વિજ્ઞાન (સામાન્ય)
અપક્ષારીકરણ (Desalination)
અપક્ષારીકરણ (Desalination) : દરિયાના પાણીમાંથી ઓગળેલા ક્ષારો દૂર કરી તેને પીવાલાયક, ખેતીલાયક તેમ જ અન્ય ઉદ્યોગોમાં અને ઘર- વપરાશમાં ઉપયોગમાં લઈ શકાય તેવું બનાવવાની પદ્ધતિને અપક્ષારીકરણ કહેવાય છે. આમાં ખાસ કરીને નિસ્યંદન, આયનવિનિમય, પારશ્લેષણ, વીજપારશ્લેષણ અને આણ્વિક ચાળણીનો ઉપયોગ કરવામાં આવે છે. ભાવનગરની સેન્ટ્રલ સૉલ્ટ ઍન્ડ મરિન કેમિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (C.S.M.C.R.I.)…
વધુ વાંચો >અલ્ટ્રાવાયોલેટ લૅમ્પ
અલ્ટ્રાવાયોલેટ લૅમ્પ : જુઓ વિદ્યુત-દીવા.
વધુ વાંચો >ઇજનેરી
ઇજનેરી કુદરતી સ્રોતો(resources)નું માનવજાતિના ઉપયોગ માટે ઇષ્ટતમ રૂપાંતરણ કરવા માટે વિજ્ઞાનનો ઉપયોગ કરતી વ્યાવસાયિક કળા. ઇજનેરી વ્યવસાય યંત્રો, પ્રયુક્તિઓ (devices) અને સંરચનાઓ-(structures)ની અભિકલ્પના (design) અને નિર્માણ સાથે સંકળાયેલો છે. વૈજ્ઞાનિક પ્રકૃતિનાં રહસ્યો ઉકેલવાનું વલણ ધરાવે છે, જ્યારે ઇજનેરનું કાર્ય તે જ્ઞાનનો વિનિયોગ કરવાનું હોય છે. વિજ્ઞાની પ્રાયોગિક રીતે ચકાસેલ ભૌતિક…
વધુ વાંચો >ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ધ કલ્ટિવેશન ઑફ સાયન્સ
ઇન્ડિયન ઍસોસિયેશન ફૉર ધ કલ્ટિવેશન ઑફ સાયન્સ : વિજ્ઞાનસંશોધનની ભારતીય સંસ્થા. સ્થાપના 1876. ડૉ. મહેન્દ્રલાલ સરકાર (હોમિયોપેથ તબીબ) જેવા દૂરદર્શી સમાજસુધારક આચાર્યની પ્રેરણા તથા તેમના કેટલાક સમકાલીનોના ઉદાર સહયોગથી કૉલકાતામાં તે સ્થપાયેલી. 19મી સદીમાં ભારતમાં આવેલ નવજાગૃતિ દરમિયાન થોડાક સંનિષ્ઠ મહાનુભાવો નવા વિચારોને આવકારીને સમાજનું પુનરુત્થાન કરવા માગતા હતા. વિજ્ઞાનના…
વધુ વાંચો >ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમી (INSA)
ઇન્ડિયન નૅશનલ સાયન્સ એકૅડેમી (INSA) : વિજ્ઞાનના ક્ષેત્રે ભારતના સર્વાંગીણ વિકાસમાં મદદરૂપ થવા યુવા વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન મળે, ઉત્તમ વૈજ્ઞાનિકોનું સન્માન થાય અને વૈજ્ઞાનિકો વચ્ચે વિચારોની આપલે થાય તેવા ઉદ્દેશથી સ્થપાયેલી ભારતની અગ્રિમ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન સંસ્થા. જાન્યુઆરી, 1935માં નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ સાયન્સીઝ ઑવ્ ઇન્ડિયા તરીકે તેની સ્થાપના થઈ હતી. ફેબ્રુઆરી, 1970માં…
