આકાંક્ષાથી પ્રેરાઈ લંડનમાં વસવાટ કર્યો અને પત્રકારત્વની સાથે સાથે નવલકથાના લેખનથી સાહિત્યિક કારકિર્દીનો આરંભ. પછી…

વધુ વાંચો >

બ્લડ વેડિંગ

બ્લડ વેડિંગ : સ્પૅનિશ કવિ નાટ્યકાર ફ્રેડરિકો ગાર્સિયા લોર્કા(1898થી 1936)ની 3 યશસ્વી કરુણાંતિકાઓમાંની એક. ‘બ્લડ વેડિંગ’ વારસાગત વૈર અને હત્યાના રક્તબીજના ઉદ્રેકની તેમ મૃત્યુનેય ન ગણકારી લોહીમાંથી ઊઠતા જીવનઝંખનાના અદમ્ય પોકારને વશ વર્તતા વિદ્રોહી પ્રેમની કથા છે. આ પરંપરાગત જીવનશૈલીની ભૂમિકા પર રચાયેલી કુટુંબની મોટાઈ અને પ્રણયતલસાટ વચ્ચેની, પ્રેમ અને…

વધુ વાંચો >

સમાંતર ફારસો

સમાંતર ફારસો : પ્રહસન, કૉમેડી, ફાર્સ વગેરે નામે ઓળખાતા હાસ્યપ્રધાન અથવા હળવાશ પ્રેરતા નાટ્યપ્રકારોમાં તો વિનોદતત્ત્વ જ પ્રધાન રૂપે પ્રવર્તે છે; પરંતુ અન્ય વીર-શૃંગારાદિ રસોના પ્રાધાન્યવાળાં ગંભીર નાટકોમાં પણ વિનોદપ્રેરક અંશોનું નિરૂપણ થતું હોય છે. તેવો પ્રયોગ ભાવકની નાટ્યગતનિરૂપણના પરિણામે અતિગંભીર, તીવ્ર વિષાદમય અથવા તંગ થઈ જતી મન:સ્થિતિને હળવી કરવા…

વધુ વાંચો >

સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર

સિક્સ કૅરેક્ટર્સ ઇન સર્ચ ઑવ્ ઍન ઑથર : નોબેલ પારિતોષિક સન્માનિત પિરાન્દેલોની સર્વોત્તમ યશસ્વી નાટ્યકૃતિ. પિરાન્દેલો તેના ‘વાસ્તવ’, ‘વ્યક્તિત્વ’ અને તદ્વિષયક સત્ય વિશેના વિશિષ્ટ દૃષ્ટિબિન્દુને આ નાટ્યકૃતિમાં ખૂબ અસરકારક રીતે, વિલક્ષણ નાટ્યપ્રયોગ રૂપે વ્યક્ત કરે છે. આ કૃતિ નાટકનું નાટક કહેવાય; કારણ કે તેમાં સીધેસીધું નાટક નહિ, પણ નાટકની નિર્માણપ્રક્રિયા…

વધુ વાંચો >

સ્ટ્રીટકાર નેઇમ્ડ ડિઝાયર (1947)

સ્ટ્રીટકાર નેઇમ્ડ ડિઝાયર (1947) : ટેનેસી વિલિયમ્સનું પુલિત્ઝર પારિતોષિકવિજેતા અને અમેરિકન નાટ્યક્ષેત્રે પ્રવર્તમાન વલણોમાં વળાંક પ્રેરતું નાટક. નાટ્યઘટના તરીકે, આ નાટકમાં કેન્દ્રવર્તી પાત્ર બ્લેન્ચી દુબાઈની કરુણાન્ત કથાનું તખ્તાપરક નિરૂપણ છે. મોટી બહેન સ્ટેલા માબાપની જવાબદારી બ્લેન્ચી પર નાખી દઈ પરણી ગઈ. પછી કપરા સંજોગોમાં શિક્ષિકા તરીકે નિર્વાહ કરતી બ્લેન્ચી પ્રિય…

વધુ વાંચો >