વધુ વાંચો >ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ એસોસિયેશન (ISCA)
ઇન્ડિયન સાયન્સ કૉંગ્રેસ ઍસોસિયેશન (ISCA) : વિજ્ઞાન સંશોધનને ભારતમાં ઉત્તેજન આપવા 1914માં એશિયાટિક સોસાયટી ઑવ્ બૅન્ગાલના આશ્રયે સ્થાપવામાં આવેલું મંડળ. બે બ્રિટિશ રસાયણજ્ઞો પ્રો. જે. એલ. સાયમન્સન અને પ્રો. પી. એસ. મૅક્મેહોનની દીર્ઘર્દષ્ટિ અને પ્રેરણાએ આ મંડળની સ્થાપનામાં ઘણો મોટો ફાળો આપ્યો છે. સ્થાપકોની નજર સમક્ષ ‘બ્રિટિશ ઍસોસિયેશન ફૉર ધી…
વધુ વાંચો >ઇન્સડોક : (ઇન્ડિયન નૅશનલ સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર
ઇન્સડૉક (ઇન્ડિયન નૅશનલ સાયન્ટિફિક ડૉક્યુમેન્ટેશન સેન્ટર — INSDOC) : યુનેસ્કોની તકનીકી સહાયથી 1952માં દિલ્હીમાં સ્થાપવામાં આવેલું કેન્દ્ર. તેનો મુખ્ય ઉદ્દેશ સંશોધનસંસ્થાઓ તથા ઉદ્યોગમાં કામ કરતા વૈજ્ઞાનિકોને વિજ્ઞાનવિષયક માહિતી મેળવી આપવાનો છે. કાઉન્સિલ ઑવ્ સાયન્ટિફિક ઍન્ડ ઇન્ડસ્ટ્રિયલ રિસર્ચના એક ઘટક તરીકે નૅશનલ ફિઝિકલ લૅબોરેટરી, ન્યૂ દિલ્હીની વહીવટી અધીનતામાં 1963 સુધી તેનું…
વધુ વાંચો >ઇલ્ટન, ચાર્લ્સ
ઇલ્ટન, ચાર્લ્સ (જ. 29 માર્ચ 1900, ઇંગ્લૅન્ડ; અ. 1 મે 1991, ઑક્સફર્ડ, ઇંગ્લૅન્ડ) : પરિસ્થિતિવિજ્ઞાન(ecology)ના ખ્યાતનામ બ્રિટિશ વૈજ્ઞાનિક. તેઓ પર્યાવરણના મૂળ સિદ્ધાંતોના શોધક તરીકે જાણીતા છે. પ્રાણીઓના જીવનક્રમનો અભ્યાસ તેમના રહેઠાણની આસપાસની પરિસ્થિતિનો ખ્યાલ રાખીને કરવો જોઈએ એવું તેમનું પ્રતિપાદન છે. આ અંગે ચાર્લ્સ ઇલ્ટને પોતાના વિચારો ‘એનિમલ ઇકૉલૉજી’ (1927)…
વધુ વાંચો >ઉપજાતીયતા (subspeciation)
ઉપજાતીયતા (subspeciation) : એક જ જાતિ (species)ના હોવા છતાં પ્રાકૃતિક પસંદગીની અસર હેઠળ, વિવિધ જૂથોમાં વહેંચાઈ જવું તે. બે જૂથના સભ્યો વચ્ચેના સહવાસથી અવંધ્ય સંતાનો પેદા થતાં હોય અને કાળક્રમે આ જૂથો એકબીજાં સાથે મિલન પામી શકતાં હોય તો એ તમામ જૂથોના સભ્યો એક જ જાતિનાં ગણાય છે. શરૂઆતમાં અવરોધો…
વધુ વાંચો >ઍક્યુપંક્ચર
ઍક્યુપંક્ચર : આશરે 5,000 વર્ષ જૂની અને ચીનમાં સૌથી વધુ વિકાસ પામેલી ઉપચારપદ્ધતિ. તેમાં ખાસ પ્રકારની બનાવેલી સોય દર્દીના શરીરમાં ભોંકી દર્દીનો રોગ દૂર કરવામાં આવે છે. આ પદ્ધતિના સિદ્ધાંત પ્રમાણે શરીરના જીવનશક્તિ તરીકે ઓળખાતા પ્રવાહમાં કોઈ અવરોધ પેદા થાય ત્યારે રોગ થાય છે. આથી જો આ અવરોધને દૂર કરવામાં…
વધુ વાંચો >